SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રકાશકનું નિવેદન ) સાક્ષાસરસ્વતી સમ, એન શાસનના ઝળહળતા સિતારા, શાસનરત્ના, ખંભાત સંપ્રદાયના મહાવિદુષી, પ્રખર ૦૯ : ખ્યાત', બા. વ્ય, પૂશારદા ઈ મહાસતીજીના શ્રી મુખેથી વીરગેવાણીતા છે. ત્યારે વહી રહ્યો હોય ત્યારે તેમાં તરબોળ થવું તે મહાભાગ્ય છે. આ વિશ્વનાશમાં મધમધના પ જેવું જેમનુ સુવાસિત જીવન છે એવા બા.બ્ર.પૂ. શારદાબાઈ મહાસતીજીએ જન શાસનને ડંકે દેશના ખૂણે ખૂણે વગાડી અનેક આત્માઓને આધ્યાત્મિક માર્ગે વાળ્યા છે, તેમની સુમધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ બને છે અને વીરવાણીના પ્રવાહમાં તલ્લીન થઈ જાય છે. આવા પરમ ઉપકારી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીનું સં. ૨૦૩૨નું ચાતુર્માસ ઘાટ પર મુકામે હતું, ત્યારે ઘાટકે પરના વ્યાખ્યાનોને સંગ્રહ “શારદા શિખર'નું પ્રકાશન કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું, અને મારી ભાવના તે પુસ્તકના પ્રકાશકના નિવેદનમાં મેં વ્યકત કરી છે એટલે તેની પુનકિત કરતું નથી. આવા કાર્યોની તૃપિત કદી હોતી નથી. એક પુસ્તકના પ્રકાશન કર્યાથી તે આવા વધુ પુસ્તક પ્રકાશન કરવાની ભાવના જાગી અને અમારા પૂ. મમતાળું માતુશ્રી મણીબહેનની સતત પ્રેરણા આ કામ મેળવી જ રહી, મહાવિદુપી બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીનું ૨૦૩૩નું ચાતુર્માસ બેરીવલી નકકી થયું અને વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલીએ પૂ. મહાસતીજના વ્યાખ્યાને ગ્રંથસ્થ કરવાનો નિર્ણય કર્યાની મને જાણ થઈ. ઉપર દર્શાવ્યું તેમ પૂ. મહાસતીજીના વધુ પુસ્તક પ્રકાશિત થતા રહે એવી ભાવના રહ્યા કરતી હતી. અને બેરીવલીન “વ્યાખ્યાન સંગ્રહ ” પ્રકાશિત કરવાને અપૂર્વ લાભ મને મળે તે કેવું સારું એમ લાગ્યા કરતું હતું. પૂ. મહાસતીજીના વ્યાખ્યાને ઘાટકે પરમાં તે સાંભળવાને લાભ અવારનવાર મળતા જ હતા, પરંતુ બેરીવલી વારંવાર જવાનું શકય ન હોવાથી તે “વ્યાખ્યાન સંગ્રહ ” પ્રસિધ્ધ કરવામાં સક્રિય સહકાર આપવાની મારી ભાવના પ્રબળ બની. મને એ વાતને આનંદ છે કે શ્રી બોરીવલી સંઘના કાર્યવાહકોની શુભ પ્રેરણા અને તેમની અનુમતિથી આ વ્યાખ્યાન સંગ્રહ “ શારદાદર્શન પ્રસિદધ કરવાની મને તક મળી છે, અને સારે એ સહકાર આપે છે તે માટે હું તને આભાર માનું છું. આ પ્રવચન પુસ્તકમાં બે મુખ્ય પ્રવાહે છે. જેમાં એક શ્રી અંતગડછ સૂત્રને ગજસુકુમાલનો આકાર અને બીજે છે પાંડવ ચરિત્રને અધિકાર. જે ખૂબ રસપ્રદ, બેધદાયક અને વૈરાગ્યસભર છે. પૂ. મહાસતીજીની સચોટ અને જોશીલી શૈલીમાં આ અધિકાર સાંભળતા શ્રેતાઓના હૃદય હચમચી ઉડતા. ઘડીભર ભૈરાગ્યના રંગે રંગાઈ જતા. જે વાણના પ્રભાવથી બોરીવલીમાં તપ, ત્યાગના પૂર ઉમટયા અને અબાલ વૃધ્ધ સૌ ધર્મના પંથે ખૂબ આગળ વદયા. પુસ્તકના વાંચકે, આ પુસ્તક વાંચીને પિતાના જીવનમાં નવીન પ્રેરણા મેળવી આધ્યાત્મ પંથે જરૂર આગળ વધશે એવી અંતરની ભાવના. આ સમયે જેણે જેણે પુસ્તક પ્રગટ કરવામાં દાન આપી તથા ગ્રાહક બની લાભ લીધે છે તે સર્વે ને આભાર માનું છું. લી. મનસુખલાલ છગનલાલ દેસાઈ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy