SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ܘܕܕ શારદા દશ ન ઈચ્છા પ્રમાણે દાગીના ઘડાવી આપે છે, અને ભારેમૂલી સાડીઓ પણ લાવી આપે છે. તેવી રીતે કેઈ ભક્ત ઉપર દેવ પ્રસન્ન થાય છે તેની ઈચ્છા મુજબ વરદાન આપીને તેને ન્યાલ કરી દે છે. કેઈ વિદ્યાભિલાષી વિદ્યાથી પિતાના વિનયગુણ દ્વારા પિતાના શિક્ષકને પ્રસન્ન કરે છે તો તેને શિક્ષક પ્રેમથી ભણાવે છે. બાર મહિનાને કોર્સ છે મહિનામાં પૂરે કરાવે છે ને પરીક્ષામાં સારા નંબરે પાસ કરાવે છે. બંધુઓ ! આ બધી તે તમારા સંસારના લાભની વાત થઈ પણ સાધુપણામાં જે શિષ્ય પિતાના ગુરૂને વિનય કરે છે, ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે છે તેના ઉપર ગુરૂ પ્રસન્ન થાય છે, તે પિતાના શરણમાં આવેલા અધમ ને પણ ઉધાર કરે છે ને પાપીને પણ પુનીત બનાવે છે, અને આ સંસાર સાગરથી તારે છે. એટલે કે જન્મમરણનાં દુઃખથી મુક્ત બનવાને સરળ અને સીધે ઉપાય બતાવે છે. અર્જુન માળી જે રોજ સાત જીવની ઘાત કરનાર પાપીમાં પાપી જીવ સુદર્શન શેઠની સાથે ભગવાનના શરણે ગયે. ભગવાનને વંદન નમસ્કાર કરી તેમની આજ્ઞામાં સમર્પણ થઈ ગયે તે ભગવાને તેને સંસાર સાગરથી તરવાને માર્ગ બતાવ્યું, અને તે છ મહિનામાં પિતાનાં કર્મોને ચકચુર કરીને આત્મસાધના સાધી ગયા. દરેક કાર્યમાં વિયની જરૂર છે. દશકાલીક સૂત્રમાં ભગવંતે વિનયનું મહત્વ બતાવતાં કહ્યું છે કે ए; घम्मरस विणओ, मूलं परमो से मुक्खो । તેજ િિત્ત પુર્વ ધિં નીસે જાઉમાદા II અ. ૯ ઉ. ૨ ગાથા ૨ ધર્મનું મૂળ વિનય છે. અને ધર્મને અંતિમ રસ મોક્ષ છે. વિનયથી કતિ તેમજ સંપૂર્ણ શ્રતને જલદી મેળવી લે છે. જેમ વૃક્ષના મૂળથી થડ વગેરે અનુક્રમે ઉત્પન્ન થાય છે તેમ વિનયથી શ્રત વગેરેની પ્રાપ્તિ થાય છે. મૂળ વગર ઝાડ એક ક્ષણ પણ ટકી શકતું નથી એ રીતે વિનય વગર ધર્મ ટકી શકતું નથી. તેથી ધર્મનું મૂળ વિનય કહ્યું છે. આ છ અણગારો ખૂબ વિનયવંત હતાં. તેમનાથ ભગવાનની જે આજ્ઞા તે જ અમારે શ્વાસ અને એ જ અમારો પ્રાણ એવું સમજીને દીક્ષા લીધી હતી. આવા સંતાને જે માતાની કુંખે જમ્યા તે માતાને પણ ધન્ય છે. આગળની નારીઓ પણ કેવી પવિત્ર હતી કે જેમની કુંખે આવા ઉત્તમ પુત્રરને પાકતાં હતાં. આજે તે માતા પિતામાંથી સત્વ ગયું ને સંતાને પણ સત્વ વિનાના થઈ ગયા. આજના જીવનમાંથી શ્રમ ગયે ને વાસના વધી છે. આગળના માણસે શ્રમજીવન જીવતાં હતાં. માણસ જેટલે શ્રમ વધુ કરે તેટલા વિકાર અને વાસના ઘટતાં હતાં. અહીં એક પ્રસંગ યાદ આવે છે,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy