SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ પર્વ ધનતેરસ : ૬૨૭ ધનતેરસ, અક્ષયતૃતીયા, હોળીને પડે અને ભાઈબીજ આ ચાર દિવસે સ્વભાવતઃ શુભ છે. આ ચાર દિવસોમાં ગમે તે મંગલ કાર્યને શ્રી ગણેશ કરવામાં જોતિષી કે ઈજા કઈ વિદ્વાનને પૂછવાની ભાગ્યે જ જરૂર રહે છે. આજનું ધનતેરસનું ઊગતું આ પાવન પ્રભાત જીવનમાં અનેરો આનંદ, ઉત્સાહ, કૃર્તિનાં દર્શન કરાવે છે. જન મન આનંદ અને પ્રમોદના ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઘેલાં બને છે. જ્યાં દષ્ટિ ફેલા અત્ર, તત્ર, સર્વત્ર સ્વરછતા અને સુઘડતાનાં દર્શન થાય છે. મોટા મોટા પ્રાસાદોથી માંડી નાની નાની કુટીર સુધીના બધાં સ્થાનો જાણે અતિ શેભામાં મરક મરક થઈ રહ્યાં હોય તેવાં દીસે છે! કચરે, ઉકરડો વગેરેને યથાસ્થાને ફેંકી દેવામાં આવે છે. ગંદકી અને અશુચિનું નામ નિશાન દેખાતું નથી. સૌનાં હૃદય હર્ષના હિલોળે ચડ્યાં હોય છે. સૌનાં મન મલકી ઊઠયાં હોય છે, દિલ ડેલી ઊઠયાં હોય છે. સૌનાં મન મયૂર નાચવા લાગ્યાં હોય છે. આબાલવૃદ્ધ સૌ હર્ષના નાદે નાદે ડગ ભરી રહ્યાં દેખાય છે ! જાણે બધું બદલાઈ ગયું હોય તેમ સૌદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે! બાળકોના ઉત્સાહને તે કઈ પાર નથી. નવાં નવાં કપડાં પહેરી નૂતન ઉમેહુ સાથે નૂતન વાતાવરણનું સર્જન કરી, તેઓ પિતાના સમગ્ર આનંદમાં નવલી ઉષા પ્રગટાવે છે. માત્ર બાળકની જ આ સ્થિતિ હોતી નથી. બાળકમાં પ્રકૃતિએ શિક્ષણ અને સંસ્કારને ઓફ ચડાવ્યા હોતું નથી એટલે તેઓ જેવા પ્રકૃતિતઃ સુભગ, સ્વચ્છ, કમળ અને નિચ્છલ હોય છે તેવાં પ્રગટ થઈ જાય છે અને તમે તમારી આવી સ્થિતિને શિક્ષણ અને સંસ્કારના અંશ મા નીચે ઢાંકી તમારા યથાર્થ સ્વરૂપને પ્રગટ થવા દેતા નથી. છતાં આજના દિવસની પવિત્રતા અને સનાતન સત્યતા તમારામાં જન્મેલી મસ્તીની ચાડી અવશ્ય કરી જાય છે. તમને હૃદયથી પ્રિય આ દિવસ, તમારા મનને વ્યાવહારિક આનંદ અને ઉલ્લાસથી તરબળ બનાવે છે, તો અમારા જેવા વિરક્ત સતેને તમારા કરતાં સહજ જુદા પરમ વિશુદ્ધ પ્રશમ રસમાં નિમગ્ન બનાવે છે. ગમે તેમ પણ પ્રકાશ પર્વના આ ત્રણે માંગલિક દિવસ એક યા બીજી રીતે તમારા અમારા સૌને માટે મહત્વના, ગીરવના અને આનંદના છે એમાં શંકા નથી. એને મહિમા અદૂભુત, અપ્રતિમ અને અલૌકિક છે. પ્રકાશ પર્વને પ્રથમ દિવસ ધનતેરસના નામથી ઓળખાય છે. મનુષ્યને લક્ષ્મી તરફ સહજ આકર્ષણ હોય છે. સમુદ્રમંથન કરતાં નીકળેલાં લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના મનમાં પણ આકર્ષણ ઊભું કરી શક્યાં હતાં ભગવાન વિષ્ણુએ કશી જ આનાકાની કે સંકેચ વગર તેમને સ્વીકાર કર્યો હતો. સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયેલા વિષને સ્વીકારવા કેઈએ તૈયારી દાખવી નહિ. અમૃત મેળવવાની લેપ દષ્ટિ સૌ દેવતાઓ અને ભગવાન વિષ્ણુની પણ રહી, પરંતુ વિષને પી જવાની કોઈની તૈયારી હતી. અંતે જગતના સાર્વત્રિક હિતમાં ભગવાન શંકરે તેનો સ્વીકાર કર્યો અને તે નીલકંઠના નામે પ્રખ્યાત થયા.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy