________________
શા દર્શન મહાસુખ! બંધુઓ ! જુએ, તેણે મહાન દુઃખમાં પણું સંતના દર્શન કરવાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું તે કેટલું જબ્બર પુણ્ય બાંધ્યું ! કે એમાં કર્મના ઉદયથી વચ્ચે વચ્ચે દુઃખ આવી જાય છે પણ બચાવનાર મળી જાય છે. હજુ આ વાત તે ઘણી લાંબી છે. ટૂંકમાં આપણે તે આજના વિષયને અનુસરીને એ સમજવું છે કે માનવજીવનની સફર સફળ કેમ બને? પેલા ભિખારીને સંત મળ્યા ને તેને માનવજીવનની સફરની સફળતાને માર્ગ બતાવ્યું અને તે માગે ભિખારી ચાહ તે આ મહાન લાભ મળે. બબ્બે વખત તેને બચાવનાર મળી ગયા, ને મહાન સુખ મળ્યું. શેઠ-શેઠાણીએ તેનું નામ નરસિંહ પાડ્યું. હજુ નરસિંહ મટે થશે ને તેના જીવનમાં કેવી આપત્તિ આવશે, તેમાંથી કેવી રીતે બચી જશે કે શું બનશે તે વાત અવસરે વિચારીશું, કારણ કે સમય ઘણે થઈ ગયા છે. આજે અાઈધરને પવિત્ર દિવસ છે. જીવનમાં જ્ઞાન દર્શન, ચારિત્ર-તપની આરાધના કરશે તે જીવનની સફળતાની સફર સફળ બનશે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં ૪૦ શ્રાવણ વદ ૧૪ને શનિવાર
તા. ૧૩-૮-૭૭ વિષય :- “ક્ષણ લાખેણું જાય સગ્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી સમયજ્ઞ, સર્વજ્ઞ ભગવંતએ માનવભવના મહાન મૂલ્ય આંક્યા છે. માનવજીવન તે મહાન કિંમતી છે. પણ તેની એકેક ક્ષણ પણ કિંમતી છે. એટલે આજના વ્યાખ્યાનના વિષયનું નામ રાખ્યું છે “ક્ષણ લાખેણી જાય”. આપણે જે પર્વાષિરાજ પર્યુષણ પર્વની ઘણાં દિવસથી રાહ જોતાં હતાં તેમને એક દિવસ તે પસાર થઈ ગયે, ને આજે બીજે દિવસ આવી ગયે. આ માનવજીવનની એકેક ક્ષણ લાખેણી જાય છે. ધર્મની કમાણી કરી લેવા માટે મનુષ્ય ભવ ખરેખ અવસર છે. તેની ક્ષણે ક્ષણને જે સદુપયોગ થાય તે કરોડની કમાણી કરી શકાય, અને જે તેને દુરૂપયોગ થાય તે માટી નુકશાની છે. સત્સંગમાં, સદ્દવિચારમાં અને સત્કરણમાં જે જે ક્ષણે જાય છે તે ક્ષણે સફળ છે. ગાય, ભેંસ, કૂતરા, ચકલા, ચકલી આદિ તિય"ચ પશુ પક્ષીઓ સવારમાં ઉઠે છે ને સાંજના સૂઈ જાય છે ત્યાં સુધી તેને એક પેટ ભરવાની ચિંતા હોય છે, તેમ કેટલાક મનુષ્ય એવા હેય છે કે સવારે ઉઠે ને સાંજે સૂવે ત્યાં સુધી તેને કમાવાની, પિટ ભરવાની અને કુટુંબના ભરણપોષણની ચિંતા હોય છે પણ આત્માની કે પરનું ભલું કરવાની તેને સહેજ પણ ચિંતા હોતી નથી. તેને માનવજન્મ કેવી રીતે સફળ