SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન મારા કુણના પુણ્ય ઘટયાં કે જેથી મારા ગુરૂદેવની સેવામાં ખામી આવી ? દેવકી દેવીને કહેવાનો આશય સંતે સમજી ગયાં કે નકકી બધા સંતે વારાફરતી અહીં પધાર્યા લાગે છે એટલે-સંતે એ પણ મધુર અને સત્ય ભાષામાં કહ્યું. “gવ देवाणुप्पिए! अम्हे भहिलपुरे नयरे नागस्स माहावइस्स पुत्ता सुलसाए भारियाए કરાયા છે માયા સોયા સણિયા ગાવ નટકુશ્વર સમા '' હે માતા ! સાંભળ. તારા દીકરા કુષ્ણ વાસુદેવના પુણ્ય ખૂટયાં નથી. એનાં પુણ્ય જીવતાં ને જાગતાં છે. તારો દીકરે તે એ પવિત્ર છે કે તે સંતેને માટે પ્રાણ દે છે. નાના કે મોટા સંતેને દેખે છે ત્યાં એમના ચરણમાં પડી નાના બાળકની જેમ લળી લળીને વંદન કરે છે. વળી તારી નગરીમાં દાતારને પણ તૂટે નથી. સંતેને ઉત્કૃષ્ટ ભાવે દાન વહેરાવે છે પણ તમને જે શંકા થઈ છે તેનું કારણ અમે સમજી ગયા. અમે એકના એક તારા ઘેર આવ્યા નથી પણ જુદા જુદા આવ્યા છીએ. અમે રૂપ અને કાંતિમાં એક સરખા દેખાઈએ છીએ તેથી તને એમ લાગ્યું છે પણ અમે કોણ છીએ તે તું સાંભળ. બંધુઓ ! ભગવાનના સંતે કદી પિતાની ઓળખાણ આપે નહિ અને પિતે કેવી ઋદ્ધિને ત્યાગ કર્યો છે તે બધા ગાણાં ગાય નહિ, પણ ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે કહેવું પડે છે. અહીં દેવકીજીના મનમાં શંકા થઈ એટલે સમાધાન કરવા માટે સંતે કહે છે કે અમે ભદીલપુર નગરીમાં વસતા નાગગાથા પતિની પત્ની સુલશાના અંગજાત છ પુત્રો છીએ. અમે છએ સગા ભાઈઓ રૂપ, કાંતિ, લાવણ્યમાં બધી રીતે એકસરખા નળકુંવર જેવા સુંદર દેખાઈએ છીએ. હજુ આગળના શબ્દો મુનિ બેલ્યાં નથી પણ દેવકીજીનું હૃદય હચમચી ઉઠયું ને મનમાં બેલી ઉઠી. અહા ! એ કેવી પુણ્યવાન માતા હશે કે આવા નળકુંવર સમાન સુંદર અને તેજવી છ છ લાડીલાઓને શાસનને અર્પણ કરી દીધા! એ માતા કેવી બડી ભાગ્યવાન હશે ! આ સમયે દેવકીજી છ અણગારાની માતાને ધન્યવાદ આપતાં પેાતાનું મંથન કરવા લાગી. બંધુઓ ! સંતાન પ્રત્યે માતાની મમતા અલૌકિક હોય છે. દેવકીમાતા સમજતી હતી કે તેને વારંવાર મારે ઘેર ગૌચરી આવવું પડયું એટલે મારા કૃણજીનાં પુણ્ય ખૂટી ગયા પણ સંતાએ કહ્યું કે અમે છ સગા ભાઈ એ છીએ. તારી નગરીનાં કે તારા પુત્રના પુણ્યમાં ખામી નથી. ત્યારે દેવકીજીના હૈયામાં ઠંડક વળી. જુઓ, આ છે માતાની મમતા, માતાનું હૈયું કેવું હોય છે ને માતાને પોતાના સંતાને પ્રત્યે કેટલું હેત હોય છે તે કેવળ માતા જ જાણી શકે છે. પહેલાનાં સંતાને એની માતાને મામા કહીને બોલાવતા હતાં. એ “મા” શબ્દમાં પણ કેટલે પ્રેમ ભર્યો હોય છે. હવે માને મધર કહેતાં થયા ત્યારથી અધ્ધર ઉડતા થયા. મધર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy