SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન હોત તે મહાન પુરૂ સંસાર તજવા જેવો છે એમ ન કહેત. તેમ તે પોતે પણ સંસારને છોડતા નહિ. સંસારમાં ભલે તમને સુખ દેખાતું હોય પણ એ સુખ નથી સુખાભાસ છે. સંસારનું એક પણ સાધન કે સ્થાન જીવને ઠારનાર નથી પણ બાળનાર છે. આવો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં જીવને સંસાર પ્રત્યેનો રાગ વધતો જાય છે. પણ જરા વિચાર કરો. આ સંસાર આનંદદાયક નથી પણ આકંદદાયક છે. એમાં ભારોભાર દુઃખ ભર્યું છે. સુખ તે સ્વલ્પ માત્ર છે. તેથી જ્ઞાની ભગવંતો કહે છે કે આ સંસારમાં સુખનો દુકાળ છે. માટે સંસારનો રાગ ઓછો કરે. આઠમું અંગ અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનના ભાવ ચાલે છે. દ્વારિકા નગરીમાં એમનાથ ભગવાન પધાર્યા છે, તેમના શિષ્ય પરિવાર ઘણે વિશાળ છે. ભગવાનના બધા શિવો આત્માથી હતા. કોઈ જ્ઞાનમાં, કંઈ સ્વાધ્યાયમાં તે કઈ તપમાં લીન હતા. કઈ તપ ન કરી શકે, જ્ઞાન ન ભણી શકે, તે તપસ્વીઓની ને જ્ઞાનીઓની શુદ્ધ ભાવે વૈયાવચ્ચ કરતા હતા. અહો ! મારા સંતે આટલું બધું કરે છે ને મેં પૂર્વભવમાં એવા ચીકણું કર્મો બાંધ્યા છે કે હું કંઈ જ કરી શકતા નથી તે હું તેમની સેવા તે કરું આવી રીતે વૈયાવચ્ચ કરવાથી પણ જીવ મહાન લાભ મેળવે છે. ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછયું કે વેરાવો મતે વે કિં કરૂ? વૈયાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે કરૂણાસાગર ભગવંતે કહ્યું કે હે ગૌતમ! વેરાવળ તિરથાર નામ છે નિવપર! વૈયાવચ્ચ કરવાથી જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. જુઓ તે ખરા ! એક વૈયાવચ્ચ કરવામાં પણ ભગવંતે કેવો મહાન લાભ બતાવ્યા છે તેમનાથ ભગવાનના બધા સંતો ગુણની પેટી સમાન હતા. પણ અહીંયા છ અણગારની વાત ચાલે છે કારણ કે જે સમયે જેની પ્રધાનતા હોય તેમની વાત કરાય છે એટલે શાસ્ત્રકાર કહે છે “તૈm ii તેવાં સમgii વો દિનેનિસ ચંતેવાસી છે - જ મા સહાય ત્યા”તે કાળને તે સમયે છ સગાભાઈઓ અરિહંત એવા અરિષ્ટનેમિ ભગવાનના અંતેવાસી (શિષ્ય) થયા. આ છ ભાઈઓ કેના પુત્ર છે ને કેવી રાધિ છોડીને દીક્ષા લીધી છે તે વાત પછી આવશે. હવે આપણે અહીં એ વાત સમજવી છે કે દીક્ષા કયારે લઈ શકાય? સંસારનો મેહ છૂટે, કાયાને રાગ છૂટે ત્યારે સંયમ લઈ શકાય છે પણ તમને તે સંસારને કેટલે મેહ છે ! કંઈક છે સંસાર સુખનો મેહ છોડી શકે છે પણ આ કાયાને મોહ છોડી શકતા નથી. તેથી કહે છે કે લેચ કરે પડે, સ્વાદ જીતવા પડે આ બધું મારાથી સહન થાય નહિ. એ અજ્ઞાની જીવને ખબર નથી કે આ કાયા કેવી છે? તારી કાયા કરમાઈ જશે, કંચન જેવી કાયા કરમાઈ જશે, ગેરી ગેરી ચામડીને અંગે સુવાળા, દર્પણમાં દેખી તું કરે ચેનચાળા, એક ચપટીમાં ચાળા ભુલાશે, જયારે કાયા કરમાઈ જશે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy