SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન આજ્ઞાનું બરાબર પાલન કરજે. હે પુત્રી ! તું તારા પતિ ઉઠે તે પહેલા વહેલી સવારમાં ઉડી જજે. પણ આળસ કરીને પથારીમાં આળોટીશ નહિ. પતિને જમાડીને પછી તું જમજે. કુસંગે કદી ચઢીશ નહિ. સંગ કરે તે સજ્જનને કરજે પણ દુર્જનને ન કરીશ સવારમાં ઉઠીને દરરોજ નવકાર મંત્રનું સ્મરણ કરજે. દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવળી પ્રરૂપિત ધર્મનું શરણું ગ્રહણ કરજે, અને કદી વગર વિચારી વાણી બોલીશ નહિ મધુર અને પ્રિય લાગે તેવું વચન બેલજે, કદી કેઈની નિંદા કરીશ નહિ. અને હું પાંચ પતિની પત્ની આવી મેટી મહારાણી. મારે કેટલું સુખ છે. એવું તું અભિમાન કદી કરીશ નહિ. સાસરિયામાં સદા સરળ અને નમ્ર બનીને રહેજે. કેઈ તારા અવગુણ બેલે તે પણ તું તેના અવગુણ ન બેલીશ. પણ તેના ગુણ ગ્રહણ કરજે, હસ્તિનાપુરમાં સંત સતીજી પધારે તે તેમના દર્શન કરજે. તેમને તું આદર સત્કાર કરજે ને તેમને સુપાત્ર દાન દેજે, કઈ સારા કાર્યમાં તું અંતરાય પાડીશ નહિ. કોઈને અંતરાય પાડવાથી આપણને અંતરાય કર્મ બંધાય છે. તું સદા ધર્મધ્યાન કરજે. આ પ્રમાણે ઘણી હિત શિખામણ આપતાં કહે છે કે દીકરી ! તું આજે અમને બધાને રડતા મૂકીને પિયર છેડી સાસરે જાય છે તે બેટા ! અમારા અંતરના તને આર્શીવાદ છે કે તું સદા સુખી રહેજે. આનંદથી રહેજે પણ આ તારા માતા-પિતાને તારા કુશળ સમાચાર આપતી રહેજે. તારા વિના અમારા મહેલ આજે સૂનાં સૂનાં લાગશે. તું એક દિવસ પણ વિખુટી પડી નથી. હવે મને કેમ ગમશે? આટલું બોલતાં માતા મૂછિત થઈ ગઈ. હજુ તેઓ શું શું કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૧ અષાડ વદ ૧૪ ને ગુરૂવાર તા-૧૪-૭-૭૭ સુજ્ઞ બંધુઓ! અનંત જ્ઞાની, આગમના આખ્યાતા, અને વિશ્વમાં વિખ્યાતા એવા શાસનપતિ ભગવતે જગતના ના ઉધ્ધાર માટે અમેઘ દેશના આપતાં કહ્યું કે હે જીવાત્માઓ! તમે આ સંસારમાં સુખ માનીને મલકાઈ રહ્યા છે પણ આ સંસાર કે છે? “બ સુ દુ સંસાર” અહો ! આ સંસાર દુઃખથી ભરેલું છે. અજ્ઞાની છ મહદશાથી એમ માને છે કે આ સંસારનાં સુખ એ સાચા સુખ છે. સંસારના સુખે મને તૃપ્તિ આપશે, પરમ આનંદ આપશે, અનેરી શાંતિ આપશે, સાચું સુખ અનુભવાશે. પણ સમજે તે સંસારની કઈ વસ્તુ સ્વાભાવિક સુખ આપી શકતી નથી. સંસાર તે દુઃખને ભરેલું છે. તેમાં સુખ કયાંથી હોય ? સંસારમાં તે સુખને દુકાળ હોય છે. જે સંસારમાં સુખની છોળે ઉછળતી હોત, સુખને સુકાળ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy