SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શારદા દર્શન એમા કયાંથી ફેરવીએ તારી માળા, ગુરૂરાજ મારા મહાવીર ગુણ ગાશું, હમણાં નથી નવરાશું.... ગુરૂદેવ મારા... ઘડપણમાં.... તૃષ્ણા આકાશ સમાન અનંતી છે. જ્યાં સુધી તમે ઈચ્છાઓની આગ નહિ છે ત્યાં સુધી સંતેાષની શીતળતા નહિ મેળવી શકે. યાદ રાખજો કે અધકાર અને પ્રકાશની જેમ ઈચ્છા અને સાષ પરસ્પર વિરોધી છે. તમે શુ ઝંખા છે? ઈચ્છા કે સ ંતાષ ? (શ્રોતામાંથી અવાજ :–સતાષ) સાષમાં આવવા માટે સમ્યગ્જ્ઞાનની અવશ્ય જરૂર છે. સભ્યજ્ઞાનના પ્રકાશ અલૌકિક છે. પણ આજે વિજ્ઞાનના યુગમાં અક્ષરજ્ઞાન વધવા માંડયુ છે, વાંચન અને લેખન પ્રગતિશીલ બન્યું છે. વાક્ચાતુર્ય ખીલ્યું છે. અને નવી નવી વૈજ્ઞાનિક શેાધખાળેાએ માનવીને આશ્ચર્ય મુગ્ધ કરી દીધા છે. પણ અંદરમાં તમે ડોકીયુ કરીને જોશેા તેા જીવનમાંથી સદાચાર ઘટતાં દેખાય છે. તપેાખળ ક્ષીણ થતુ જાય છે, પ્રમાણિકતા ઘટવા માંડી છે, અહ ભાવનું તાંડવ વ્યાપી રહ્યું છે ને ધમ ની અવગણના થઈ રહી છે. જે જ્ઞાન-વિજ્ઞાન જીવનમાં શુધ્ધિનેા સંચાર કરે, સદાચારની મધુરતા લાવે, વિચારેામાં સાત્વિકતા પ્રગટાવે, પ્રમાણિકતાનું બળ આપે, વિનય—વિવેકની જ્યાત ઝગમગાવે, ત્યાગનુ ખમીર ખીલાવે. પરમા અને પરોપકારનું જોમ આપે, સૌજન્યની સુવાસ મહેકાવે, તપનુ' તેજ પ્રસરાવે, તત્ત્વના પ્રકાશ પાથરે તે જ્ઞાન સાચું જ્ઞાન છે. આવા જ્ઞાનને આજે અશ દેખાતા નથી. જ્ઞાન એ આત્માને ગુણુ છે. તેને મહિમા અને ઉપયેગીતા સૌને માન્ય છે. જીવ, અજીવ આદિ તત્ત્વોને યથાર્થ સ્વરૂપમાં જાણવા તે સાચુ' જ્ઞાન છે. એ જ્ઞાન જ્યારે વિશિષ્ટ કાટીનું અને ત્યારે વિજ્ઞાન કહેવાય છે. જ્ઞાન એ પ્રકાશ છે ને અજ્ઞાન એક પ્રકારના અંધકાર છે. રાત્રીના અંધકાર સૂચના પ્રકાશથી નષ્ટ થાય છે તેમ અનંતકાળથી આત્મા ઉપર લાગી ગયેલા ગાઢ અંધકારને દૂર કરવા માટે જ્ઞાન એ સૂર્ય સમાન છે. ભેાજનથી ભૂખનુ દુ:ખ ટળે, અને જ્ઞાનથી વિષયવાસના ટળે છે, જ્ઞાન આવવાથી વિષચેાની કટુતા સમજાય છે, વિષય સુખની ઈચ્છા નાશ પામે છે ને વિષયાના ત્યાગ સહજ બને છે. ગ્રીષ્મૠતુમાં પરખનું પાણી તરસ્યા માણુસની આંતરડી ઠારે છે તેમ જ્ઞાન પરમનું પાણી વાસનાથી સંતપ્ત આત્માને અનહદ શીતળતા આપે છે. અંજનના ગુણુ આંખાનું તેજ વધારવાના છે ત્યારે જ્ઞાનાંજનઆંતરચક્ષુને તેજસ્વી બનાવે છે. એટલે જ્ઞાન એ આત્માનું સર્વસ્વ છે. બંધુઓ ! ભગવાને પ્રરૂપેલા સિધ્ધાંતમાં અલૌકિક જ્ઞાન ભરેલુ છે. એવા અ’તગડ સૂત્રમાં છ અણુગારોની વાત ચાલે છે. છ અણુગારો આત્મજ્ઞાનમાં મસ્ત બનેલાં છે, માત્ર સંયમયાત્રાના નિર્વાહ માટે છઠ્ઠના પારણે ગૌચરી માટે નીકળ્યા છે. તેમાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy