SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન કહ્યું કે પરસ્પરની એકતામાં ક્યાંય ભેદ હોય તે દેવાદારપણું યાદ આવે છે. મને તમારી સાથે કેઈ ભેદભાવ નથી. પછી તમને દેવાદારપણું કેમ યાદ આવે છે ? આ પ્રમાણે કહીને મણીચૂડને શાંત કર્યો, અને હેમાંગદ રાજા અને પ્રભાવતીના આગ્રહથી અર્જુનજી ઘણાં દિવસ હિરયપુર રોકાયાં. એ બધા વચ્ચે એટલો બધે નેહ વધે કે કઈ અર્જુનને છૂટા પડવા દેતાં નથી. એક દિવસ હેમાંગદ રાજા, અર્જુન, મણીચડ અને પ્રભાવતી બધા પરસ્પર વાત કરી રહ્યા છે. તે વખતે હસ્તિનાપુરથી એક દૂત આવે છે તેવા સમાચાર દ્વારપાળે આપ્યા. હસ્તિનાપુરનું નામ સાંભળીને અર્જુનના સાડાત્રણ ક્રોડ મરાય ખડા થઈ ગયા. હવે તે દૂત શું સમાચાર આપશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૩૭ શ્રાવણ વદ ૧૦ ને મંગળવાર તા. ૯-૮-૭૭ અનંતજ્ઞાની મહાન પુરૂષોએ અજ્ઞાનના અંધકારને ભેદીને જ્ઞાનની દિવ્ય જ્યોતિ પ્રગટાવી દ્વાદશાંગી સૂત્રની રચના કરી. તેમાં અંતગડ સૂત્રની વાત ચાલે છે. છ અણગાર સંસારનાં સુખને ત્યાગ કરીને, કર્મના ગાઢ આવરણને ખસેડવા ઉગ્ર તપની સાધના કરી આત્માની મસ્તીમાં ખુલે છે. એ મહાન પુરૂષોના અંતરમાં જ્ઞાનને દીવો પ્રગટયા હતા. એમણે આત્મકલ્યાણ માટે સંસાર સુખને સુંવાળો માર્ગ છેડી ત્યાગને કઠીન માર્ગ અપનાવ્યું હતું. આત્માથી એને આત્મકલ્યાણ કરતાં દુઃખ પડે ત્યારે દુઃખમાં આકુળ-વ્યાકુળ થતા નથી. ભૌતિક સુખના રાગી જવાને હેજ દુઃખ પડે તે આકુળ વ્યાકુળ થાય છે ને બોલે છે કે મને આ દુઃખ કયાંથી આવ્યું? એમ ઉત્પાત કરે છે. જ્યારે જ્ઞાની પુરૂષ સમતા ભાવે આનંદપૂર્વક સહન કરે છે. એ એ વિચાર કરે છે કે મેં પૂર્વભવમાં જે કર્મ બાંધ્યું છે તેનું આ ફળ છે. તેમાં અકળાવાનું શું ? અજ્ઞાન છે ત્યાં આકુળતા છે ને જ્ઞાન છે ત્યાં નિરાકુળતા છે. જ્ઞાની પુરૂષો એમ વિચાર કરે છે કે કર્માધીન થઈને મારે દેહમાં વસવું પડયું છે. બાકી તે હું દેહથી ભિન એ ચિતન્ય સ્વરૂપી આત્મા છું. આનું નામ સાચું જ્ઞાન છે. બંધુઓ! આજે દુનિયામાં વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે. પણ તે જ્ઞાન આત્માને તારનાર નથી. આત્મજ્ઞાન એ સાચું જ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે શું? દેહ જડ છે ને આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. દેહ આત્માથી ભિન્ન છે. દેહ નશ્વર છે. અગ્નિથી બળે છે. સડી જાય છે ને તેમાં અનેક પ્રકારનાં રોગો ઉત્પન થાય છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy