SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન મારી ભૂખ કે તરસ મટે નહિ એવી કારમી ભૂખ તરસ લાગતી હતી. ત્યાંની અનંતી ગરમીના ત્રાસથી આકુળ-વ્યાકુળ થઈ ગયે એટલે હું ત્યાંની વૈતરણ નદી પાસે ગયો એ નદીમાં વહેતું પાણી જોઈ ખુશ થતે પાણીની આશાથી ત્યાં ગયે. પાણીમાં હાથ નાંખ્યા તે તેના વહેણથી મારા હાથ ચીરાઈ ગયા ને ભયંકર વેદના થવા લાગી. ત્યાંની રત્નપ્રભા પૃથ્વીનાં રત્નો ચમકતાં દેખાય પણ તેમાં એવી ગરમી હતી કે અહીંના ધગધગતા અંગારા એની આગળ આઈસ જેવા લાગે. ત્યાંના વૃક્ષો એવા હતાં કે શીતળ પવન ખાવા માટે શાલ્મલી વૃક્ષ નીચે બેસવા જઈએ તે તેના પાંદડા મારા શરીર ઉપર પડતાં છરાની ધાર જેમ ભેંકાઈ ગયા. તે સિવાય પરમાધામીએ એક સામટાં કેઈ હાથ કાપે, પગ કાપે અને ભડભડતી અગ્નિમાં ફેંકી દે. કેઈ કરવતથી લાકડુ વેરે તેમ મને વેરવા લાગ્યા. આ બધાં કટે જ્યારે મને પડતાં હતાં ત્યારે મને કઈ બચાવો...બચાવ કહીને હું કાળે કલ્પાંત કરતું હતું પણ તે માતા! ત્યાં મારી રાડફરિયાદ સાંભળનારૂં કેઈ ન હતું. એ દુઃખે મેં કેમ સહન કર્યા હશે? એટલાં દુખે વેઠવા છતાં મને કંઈ લાભ થયો નહિ ત્યારે સમજણપૂર્વક હું સંયમ અંગીકાર કરું છું ત્યાં મને કષ્ટ પડશે તેને સમતા ભાવે સહન કરીશ તે મારા કર્મો ખપી જશે વળી હે માતા? તું એમ કહે છે કે ત્યાં બિમાર થઈશ તે કઈ દવા ઉપચાર નહિ થાય. ત્યાં તારી ખબર લેવા કેઈ નહિ આવે. તે સમયે હું શું કરીશ? તે સાંભળ. વનમાંહે વિચરે મૃગલા એકલા, તેમ વિચરશું સંયમમાંય, સાંભળ હે માંડી આજ, આજ્ઞા આપે તે સંયમ આદરું... હે માતા! જંગલમાં ફરતા મૃગલાએ આદિ પશુ પક્ષીઓની કેશુ ચિકિત્સા કરે છે? જેમ વનમાં મૃગલા એકલા ફરે છે તેમ હું સંયમરૂપી વનમાં તપ કરતા વિચરીશ. जहा भिगस्स आयको, महारणम्भि जायई। અન્ન રુવમૂofમ, વળ તા તિમિચ્છર | અ. ૧૯ ગાથા ૭૮ મોટા અરણ્યમાં મૃગલાના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે ત્યારે વૃક્ષ નીચે બેઠેલાં મૃગની કેશુ ચિકિત્સા કરે છે? તેને કેણ ઔષધ આપે છે? તેની કેણ ખબર પૂછે છે? તેને ખાવાપીવાનું કોણ આપે છે? જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે તે વનમાં જાય છે અને ખાનપાન માટે લત્તાઓ, વેલાઓ ને તળાવે શોધે છે. લત્તાઓ અને જળાશયોમાં ખાઈ-પીને કૂદકા મારતાં મૃગલાઓ તેમનું જીવન વિતાવે છે, તેમ હે માતા! હું પણ મૃગલાની જેમ સંયમમાર્ગમાં વિચરીશ ને મારા કર્મો ખપાવીને મેક્ષમાં જઈશ. ન દેવાનુપ્રિયે! દઢ વૈરાગીના જવાબ કેવા સચેટ હોય છે! જેવા માતાના પ્રશ્નો હતા તેવા જડબાતોડ જવાબ આપી દીધા. હવે માતાની તાકાત છે કે દીકરાને સંસારમાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy