SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન જમાડે. જમાડીને ગાદી ઉપર લઈ ગયા ને કહ્યું – ભાઈ! તમે થોડી વાર આરામ કરો. બહુ થાકી ગયા હશો. વગર ઓળખાણે આટલી બધી સેવા અને ઉદારતા જોઈને પિતાની દેવાળું કાઢેલી સ્થિતિ ઉપર શાંતિલાલના મનમાં ખેદ થાય છે કે આટલી બધી સેવા લેવાની મારામાં શું લાયકાત છે? હું શેઠનું શું કરી શકવાને છું? શેઠને કહે છે શેઠજી! આપની આટલી બધી સેવાથી હું તે શરીરે હળવો ફૂલ થઈ ગયો છું પણ આત્માથી ભારે બની ગયું છું એટલે હું બેઠો છું. આપ સુખેથી આરામ કરી લે, ત્યારે શેઠે કહ્યું – ભાઈ ! તમે આવું કંઈ બોલશે નહિ. આપ ભારે શેના? મેં તે આપના માટે કાંઈ કર્યું નથી અને કદાચ આપને મેં બહું કર્યું છે એમ લાગતું હોય તો એ બધું આપનું છે, એમ સમજી લે પણ તમે એવું કંઈ મન ઉપર લાવશે નહિ, શેઠે પૂછેલો સુખ સંદેશ - શેઠે પૂછયું ભાઈ! કંટુંબ પરિવાર તો કુશળ છે ને ? અને ધંધા પાણી બરાબર ચાલે છે ને? ત્યારે શાંતિલાલે કહ્યું મેટાભાઈ આપ જેવા વડીલની કૃપાથી આનંદ છે. બાકી ગામડામાં તે એવું જ ચાલે ને ? ત્યારે શેઠે કહ્યું ભાઈ ! તે અમારા જેવું કામકાજ હોય તે ફરમાવજે તે અમને લાભ મળે. અમારા સદ્ભાગ્યે અમને આપને કુદરતી લાભ મળે છે. શાંતિલાલે કહ્યું શેઠજી! ઘેરથી નીકળે ત્યારે હું બીજા કામે નીકળ્યો હતો ને અત્યારે અહીં આવવાનું કારણ જુદું છે. શેઠે પૂછ્યું કે પહેલાં તમે મને એ કહો કે શા કારણે આપ અહીં આવ્યા હતાં? મૂળ કારણ કહે. શાંતિલાલે કહ્યું કે શેઠજી! સાંભળે. આપે તે મને પિતાના આત્મીયજન જે ગણ્યો છે. મને હેજ પણ ઓછું આવવા દીધું નથી. આપ પૂછે છે તે દિલના દરવાજા ખોલીને વાત કરું છું. સાંભળો. હું ગામડામાં રહું છું. મધ્યમ વર્ગને માનવી છું. મારો ધંધો સામાન્ય રીતે ચાલતો હતો. ખૂબ સંભાળીને વહેપાર કરતા હતા પણ કેણ જાણે કેમ મારા અશુભ કર્મનો ઉદય હશે એટલે અણધારી ઉપાધિ આવી પડી. ધંધામાં બેટ આવી ને રૂ. ૩૦,૦૦૦નું દેણું માથે ચઢી ગયું. બધી માલમિલ્કત, ઘરબાર બધું સાફ થઈ ગયું. એટલે મેં દેવાળું કાઢયું. દેવાળું કાઢયા પછીની પરિસ્થિતિ કેવી વિકટ હોય છે એ તે આપ જાણે છો ને? શરમના કારણે બહાર નીકળી શકાય નહિ. સમાજમાં મોઢું બનાવવું પણ ભારે પડી જાય, કંઈ કામધંધે પણ થાય નહિ. અને પેટને ભાડું તે આપવું જ પડે. આવા કટેકટીના સમયે કઈ હિંમત કે આશ્વાસનના બે શબ્દો પણ કહે નહિ. એ તે મારા પૂર્વકર્મને દોષ છે. એમાં બીજા કેઈનો દેષ નથી. એ તે સમતાભાવે ભગવ્યે જ છૂટકે. હું ખૂબ ગભરાઈ ગયો. ત્યારે કોઈએ કહ્યું કે ભાઈ આમ બેસી રહે શું વળશે? એમ કરો. મુંબઈમાં રમણલાલ શેઠ રહે છે તે આપણું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy