SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ દ૨૮ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વારા આ તે પૌરાણિક પ્રસિદ્ધ કથા છે. અખિલ બ્રહ્માંડના અધિપતિ વિષ્ણુ જેવા પરમ પ્રતાપી પરબ્રહને પણ લક્ષ્મીનું આકર્ષણ થયું, તે તમારા તે તરફનાં આકર્ષણ માટે તે શે અફસે કરે? આ લક્ષ્મીને મેળવવા તમે તમારી બધી શક્તિ, કે જે શક્તિ તમને પરમાત્માને પણ ધોવી આપી શકે તેમ છે, તેને તમે આમ ઠાલવી દે, તે તેથી આશ્ચર્ય પામવા જેવું કાંઈ કહેતું નથી. આમ છતાં તમારી આ લમી મેળવવા તફની જે પ્રીતિ છે, આંતર-પ્રતીતિ અને ભગીરથ પુરુષાર્થ છે, તે જે ભાવ લક્ષ્મી મેળવવા માટેના પ્રણયમાં રૂપાંતરિત થઈ જાય તે 2લેકની લહમી તમારા ચરણની દાસી બની જશે અને તમે પોતે લક્ષ્મીદાસ મટી લક્ષ્મી નારાયણ બની જશે. તમે આરાધક મટી આરાધ્ય થઈ જશે, પૂજક મટી પૂજ્ય બની જશે. નર મરી નારાયણ થઈ જશે. નરાકારમાંથી સીધા નિરાકાર સચ્ચિદાનંદ ઘન થઈ ઊભા રહેશે. પછી જે લક્ષમી મેળવવા તરફ આજે તમારું અનેરું આકર્ષણ છે તે તરફ તમને ફૂટી આપે પણ જવાનું મન નહિ થાય! - ધનતેરસના દિવસે ભગવતી લક્ષ્મીની આરાધનામાં તમે કશી જ કચાશ રાખતા નથી. લક્ષ્મીને જ્યારે ભગવતીનું સ્વરૂપ આપી દેવામાં આવે છે ત્યારે તેના તરફ જે પ્રેમ, શ્રદ્ધા અને લાગણી જન્મે છે તે શબ્દોથી કેમ વર્ણવી શકાય ? તે તે માત્ર તમારી અનુભૂતિને જ વિષય છે. આજના દિવસે તમે એવાં સાધને અવશ્ય ઊભા કરશે કે જેથી લહમીદેવીની પ્રસન્નતા, તેના અનુગ્રહભર્યા આશીર્વાદે, તેની અમીભરી કૃપાદૃષ્ટિની વર્ષા સતત તમારા ઉપર વરસ્યા કરે! તમે ભગવાન વિષ્ણુની દાસી શ્રી લક્ષમીના ચાહક છે, પ્રશંસક છે, પૂજારી છે ! તેને આત્મસાત કરવાની જ માત્ર તમારી સાધના અને તપશ્ચર્યા છે. તેમાં જ તમારે પ્રેમ છે. તમારી મતિ ત્યાં જ ખૂંચેલી છે. એટલે ગમે તે દિશાની પણ તમારી ગતિનું લક્ષ્ય તે ભગવતીની ઉપલબ્ધિનું જ છે. અમારે પણ આદર્શ તે લક્ષ્મી મેળવવાને જ છે; પરંતુ તે અમારાથી બહાર, પદાર્થો કે હીરા માણેકમાં રહેલી લમી મેળવવાનું નથી. અમે તે અમારી આંતરિક સંપદા જે અનભિ વ્યક્ત છે તેને અભિવ્યક્ત કરવાના પ્રયત્નોમાં રાચેલા છીએ. અમે પણ સંપત્તિના–લમીના ચાહક અને પુજારી તે ખરા પરંતુ અમારી લક્ષ્મી અને તમારી લક્ષ્મી વિષેની સમજણમાં પાયાને ભેદ છે. સાધકે પણ લફમી મેળવવા માટે જ જાગૃત અને પ્રયત્નશીલ હોય છે. પરંતુ તે લક્ષ્મી તેમની આંતરિક ગુણ સંપદા છે. સંસારી જીવ ભૌતિક સંપત્તિ મેળવવા માટે ફાંફાં મારે છે ત્યારે સાધકે ભાવલક્ષ્મીની ઉપાસના માટે પ્રતિ પળ તત્પર રહે છે. આ રીતે વિચારતાં, બીજા દિવસે કરતાં સારી અને સાધકો બન્ને માટે આજના દિવસનું વધારે મહત્ત્વ છે. ધનતેરસના દિવસથી પ્રકાશ પર્વને પ્રારંભ કેમ થાય છે તે સમજવા જેવું છે. સામાન્યતયા એક મહીનામાં બે તેરસ આવે છે. વર્ષમાં સુનિશ્ચિત ૨૪ તેરસના દિવસે આવે છે; છતાં આ માસની આ કાલી તેરસનું એવું તે શું મહત્ત્વ છે કે તે ધનતેરસના નામથી ઊજવાય છે અને પૂજાય છે? તમારા માનસમાં એને સમીચીન મહિમા સમજવાને
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy