________________
૬૫૦ : ભેદ્યા પાષાણું, ખેલ્યાં દ્વાર
નગણ્ય નથી. આપણું ભ્રાંત દષ્ટિને કારણે તે નગણ્ય જણાય છે. તેનાં મૂળિયાં પાતાલ સાથે સંબંધ ધરાવે છે. તેનાં પાંદડાઓ સીધા આકાશને આંબી જવા પ્રયત્ન કરે છે. આ વૃક્ષના પ્રાણ કરેડ માઈલ દૂર રહેલા સૂરજ સાથે જોડાએલા છે, અન્યથા પ્રાતઃકાલીન સૂર્યના કિરણોના સંસ્પર્શથી તે પ્રકુલિત, ઉલસિત અને આનંદિત કેમ થાત ? સાંજ પડયે તે કરમાઈ અને વિલાઈ કેમ જાત? અરે, બીજાની વાત જવા દો. તમે પોતે પણ તમારા માતા પિતાથી જોડાએલા છે, તમારી માતા તેની માતા અને તેના પિતાથી જોડાએલી છે. તમારા પિતા પણ આ જ રીતે તેમનાં માતાપિતા સાથે સંબંધિત છે. આ રીતે આ સંબંધોની પરંપરાની ગુંચને જરા ઊંડાણપૂર્વક વિચારીને ઊકેલવા પ્રયત્ન કરશે અને દૂર દૂરના પાછળના સંબંધને તપાસશો તે અંતમાં તમે મેળવશે કે સૃષ્ટિના પ્રારંભમાં જે કઈ આદિ પુરુષ હોય તે તમે ઠેઠ તે આદિ પુરુષથી જોડાએલા છો. તમારા બાળકે તમારાથી જોડાએલા હશે. તેમનાં બાળકોનાં બાળકે પણ તેમનાથી જોડાએલા હશે. જે સૃષ્ટિને કયારેક અંત થશે તે તેમાં પણ તમારે સંબંધ હશે. એક હાથ સૃષ્ટિની આદિ તરફ અને બીજો હાથ સૃષ્ટિના અંત તરફ હશે. બને બાજુ તમો અનંત સાથે જોડાએલા છે. માટે કદી પિતાને કે કોઈને શુદ્ર માનવાની કલ્પના ન કરશે. સૌનું વ્યક્તિત્વ એક યા બીજી રીતે આકાશની માફક વ્યાપક, વિરાટ, અનાદિ અને અનંત છે. તમારા હૃદયની ભાવનાઓ પણ આવી જ આકાશની માફક વ્યાપક, ઉદાર, નિર્લેપ અને વિરાટ થાય એ જ આજના શુભ દિવસે મારા અંતઃકરણની મંગળ કામના છે.
ભાઈબીજ
ધનતેરસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસને પર્વપંચક કહેવામાં આવે છે. આ પર્વ પંચકની બીજાં પર્વો કરતાં શ્રેષ્ઠતમ મહત્તા છે. પુરાણોમાં આ પર્વના સંબંધેની એક પ્રચલિત કથા છે.
ભાઈબીજનું બીજું નામ યમદ્વિતીયા છે. ભાઈબીજના દિવસે બેનને ઘેર ભાઈ જમવા જાય છે અને જમ્યા પછી બેનના આશીર્વાદ લઈ, બેનને પગે લાગી, તેને કીમતી ભેટ આપે છે. આ પ્રસંગના પાયામાં પડેલી એક ધર્મ કથા જાણવા જેવી છે.
યમુના (યમી)એ પિતાના ભાઈ યમરાજને ભાઈબીજને દિવસે જમવાનું નોતરું આપ્યું. ભાઈ યમરાજે બેન યમીને ત્યાં જમવાનું નેતરું સ્વીકાર્યું. “નિ જે ઘર માં તારે કમા–બેનને ત્યાં ભાઈને ભારે આદર સત્કાર થાય છે. પિતાને ઘેર ભાઈનું શુભાગમન એટલે બેનને મન સાક્ષાત પ્રભુની પધરામણ. ભાઇના આગમનથી બેનના મનને જે આનંદ પ્રગટે છે