SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ર : ભેઘા પાષાણુ, ખેલ્યાં દ્વાર ઠારે છે તે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ અને ત્રસકાયને અલ્પ આરંભ કરે છે અને અગ્નિ કાયના જીને વધારે આરંભ કરે છે. એટલે હે ગૌતમ ! અગ્નિને આરંભ ને નાશક છે. આથી સ્પષ્ટ છે કે, ફટાકડા ફોડવાથી છ કાયના છની ભયંકર હિંસા થાય છે. આ છની હિંસાની સાથોસાથ ક્યારેક ફટાકડા ફેડનાર માણસ જ ફટાકડાની માફક ફટાકડાથી ફટ દઈને ફૂટી જાય છે. માટે આ માંગલિક દિવસે આત્મકલ્યાણનાં કાર્યો અને વ્રત નિયમેના અનુષ્ઠાનેથી પવિત્ર બનાવવા જોઈએ. કદાચ તે શકય ન હોય તે પણ ફટાકડાના ઝેરભર્યા આરંભને વધારે અટકાવશે તે પણ ઘણું છે ને તેથી અભયદાન મળશે. અઢાર દેશના રાજાઓ ભગવાનના સાનિધ્યમાં આ પ્રકાશ પર્વની ઉજવણી કેમ કરે છે અને ભગવાન તેમને ધર્મને કે માર્ગ બતાવે છે તે અવસરે કહેવાશે . પ્રકાશ પર્વ રૂપચતુર્દશી આજે પ્રકાશ-પર્વને બીજો દિવસ છે. આ દિવસ રૂપચતુર્દશીના નામથી ઓળખાય છે. સંસારથી ઉદાસીન અને વિરકત બનેલા મહાત્માઓ માટે પ્રકાશ પર્વના આ દિવસો આધ્યાત્મિક ભૂમિકાને વિકસિત કરવા માટેના પ્રેરણાસ્પદ દિવસ છે. પ્રાયઃ ઉત્તમ આત્માઓ ભગવાન મહાવીરની અંતિમ પ્રશસ્ત સાધનાની દિવ્ય પરંપરાને ટકાવી રાખવા માટે આ દિવસે માં અમ પૌષધપવાસ વ્રતની આરાધના સાથે આત્મ-જાગરણમાં રમતા હોય છે. વિરકત સાધુ સંતે માટે આ દિવસો આધ્યાત્મિક-પ્રકાશની ગરજ સારે છે અને સાંસારિક વિષયે પગ અને વાસનાઓમાં રચ્યાપચ્યા રહેલા સાંસારિક જીના આનંદની પરિસીમા ખાનપાન, હરવું ફરવું, ફટાકડા ફોડવા, રાગરંગાદિ કાર્યકલાપમાં સીમિત હોય છે. આજના દિવસથી ભગવાને અનશન વ્રતની આરાધના કરી હતી. આ દિવસ તેમનાં નિર્વાણ પૂર્વેને ઉપન્ય દિવસ છે. આ દિવસને આપણે અતિ પવિત્ર અને આપણું આધ્યાત્મિક વિકાસ માટેની આધાર-શિલારૂપ લેખીએ છીએ. અઢાર દેશના રાજવીઓ તેમજ બીજા અનેક ભવ્ય આત્માઓ છઠ્ઠ પૌષધ કરી, ભગવાનના શ્રીમુખેથી અનવરત વહેતી ધર્મોપદેશની અમૃતમયી વાણીની અખંડ ધારાનું તેઓ આજે સતત પાન કરી રહ્યા હતા. ભગવાનના આ અંતિમ સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય અને તેમનાં મુખકમળમાંથી અવિરત વહી રહેલા મુકિતના આ પરમ પાથેયને સ્વીકારવાની ધન્ય ઘડી આજે તેમને સાંપડી હતી. જીવનને રૂપાંતરિત કરી નાખે એવા પરમ રહસ્યને સાંભળવાનું અહોભાગ્ય જેને જેને સાંપડયું, તે સૌ ધન્ય છની ગયા. આજે આપણી સામે તીર્થંકર પ્રભુની હાજરી નથી, પરંતુ તેમની અખલિત પરંપરારૂપ શ્રવણ નિર્ચ છે અને તેમના આધ્યાત્મિક વચનોને વિપુલ સંગ્રહ આપણી પાસે યોગ્ય પરિમાણમાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy