SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ શારદા દર્શન વિના તેને ચેન પડતું નથી, તેમ જેને શાસ્ત્ર સ્વાધ્યાયનું વ્યસન પડી ગયું હોય તેને પણ સ્વાધ્યાય કર્યા વિના ચેન ન પડે. જીવને એમ જ થાય કે આજે મેં કંઈ કર્યું નથી. જેમ જેમ શાસ્ત્ર સ્વાધ્યાય વધતી જાય તેમ અજ્ઞાન, સ્વછંદતા અને ધર્મહીનતા દૂર થતી જાય ને પિતાને જ ખ્યાલ આવી જાય કે હું કેટલે આગળ વધે? દેવાનપ્રિયે ! બોલ, હવે તમારે કઈ બાબતમાં આગળ વધવું છે? આત્માની ઉન્નતિના ક્ષેત્રમાં કે પછી ભૌતિક સુખની ઉન્નતિના ક્ષેત્રમાં આજે તે મોટા ભાગે માનવીની દેટ ભૌતિક સુખના સાધને મેળવવા માટે હોય છે. જોઈએ છે સુખ અને શાંતિ પણ પુરૂષાર્થ તે ઉલ્ટી દિશામાં કરે છે. પછી તમને સુખ કે શાંતિના દર્શન ક્યાંથી થાય? દિવસમાં બે કલાક કે અડધા કલાક તે તમે આત્મચિંતન કરો. અવળી દેટથી શું મળવાનું છે? તમારી પાસે આટલે બધો પરિગ્રહ છે છતાં સુખ કે શાંતિનું નામનિશાન નથી. સુખેથી ખાઈ કે ઉંઘી શકતા નથી. ત્યારે સાધુ પાસે કંઈ પરિગ્રહ નથી છતાં કેટલું સુખ ભોગવે છે ને તેમના જીવનમાં કેટલી શાંતિ છે. માટે તમે એક વાત જરૂર યાદ રાખજો કે શાંતિ બહારથી નહિ મળે, પણ આત્મામાંથી મળશે. જ્યાં સુધી અજ્ઞાનને અંધકાર નહિ ટળે, આત્મિક જાતિ નહિ જલે ત્યાં સુધી સાચી શાંતિ કે સુખ નહિ મળે. માટે સાચું સુખ જોઈતું હોય તે આત્મા તરફ દષ્ટિ કરે. જેમણે આત્માની અલૌકિક શાંતિ પ્રાપ્ત કરી છે તેવા અણગારે દેવકીજીના મનનું સમાધાન કરીને ચાલ્યા ગયા. કારણ કે સંતે વિના કારણે ગૃહસ્થના ઘરે ઉભા ના રહે. તેમજ વાત પણ ના કરે. તેમને સત્કાર, સન્માનની ઈચ્છા હતી નથી. " न पूयण चेव सिलोगकामी, पियमप्पिय कस्सइ नो करेज्जा। મળદ્દે વિજ્ઞાને કારણે વાતt fમg | સૂય. - સાધુ પિતાના સત્કારની કે કીર્તિની ઈચ્છા ન રાખે. કેઈની સાથે રાગ-દ્વેષ ન કરે. બધા અનર્થોને ત્યાગ કરતે આકુળતા વગરને તેમજ કષાય રહિત બનીને વિચરે. ' સાધુને કેઈ આદર સત્કાર કરે કે તેનું અપમાન કરે તે તેમાં હર્ષ કે શાક ન કરે. વ્યાખ્યાન આપે તે સાંભળીને શ્રોતાજને એમ કહે કે વાહ વાહ શું આપનું વ્યાખ્યાન છે! શું એમની વાણી મીઠી છે ! શું આપનું જ્ઞાન છે. એમ ખૂબ પ્રશંસા કરે તે તેમાં હરખાઈ ન જાય કે કેવા મારા વખાણું થાય છે. જેના હદયમાં પ્રસિધ્ધિ, સત્કાર, સન્માન વિગેરેની ઈચ્છા હોય તે આત્મસાધના કરી શક્ત નથી. માટે બધી ઈચ્છાઓને મહાન સંત ત્યાગ કરે છે. વધુ શું કહું? સાધુને ગમે તેટલા સત્કાર સન્માન મળે તેમાં તે રાચે નહિ. એની દષ્ટિ તે માત્ર મોક્ષ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy