SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૭ શારદા દર્શન કહેવાય છે કે મહાનપુરૂષનું હૃદય બીજાનું દુઃખ જોઈને કુલ કરતાં પણ કમળ બની જાય છે, અને પિતાનાં કમેને તેડવા સમયે વા કરતાં પણ કઠેર બની જાય છે. આપણાં ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીને જન્મ થયા બાદ તેમને ઈન્દ્રો મેરૂ પર્વત ઉપર લઈ ગયા, અને દેવે જ્યારે પાણીના કળશ ઢળે છે ત્યારે ઈન્દ્રને સહેજ શંકા થઈ ત્યારે ભગવાને સહેજ અંગુઠો હલાવ્યો તે મેરૂ પર્વત ખળભળી ઉઠયો પણ એ જ પ્રભુને સંગમે ઉપસર્ગો આપ્યા તે સિવાય અનાર્ય દેશમાં કેટલાં કષ્ટ પડયા ત્યારે તેમણે શકિતનો ઉપગ ન કર્યો. જે તેમણે ધાર્યું હોત તો સંગમને સેકંડમાં ફેંકી દેત પણ એમને કર્મ ખપાવવા હતાં એટલે આવેલા કન્ટેને સમભાવે સહન કર્યા તેમ આ કમળ દેહવાળા અણગારેએ પણ કર્મ ખપાવવા માટે કેમળ દેહ ઉપર સંયમનું લેખંડી બખ્તર પહેરી લીધું જ્યારે તેઓ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે તેમની માતાએ ઘણું સમજાવ્યા હતા કે બેટા! આ તમારું શરીર સુકમાલ છે. સંયમના કટ તમારાથી સહન નહિ થાય પણ આત્મા જાગે છે ત્યારે દેહની દરકાર કરી સંસારમાં બેસી રહેતું નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃગાપુત્રને અધિકાર આવે છે. મૃગાપુત્ર જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તેની માતાએ કહ્યું. सुहेाइओ तुमं पुत्ता, सुकुमाला सुमनिओ। ન ટુ સી મ્ તુમ ઉતા, સામMIT મyપાકિયા. અ. ૧૯ ગાથા ૩૫ હે પુરા ! તું સુખમાં ઉછર્યો છે. વળી તારું શરીર સુકુમાલ છે. અને તું સુખમાં મગ્ન રહે છે માટે ચારિત્રાનું પાલન કરવાને તું સમર્થ નથી. જેનું શરીર કસાયેલું હોય તે દીક્ષા લઈ શકે. ત્યાં તારા જેવા સુકમળ રાજકુમારનું કામ નહિ. કારણ કે તું તે મખમલની તળાઈમાં સૂવે છે. તેમાં સહેજ તણખલું આવી જાય તે તને ખૂંચે છે. ઉગતા સૂર્યના કિરણે તારા ઉપર પડે છે તે તારું મુખ કરમાઈ જાય છે. અહીં તું નિત્ય નવા ભજન કરે છે સ્નાન, વિલેપન બધું કરે છે પણ દીકરા! ત્યાં આવું કાંઈ જ નહિ મળે, અહીં તને હેજ માથું દુખે તે તારા માટે મેટા વૈદે ને હકીમે તેડાવાય છે પણ સંયમમાં બિમારી આવશે તે તું શું કરીશ? માથાના વાળ ભાજીપાલાની જેમ ચૂંટાશે, શિયાળે કડકડતી ઠંડી લાગશે, ઉનાળામાં ધોમધખતે તડકે પડશે ને ચોમાસામાં કયારેક આહાર પાણી મળશે ને કયારેક નહિ મળે. તે પણ ઠંડાને રસ વગરનાં ભેજન મળશે આ બધું કેમ સહન થશે? ત્યારે મૃગાપુત્રો કહે છે કે હે મોરી માતા! આ બધા સુખો મને અહીં મળ્યા છે. પણ આ મારો આત્મા જ્યારે નરકમાં ગયો ત્યાં કેવા કેવા દુઃખો વેઠયાં છે તે સાંભળ. નરક ગતિમાં હું ગમે ત્યાં મને કેટલી ભૂખ લાગતી હતી કે સારી પૃથ્વી ઉપરનું અનાજ મને આપે તે ખાઈ જાઉં અને આ સાગર પી જાઉં તે પણ શા.-૧૩
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy