SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શારકા દર્શન ૭૫ એ શ્રીમંતના કુટુંબમાં બાળકને બાળપણથી ધર્મના સંસ્કાર મળતાં હતાં ને એ બાળકે બાળપણથી આવું સમજી જતાં હતાં. બાળક સમયે પણ મારા આ શ્રાવકે સમજતાં નથી. નાનું બાળક સગડીના સળગતા કોલસાને જે એક વાર અડી ગમે તે ફરીને કદી એ અંગારા હાથમાં પકડતું નથી. કારણ કે એને ભાન થંઈ ગયું કે અંગારે હાથમાં લઈએ તે દઝાય. હાથ બળી જાય, તમે સંસારરૂપી દાવાનળથી કેટલી વખત દાઝયા? તમને કેટલા ફટકા વાગ્યા? છતાં હજુ ભાન થાય છે કે સંસાર ખે છે. હવે જલદી છોડી દઉં. તમે ગમે તેટલા શ્રીમંત હે, મોટા કરોડપતિ છે, પણ હજુ પંચ પરમેષ્ટીમાં તમારો નંબર આવ્યું છે? તમારો નંબર કયાં છે? બાળક સ્કુલમાં ભણવા ગયે ને જે તેનું નામ ન બેલાય તે ઘરે આવી ઝઘડે કરશે કે મારું નામ લખાવવા ચાલે. નામ ના હોય ત્યાં સુધી મારે હક નથી. તેને અફસોસ થયે પણ આ મારા મહાવીરના બાળકને આટલી ઉંમર થઈ પણ હજુ પંચ પરમેષ્ટીમાં મારે નંબર લખાયો નથી એને અફસેસ થાય છે? જે તમારાથી બની શકે તે પંચ પરમેષ્ટીમાં નંબર લઈ લે. એ ન લઈ શકે તે દઢધમી શ્રાવક બનો. છેવટે માર્ગોનુસારી તે અવશ્ય બને. અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે. દ્વારકા નગરીના નાયક કૃષ્ણ વાસુદેવ દીક્ષા લઈ શક્યાં નથી પણ દઢ ધમી અને પ્રિયધમી હતા. તમે જ્યારે આવા બનશો ત્યારે વિતરાગ વાણી સાંભળતાં, તપ-ત્યાગ ને દાનની વાત આવે ત્યાં મેઘ ગાજે ને મોર નાચે તેમ મારા શ્રાવકે નાચવા લાગે. તેવા રમણલાલ શેઠની સરભરા જેઈને આવેલા શાંતિલાલ વિચાર કરે છે કે મેં શેઠની કંઈ પણ સેવા બજાવી નથી તે મારાથી આવા સારા કપડાં કેમ પહેરાય? ને શેઠની આટલી બધી સેવા કેમ લેવાય? આ વિચારે તેનું અંતર વલેવાઈ જાય છે. મનમાં ખૂબ સંકેચ થવા લાગે. શેઠની ઉદારતા આગળ શાંતિલાલ વિચાર મગ્ન બની ગયા. બપોરે જમવાને સમય થેયે એટલે રમણલાલ શેઠ શાંતિલાલને સાથે લઈને જમવા બેઠા. ભાણામાં જાતજાતનાં મિષ્ટાન્ન પીરસાયાં. એ જોઈને એને એમ થયું કે આવું સારું જમણું મળ્યું છે ને હું ચાર દિવસને ભૂખ્યું તે જલ્દી ખાઈ લઉં. બધું પીરસાઈ ગયું એટલે શેઠે કહ્યું – ભાઈ! જમવાની શરૂઆત કરો. પણ આ જમતા નથી. એનું હૃદય ભરાઈ ગયું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે જ્યાં સુધી હું લોકેના પૈસા ન આપું ત્યાં સુધી આવા સારા ભેજન મારાથી કેમ ખવાય? આવા સારા કપડા મારાથી કેમ પહેરાય? આવા વિચારથી શાંતિલાલ જમતા નથી, ત્યાં સુધી શેઠ કેમ જમે? શેઠે ખૂબ આગ્રહ કરીને કહ્યું – ભાઈ! તમે આટલે બધે સંકેચ શા માટે રાખે છે? તમે મારા જ્ઞાતિ ભાઈ, સ્વધર્મી ભાઈ અને વળી પાછા મારા સગાં છે. કેટલી બધી સગાઈ છે. તમે મને તમારે સગો ભાઈ સમજો. એમ કહીને પરાણે ખૂબ આગ્રહ કરી કરીને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy