SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ શારદા દર્શન તે અનિમેષ દષ્ટિથી નિરંતર જોયા જ કરીએ. જેઓ એક જ વખત આપનાં દર્શન કરી લે છે તેમની ચક્ષુઓને જગતની બીજી કઈ વસ્તુ જેવાથી સંતોષ થતું નથી. જેવી રીતે કેઈ મનુષ્ય એક વખત ચંદ્રના કિરણ જેવા વેત ક્ષીર સમુદ્રના દૂધ જેવા મીઠા પાણીને સ્વાદ ચાખી લે પછી તે દરિયાનું ખારું પાણી પીવા ઈછે ખરે? ન જ છે. તેમ હે નાથ! દુનિયામાં મેં ઘણું જોયું. ઘણાં દેવ દેવીઓને જેમાં પણ આપના જેવા મેં કેઈને જોયા નહિ. આપને જોઈને મારું મનડું ઠરી ગયું. દેવકી માતાનું મન નેમનાથ ભગવાનમાં ઠરી ગયું છે તેમ આ મારા તપસ્વી ભાઈ બહેનનું મન તપશ્ચર્યામાં કરી ગયું છે. તેમનાથ પ્રભુના મુખ ઉપર અલૌકીક તેજની રોશની ઝળહળે છે. ભગવાનનું તેજ જોઈને દેવકીજી તે સ્થિર થઈ ગયા. અહે પ્રભુ! આપના જેવું મુખડું તે ક્યાંય જોયું નથી. આ વિચાર કરતી દેવકી માતા દેવાનંદાની માફક ભગવાનને તિકબુત્તોને પાઠ ભણી વંદણા નમસ્કાર કરીને ભગવાનની સન્મુખ આવી. દેવકીજીના મનમાં જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તે પૂછવા માટે આતુર બન્યા છે કે જ્યારે પ્રભુને પ્રશ્ન પૂછું ને મારા મનની શંકાનું સમાધાન કરી લઉં, પણ જે સ્થાનમાં આવ્યા હોઈએ એ સ્થાન પ્રમાણે વિનય વિવેક બરાબર સાચવવું જોઈએ. માલ લેવું હોય તે મૂલ્ય આપવા જોઈએ, મૂલ્ય વિના માલ ન મળે. તેમ જે ભગવાનને પ્રશ્ન પૂછયે હય, શંકાનું સમાધાન કરવું હોય તે વંદણ કર્યા વિના કેમ પૂછાય તેમાં ભગવાન તે ત્રિલોકીનાથ છે. આવા મહાન પુરૂષોને વિનય કર્યા વગર વાત કરું તે મારો અવિનય કહેવાય. આવા વિચારવાળા દેવકી માતા નેમનાથ પ્રભુને વંદન નમસ્કાર કરીને ઉભા રહ્યા. તેમનાથ પ્રભુ તે સર્વસ હતા. “ શ્વાસુ વહ” કેવળજ્ઞાની સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવની વાત જાણે છે. આ પણે કંઈ છાની વાત કરીએ ને માનીએ કે અમારા સિવાય આ વાત કોઈ જાણતું નથી, પણ સર્વજ્ઞ પ્રભુ તે જાણે છે. એમના જ્ઞાનમાં કંઈ છાનું રહેતું નથી. દેવકી માતા ભગવાનની સામે હાથ જોડીને ઉભા રહ્યા. સર્વજ્ઞ પ્રભુ તે જાણે છે કે આજે દેવકી શા માટે આવી છે? “of માં ગરમ देवइ देवि एवं वयासी नूण तव देवह ! इभे छ अणगारे पासित्ता एवमेयारूवे अज्झथिए जाव समुप्पज्जेत्था !" . ભગવાન નેમિનાથે કરેલું સમાધાન' :–અરિહંત એવા અરિષ્ટ નેમિનાથ ભગવાને દેવકી માતાને આ પ્રમાણે કહ્યું કે હે દેવકી ! આજે છ અણગારેને જોઈને તારા હૃદયમાં આ પ્રકારને વિકલ્પ પેદા થયે છે ને કે પિલાસપુર નગરમાં હું નાની હતી ત્યારે અતિમુક્ત અણગારે આ પ્રમાણે કહ્યું હતું કે હે દેવકી ! તું આકાર,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy