SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૨૩૩ સાંજે જમા ઉધારનું ખાતું ચોખ્ખું કરે છે અને દિવાળી આવે ત્યારે ચોપડા ચોખા કરે છે. તેમાં વહેપારીને દીકરાને આઠ આના વધે તે પણ ઉપાધિ ને ઘટે તે પણ ઉપાધિ. ગમે તેમ કરીને સાચો મેળ મળે ત્યારે જ જંપીને બેસે છે. તેવી રીતે ભગવાન કહે છે આત્માને ચોપડે ચોખે ન થાય ત્યાં સુધી શાંતિ ન થવી જોઈએ. જ્યારે તમને સમય મળે ત્યારે એમ વિચાર કરો કે મારા જીવનની કાર્યવાહીથી કેઈના આત્માને દુઃખ તે નથી થયું ને? કદાચ કેઈને દુઃખ થયું હોય તે તેની પાસે ક્ષમા માંગ ને ફરીથી એવું ન થાય તેનો ખ્યાલ રાખજે. બને તે કેઈનું ભલું કરજો અને ભલું ન કરી શકે તે બેર, પણ કેઈનું બૂરું ન કરવું એટલું તે જરૂર કરજો. તમારા પિતાના જીવન માટે ના છૂટકે પાપ થાય છે પણ ઘણી વખત માણસ વિના કારણે અનર્થાદંડે દંડાય છે. બીજાનાં અવર્ણવાદ બેલે, નિંદા કુથલી કરે તેમાં શું કેઈનું પેટ ભરાય છે? “ના.” પેટ ભરાતું નથી પણ કેઈની નિંદા કુથલી કરવાથી આત્મા પાપકર્મથી ભારે થાય છે. જીભ કેઈની નિંદા કરવા નથી મળી પણ પ્રભુના ગુણગાન ગાવા. અને મીઠું મધુરું બેલીને સ્વ–પરનું કલ્યાણ કરવા મળી છે, તેના બદલે કેઈની નિંદા કુથલી કરી, કેઈનાં અવર્ણવાદ બોલીને કર્મ બાંધે છે. જ્ઞાની કહે છે તારે જરૂરિયાતથી અધિક ન બેલિવું અને બેલે તે મધુર ને પ્રિય બાલવું. “વિવાર ના શકુ?” જે પ્રિય વચન બેલે છે તેને દુનિયામાં કેઈ શત્રુ રહેતું નથી, પણ જગતમાં પ્રિય બને છે. બંધુઓ! સાત્વિક વાણીને કે પ્રભાવ છે ! કે જે કામ લેઢાનું તીર નથી કરી શકતું તે કામ મીઠું વચન કરી શકે છે. એક વચનના પ્રભાવથી નિર્દય માણસ ક્ષણવારમાં દયાળુ બની જાય છે. અસત્ય બેલનારા સત્યવાદી હરિશ્ચંદ્ર બની જાય છે. રાત-દિવસ લૂંટ અને ચોરી કરનારા લુંટારા વાલ્મિકષિ જેવા પવિત્ર બની જાય છે. કુલટા સ્ત્રીએ સીતા જેવી સતી બની જાય છે. લોભીમાં લેમી મનુષ્ય દાનવીર કર્ણરાજા જેવા ઉદાર બની જાય છે. આ સત્યને પ્રિય વચનને પ્રભાવ છે. આપણે મનુષ્યની વાત કરી પણ સર્પ અને નાગ જેવા ઝેરી જંતુઓ પણ મદારીની વીણાના મધુર નાદથી પ્રભાવિત બની જાય છે, ને મદારીના કહેવા પ્રમાણે ખેલ કરે છે. મંત્રોના શબ્દના પ્રભાવથી દેવે પણ મંત્રવાદીની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. આ બધા વચનને જ પ્રભાવ છે ને? અરે, બીજાની તે વાત કયાં કરવી? પણ આપણા પરમપિતા ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ. બુઝબુઝ ચંડકૌશિક! “વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે છવનમાં.” આટલા શબએ વિષ ભરેલાં ચંડકૌશિક નાગને વશીકરણ કર્યું ને ચંડકૌશિક નાગ ફીટીને દેવ બની ગયે. આ હતી ભગવાનની વાણી. ઉન્માર્ગે ચાલતાં જીવોને સન્માર્ગે લાવવા માટે ભગવંત ફરમાવે છે કે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy