SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શારા દર્શન શ્રેષ્ઠ મંગલરૂપ આચારે તથા વિચારે માટેનું સંગમસ્થાન માનવદેહ છે. એટલા માટે માનવદેહ પામીને માનવે ધર્મની આરાધના કરવા માટે ઉજમાળ બનવું જોઈએ. પવિત્ર આચાર વિચારને સંગમ જે ધર્મ માનવને જીવન જીવતાં શીખવાડે છે. મરતી વખતે સમાધિ આપે છે. જીવનમાં સમતા અને શાંતિનું અમૃતપાન ધર્મની આરાધનાના પ્રભાવે થાય છે. ભવાંતરમાં સદ્ગતિને કેલ પણ ધર્મ આપે છે, અને એ ધર્મના પ્રભાવે આત્મા સિદ્ધિના શાશ્વત સુખનો સ્વાદ ચાખી શકે છે. આટલા માટે સમસ્ત સંસારમાં ધર્મ એ આત્મીય બંધુ અને સાચે નેહી છે. ધર્મને સંબંધ અખંડ આનંદમય ચૈતન્ય સ્વરૂપ આત્માની સાથે છે. શરીર, દ્રવ્ય કે કુટુંબાદિની સાથે ધર્મને વાસ્તવિક સંબંધ નથી. એક વાત છે કે શરીરાદિની અનુકુળતા ધર્મની આરાધના કરવામાં સહાયક જરૂર બને છે, પણ મુખ્યત્વે ધર્મ આત્માની સાથે સબંધ ધરાવે છે. ભગવાને પ્રકાશેલા ધર્મની આરાધના કેઈ જીવ કાયરતાને કામળો ઓઢીને નથી કરી શકવાને. એણે તે સરહદ સાચવતા સૈનિક કરતાં પણ વધુ શુરાતન બતાવવું પડશે. બંધુઓ ! માનવદેહ પામ્યા પછી જેઓ રોજ ધર્મ કરી શકતાં નથી એવા ધર્માનુરાગી આત્માઓ પર્વના દિવસેમાં સહેજે ધર્મ કરવા ઉત્સુક બને છે. પર્વના દિવસમાં એવું વાતાવરણ સર્જાય છે કે તેનાથી ધર્મારાધના કરવા માટે ઉત્સાહ અને ઉમંગ વધે છે. તેથી પર્યુષણ પર્વના પવિત્ર દિવસેમાં સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર રૂપી ધર્મની આરાધના કરી આત્મા ઉપર લાગેલાં પાપ કર્મો રૂપી મેલને ઈ જીવનને નિર્મળ, નિષ્પાપ અને ઉન્નત બનાવવા માટે ઉત્સુક બને છે. અનાદિ કાળથી આત્મા ઉપર વિષય, કષાય, મેહ આદિ પાપને ભાર પડે છે. આ લારથી આત્માને મુક્ત કરવામાં પર્યુષણ પર્વની આરાધના સહાયક બને છે. પર્વાધિરાજની આરાધના એ પવિત્રતા, શીતળતા અને શુદ્ધિ માટેનું ગંગાસ્થાન છે. આજે અઠ્ઠાઈધરનો પવિત્ર દિવસ છે. આજનો દિવસ એ સૂચન કરે છે કે આજથી આઠમે દિવસે સંવત્સરીને પવિત્ર દિન આવશે. તે દિવસે આપણે ક્ષમાપના કરવાની. ક્ષમાપના એ તે પર્વાધિરાજની સઘળી આરાધનાને પ્રાણ છે. બાર મહિનામાં જે કોઈની સાથે મમતા, વાર્થ, રાગ, દ્વેષ, મેહ આદિના કારણે બેલવા ચાલવામાં, સંસાર વ્યવહારમાં કેઈની સાથે અપ્રીતિ, દ્વેષ, વૈર આદિ થયા હોય તે બધાને હૃદયની સરળતા, સચ્ચાઈ તથા શુધિપૂર્વક ક્ષમા માંગીને આત્માને હળવે બનાવવો જોઈએ. અંતરમાંથી રાગ-દ્વેષના કાંટા કાઢી શુધ દિલથી ક્ષમા માંગનાર જેમ મહાન છે તેમ અંતઃકરણપૂર્વક ક્ષમા આપનાર પણ મહાન છે. આ રીતે પરસ્પર ક્ષમાપના કરવાથી ક્ષમાશીલ આત્મા સંસાર સાગરને તરવા માટે સમર્થ બને છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy