SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શારદા દા ને મહેલે પધાર્યા. ત્યારે દેવકીરાણીએ હર્ષભેર ઉત્કૃષ્ટ ભાવે દાન દીધું. ઉત્કૃષ્ટ ભાવે વહેરાવવાથી મહાન લાભ મળે છે. શાલીભદ્રજી પૂર્વભવમાં ભરવાડના પુત્ર હતા. એને શેઠના છોકરાને ખીર ખાતે જોઈને ખીર ખાવાનું મન થયું. માતા પાસે હઠ કરી એટલે માતાએ દૂધ અને સાકર માંગી લાવીને ખીર બનાવી આપી. તે ખીર ઉત્કૃષ્ટ ભાવે તેણે સંતના પાત્રમાં વહરાવી દીધી તે શાલીભદ્રના ભવમાં કેટલી સમૃધિ પામ્યા ! તમે નવા ચોપડાં લખે તેમાં લખે છે ને કે શાલીભદ્રની ધિ મળજે, પણ ક્યારેય લખ્યું છે ખરું કે શાલીભદ્રએ અધિને ત્યાગ કરીને દીક્ષા લીધી તેમ હું પણ દીક્ષા લઉં એવું કઈ લખો છો? ન લખતાં હો તે હવે લખજે. દેવકીરાણીએ ઉત્કૃષ્ટ ભાવે સંતને આહારપાણી વહોરાવ્યા. પછી તેનાં મનમાં એ સંશય થશે કે જૈન મુનિ કરી એક ઘેર બે વખત ગૌચરી માટે જાય નહિ અને આ મુનિઓ ત્રીજી વખત મારા ઘેર પધાર્યા તે મારા બડભાગ્ય છે, હું તે ભાગ્યવાન બની પણ મારે એ જાણવું તે જોઈએ કે આમ શાથી બન્યું? શું બાર જોજન લાંબી અને નવ જન પહોળી દ્વારિકા નગરીમાં દાતારને તૂટે પડ્યો કે મારા પ્રભુના સતેને આહાર પાણી મળતા નથી. “નો જે જે તારું જ યુટ્યા વો િતન્નતિ મનાઇ અણુવત્તર ” જેને કારણે તેમને એક ઘરમાં વારંવાર આહાર પાણી માટે આવવું પડે છે ! જુઓ, દેવકીની વાણી કેટલી પ્રિય અને મધુર છે ! એમ ન કહ્યું કે મહારાજ ! બે વખત તમે મારે ઘેર આવી ગયાં ને ત્રીજી વખત કેમ આવ્યા ? પણ કેટલી મધુરતાથી કહે છે. હે ભગવાન! મારા કૃષ્ણનું પુણ્ય ઘટયું તેથી દ્વારકા નગરીના દાતારો સાધુને વહેરાવવામાં સંકુચિત બન્યા છે ! દેવકીજીને કેટલી ચિંતા થઈ. આજે તે ધરતીમાંથી રસકસ ઘટયાં ને માનવીનાં મન ચોરાઈ ગયા. એક જમાન એ હતું કે ગરીબ માણસ કોઈને ખેતરમાં જાય તે ખેતરને માલિક મણ, અડધે મણ અનાજ આપી દેતે, અરે, જેડા તેલ પીતાં હતાં ને છાશ ઢેર પીતાં. તેના બદલે આજે તે માણસને તેલ ખાવા મળતું નથી ને છાશના સાંસા પડયા છે. અનાજ પડીકે બંધાયા છે. એક વખત ભારત દેશમાં ખાનપાનને તૂટે ન હતો. કવિઓ પણ ગાય છે કે, ઘી દૂધની નદીઓ હતી, આ દેશ ભારત વર્ષમાં સાચા ઘીના બદલે (૨) લેકે વેજીટેબલ ખાતા થઈ ગયાં. ભૂલી ધમ... આ દેશમાં પહેલાં ઘી અને દૂધની નદીઓ વહેતી હતી તેને બદલે આજે તે કે વેજીટેબલ ઘી ખાતા થઈ ગયાં છે તે બાટલીનાં દૂધ પીવે છે. નાના બાળકને પણ એની માતાનું દૂધ પીવા મળતું નથી. એને બાટલીનું દૂધ પીવડાવવામાં આવે છે. અહીં દેવકીમાતાએ કહ્યું કે હે ગુરૂદેવ ! શું મારી દ્વારકા નગરીનાં પુણ્ય ઘટયાં કે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy