SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશપ ધનતેરસ : ૬૩૧ ધણને ભડકાવવા આવ્યા નહાતા. તેઓ તેા ભગવત્ સેવા અને સ જીવેાને અભય આપવા આવ્યા હતા. તેમનાં જબ્બર સાધને જોઈ ધણુ પાતાની મેળે ભડકી ગયુ` હતુ. આજે આ સત્ય જરા વિકૃત થઈ ગયુ છે. આજે તે માણસે આ પરપરાને સુરક્ષિત રાખવા ઈરાદાપૂર્વક ધણુને ભડકાવે છે. તેઓ માને છે કે, આજના દિવસે જો ધણુ ભડકે નહિ તે ધનતેરસ ઉજવાણી કહેવાય નહિ અને અમગળના શ્રી ગણેશ થાય. આ માન્યતા ભ્રાંતિપૂર્ણ છે. કારણ, બીજાને અભય આપવામાં ધર્મની પ્રભુતા છે. ભય પમાડવામાં તે ધના ધ્વસ છે. ધણુ એટલે ગાયાનું ટોળું. આ મધ્ય એશિયામાંથી પેાતાના મહેાળાં પશુધન સાથે આવીને ભારતમાં વસ્યા, અને ખેતી વિકસાવી. ખેતીમાં મળદ જોઇએ. બળદ તે ગાયની સતિ અને ખેતીપ્રધાન દેશની સપત્તિ છે. ગાય એટલે ભારતની લક્ષ્મી અને માતા પણુ. તેનું પૂજન ધનતેરસે થાય તે પશુ સંવર્ધન થાય, દૂધ દહીંની નદીઓ વહે. દુષ્કાળ અને ભૂખમરો જેવી આફતે દેશ પર ઊતરે નહિં. ધનતેરસના સંબ ́ધમાં બીજી પણ એક કથા છે. ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી` શ્રી ભરત છ ખંડની સાધના કરવા ગયા હતા. છ ખંડને સાધવામાં ૬૦ હજાર વર્ષ લાગ્યાં હતાં. જ્યારે છ ખંડની સાધના કરી તેઓશ્રી વનિતા નગરીમાં પાછા ફર્યાં તે દિવસ ધનતેરસના જ શુભ દ્વિવસ હૅતો. આજના દિવસે તેઓ ચક્રવતી બન્યા. છ ખંડમાં તેમણે પોતાની આણુ પ્રવર્તાવી. આજના દિવસે ચૌદ રત્ન અને નવનિધાન પ્રગટ થયાં. આ બધાંના ચક્રવતી અને પ્રજા તરફથી યથાચિત ઉમળકાભેર સત્કાર કરવામાં આવ્યેા અને તેની પર પરા લક્ષ્મી પૂજાના રૂપે આજે પણ પ્રચલિત છે. આ કથાના સંબંધ તમારી રૂઢિ અને માન્યતા સાથે વધારે તાદાત્મ્ય ધરાવે છે. એટલે તમને આ પૂજાની વાત વધારે આત્મીય જણાય તે સમજી શકાય છે. હાં, તમે જે લક્ષ્મીને આટલા ભાવપૂર્વક પૂજે છે તે આપણી આત્યંતિક લક્ષ્મી નથી. આજના શુભ દિવસે જે ઉત્તમ આત્માએ ભાવ લક્ષ્મી-કૈવલ્ય લક્ષ્મી પામી ગયા, તે સાચી ધનતેરસ ઊજવી ગયા, લેક સમાન્યતયા આત્માનું આરાધન કરવાને બદલે મેાજમામાં, ખાવાપીવામાં કે હરવા ફરવામાં આ દિવસેાની ઊજવણીની ઇતિશ્રી માને છે. ફટાકડા ફાડી પોતાના અવ્યકત આનંદ વ્યકત કરે છે. પરંતુ કેટલા જીવા ક્રૂરતાપૂર્વક તમારા આ ક્ષણિક આનંદમાં હામાઇ જાય છે તેને તમે કદી વિચાર કર્યા છે ખરા ? શાસ્ત્રમાં ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે: ભગવન્ ! એ પુરુષા અગ્નિકાયના આરંભ કરે છે. એક પુરુષ અગ્નિને પ્રગટાવે છે અને ખીજ્ઞે પુરુષ અગ્નિને ઠારે છે. તે બન્નેમાં વધારે કર્મ કાને ખંધાય છે? અને અલ્પતર ક કાને ?” એને જવાબ આપતાં પ્રભુ કમાવે છે કે: ઢુ ગૌતમ ! જે અગ્નિ પ્રગટાવે છે તે છ કાયના જીવાનો માટો આરંભ કરે છે અને અગ્નિ કાયના અલ્પ આરંભ કરે છે. પરંતુ જે અગ્નિકાયને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy