SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શારદા દર્શન પરેશાન કરે છે. જ્યારે આધ્યાત્મિક વિજયી મહારાજા ત્રણે જગતમાં સત્ય, નીતિ, સદાચાર, કરૂણ, ક્ષમા આદિ પવિત્ર ધર્મોનું સામ્રાજ્ય સ્થાપીને અનેક ઈવેનું કલ્યાણ કરાવે છે, શાંતિ પમાડે છે. ભૌતિક વિજયી રાજા બીજાની સ્વતંત્રતા લૂંટીને પરાધીન બનાવી દે છે ને આત્મિક વિજયી રાજા પિતે કર્મની પરતંત્રતામાંથી મુક્ત બનીને સ્વતંત્ર બને છે ને એના શરણે આવનારને પણ સવતંત્ર બનાવે છે. દેવાનુપ્રિયે! જ્ઞાનીએ બંને સંગ્રામની સરખામણી કેટલી સુંદર રીતે કરી છે. હવે તમને ક્યા સંગ્રામમાં વિજય મેળવવું ગમે છે? તમે જવાબ નહિ આપે. પણ જ્ઞાનીના વચનાનુસાર કહું છું કે અનાદિકાળથી મહમાં મૂઢ બનેલે સંસારી જીવ આ જગતમાં થતાં બાહ્ય સંગ્રામને વિજય સાંભળવામાં જેટલે આનંદ માને છે તેટલે આત્મિક સંગ્રામમાં નથી માનતે. જયારે લડાઈ ચાલતી હોય છે ત્યારે કેણ જીત્યું ને કેણ હાર્યું? આ બધું જાણવા માટે સમાચાર સાંભળશો. પેપર વાંચશે. ચીન શું કરે છે, ભારત શું કરે છે, જાપાન અને રશિયા શું કરે છે આ બધી વિગતે જાણવા માટે જેટલી આતુરતા છે તેટલી આતુરતા જે પિતાનામાં રાત-દિવસ ચાલી રહેલાં ભીષણસંગ્રામમાં જીતવા માટે થાય તે હું માનું છું કે જીવને બેડે પાર થઈ જાય. તમને જે પક્ષ ગમે છે તેને વિજય થાય તે નાચવા ને કૂદવા લાગે છે. હમણાં કોંગ્રેસ અને જનતા પાર્ટીની ચૂંટણી થઈ. તેમાં જનતા પાર્ટીની જીત થઈ ત્યારે તમને કેટલો આનંદ ને ઉત્સાહ હતા ! જે નેતાઓ જીત્યા તેમના માટે કેટલા સત્કાર -સન્માનનાં સમારંભ યોજાયા. ગુલાલ ઉડાડયા. સરઘસ કાઢ્યા. આ બધે ભૌતિક વિજયને આનંદ મનાવ્યા. પણ શું આ સત્તા શાશ્વત છે? જ્યારે ખુરશી ઉપરથી ઉઠાડી મૂકશે તેની ખબર નથી. માટે આ સાચે વિજય નથી. એક લેકમાં પણ કહ્યું છે કે, न त जित साधु जित. ये जित अवजीयति । त खु जित साधु जित, य जितं नावजीयति || વિજય પરાજયમાં પલટાઈ જાય તે સાચે વિજય નથી. જે વિજય મેળવ્યા પછી કદી પરાજય થતું નથી તે સાચે વિજય છે. આપણું પરમ ઉપકારી ભગવતે પણ એજ વાત સમજાવી છે કે એક ભુજાબળથી જે મનુષ્ય લાખ સુભટોને દુર્જય સંગ્રામમાં જીતી જાય છે તે સાચે વિજેતા નથી પણ પિતાના આત્માને જીતે છે તે સાચે વિજેતા છે. માટે જો આમાનું ઉત્થાન કરવા ઈચ્છતા હો તે બાહ્યદષ્ટિને ત્યાગ કરી અંતર્દષ્ટિ કેળ અને અનંતકાળથી સંસારની કેદમાં આત્માને પૂરી રાખનાર મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભગ આદિ શત્રુઓ પર વિજય મેળવે એ જ પરમ અને ચરમ વિજય છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy