SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન જેની રગેરગમાં જિનશાસન અને સતે પ્રત્યે ભક્તિ ભાવનાના ઝરણાં વહી રહ્યા છે એવા દેવકી માતાને શંકાનું સમાધાન કરવા માટે તેમનાથ ભગવાન પાસે જવાને તલસાટ ઉપડી છે કે હવે જલદી મારા ભગવાન પાસે જાઉં ને મારા અંતરમાં જે શંકાને સડો થયે છે તેને નાબૂદ કરું. માણસને કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવાનો તલસાટ જાગે છે તે તેને સિદધ કરીને જપે છે. જ્યાં સુધી એ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એને ચિત્તને ચેન પડતું નથી. આ બધે તલસાટ સંસારના કામમાં થાય છે પણ આત્મા માટે થાય છે? મેં હૈં કૌન કહાંસે આયા, મુઝે કહાં પર જાના હૈ. હું કેણ છું ? કયાંથી આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે? એ વાત જાણવા માટે તલસાટ જાગ્યો છે ખરે? જો આ તલસાટ તમારા દિલમાં જાગ્યું હશે તે હું માનું છું કે તમને ઘર નહિ ગમે. જ્યાં આત્માની વાત થતી હશે ત્યાં તમને ગમશે. કેમ બરાબર છે ને ? પણ આજે તે જ્યાં જુઓ ત્યાં દષ્ટિ કરતાં એમ લાગે છે કે જીવને જેટલે સંસાર વહાલે છે ને સંસારની વાતે ગમે છે તેટલી આત્માની વાતે ગમતી નથી. તેનું એક જ કારણ છે કે હજુ જીવને તલસાટ નથી જા. દેવકી માતાના દિલમાં તલસાટ જાગ્યું કે હવે જલદી જાઉં ને મારી શંકાનું સમાધાન કરું. આ વિચાર કરીને દેવકી માતા બહુવિક ઉf Rવેદ” કૌટુંબિક પુરૂષને બોલાવે છે. અહીં નેકરને કૌટુંબિક પુરૂષે કહ્યા છે. તેનું કારણ તમે સમજ્યા ? એક વખતના રાજા-રાણીએ કર ચાકરેને પણ પોતાના ઘરના માણસો જેવા ગણતા હતાં. તેમના પ્રત્યે ભેદભાવ રાખતા ન હતા. એટલે અહીં દેવકીરાણીએ પિતાના સેવકેને બોલાવીને કહ્યું કે તમે જલ્દી ધાર્મિક રથ તૈયાર કરે, અને રથ ચલાવવામાં ચતુર સારથીની સાથે રથ મારી પાસે લઈ આવે. દેવકીજીની આજ્ઞા થતાં સેવકે ધાર્મિક રથ તૈયાર કરાવ્યું, અને ચતુર સારથી રણઝણુ કરતે રથ લઈને દેવકીરાણી પાસે હાજર થયે. રથ દેવકીજીના મહેલના દરવાજે આવીને ઉભો રહ્યો એટલે ભગવાનના દર્શન કરવા માટે દેવકીજીનું હૈયું નાચી ઉઠયું. હૈયામાં ઉત્સાહની ઝણઝણાટી પેદા થઈ અને જે રીતે દેવાનંદ મહાવીર પ્રભુના દર્શન કરવા માટે રથમાં બેસીને ગયા હતા. તે રીતે દેવકી માતા પણ રથમાં બેસીને નેમનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા. દેવકીજીનો રથ ભગવાનના સમોસરણ પાસે આવી પહોંચ્યા. દૂરથી સમોસરણ જોઈને તેનું હૈયું હરખાઈ ગયું. પછી સમોસરણમાં પ્રવેશ કર્યો. તેમનાથ પ્રભુને મનમેખ દષ્ટિથી જોતાં એનું હૈયું હર્ષના હિલોળે ચઢયું, અને ભગવાનના દર્શન કરતાં ચિંતન કરવા લાગી. હે ભગવાન ! તમારું રૂપ એવું અનુપમ છે કે જાણે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy