________________
શ્રુતિ માહાભ્ય : ૭ ચાલે છે કે શંકરે તેની ભકિતથી પ્રસન્ન થઈ, રાવણને સાક્ષાત્ દર્શન આ જ. પરંતુ રાવણની ચિત્તવૃત્તિમાં નિર્મળતાનો અભાવ હોવાને કારણે તેનું પરિણામ શું આવ્યું? મનની મલિનતાથી આકર્ષાઈ તેણે શું માંગ્યું? એવું વરદાન માંગ્યું કે જેનાથી તેને પિતાને અને આખા જગતને નાશ થયે. માટે ચિત્તશુદ્ધિ વગર જ્ઞાન કે ભક્તિ લાભને બદલે હાનિપ્રદ જ નીવડે છે.
પ્રકૃતિને નિયમ છે કે માણસ જે માંગે છે તે પ્રાયઃ તેને મળી જાય છે. પરંતુ માણસ જે માંગે છે, તે સદા ગલત જ માંગે છે, એ એક મોટી કમનસીબી છે. એક સિને અભિનેતાની આસપાસ માટે સમુદાય ભેગા થાય છે, એ જ બતાવી આપે છે કે માણસના અચેતન મનના ઊંડાણમાં સિને અભિનેતા થવાની આકાંક્ષા પડી છે. માટે ભગવાન મહાવીરે અરિહંત, સિધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મની મંગલતાની ઉઘોષણા કરી છે, જાણ્યઅજાણ્ય પણ મંગલની આ ધારણું પ્રાણને અતલમાં પ્રવેશી જાય તે માનવ મંગલની દિશા મંગલયાત્રી બની જાય.
सर्वे सुखिनः सन्तु सर्वे सन्तु निरामयः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥ આવે, આપણે સે આજથી મંગલની મંગલ દિશામાં મંગલ યાત્રાને મઝલ પ્રારંભ કરીએ.
શ્રુતિ માહાતમ્ય વિપશાંતિ માટે અભીષ્ટ દેવનું મરણ અપરિહાર્ય છે. ઈષ્ટની નમસકૃતિ પરમ માંગલિક, ચરમ અને પરમ સાધ્યની સિદ્ધિમાં સાધકતમ નિમિત્તની પણ ગરજ સારે છે. માટે પ્રભુ-સ્મરણ અને પ્રાર્થના આપણુ જ શ્રેયસ્ નિઃશ્રેયસ માટે અનિવાર્ય છે. આત્મપલબ્ધિના પરમ શિખરને સ્પર્શેલા અને આર્ષ વાણીના સ્વયંભૂ અધિપતિ એવા સર્વજ્ઞ ભગવતે આપણું દષ્ટિ સમક્ષ નથી છતાં આત્માનુભૂતિમાં પ્રાદુર્ભાવ પામેલી તેમની કીમતી વાણી, આજે પણ આગના રૂપમાં સુરક્ષિત સચવાતી આવી છે. આપણા માટે તે દીવાદાંડીની ગરજ સારે છે. - ભગવાન મહાવીર અને ત્યારપછી સેંકડો વર્ષો સુધી શાસ્ત્રને સાંભળીને સ્મૃતિગત કરવાની પ્રથા સફળ રીતે ચાલતી આવતી હતી અને તેથી જ આગમનું “કૃતિ” એવું નામ અદ્યાવધિ પ્રચલિત છે. જૈનાગમના સંબંધમાં જ આ પ્રથા પ્રચલિત હતી એમ નહતું, વૈદિક વાલ્મમાં જેનું મૂર્ધન્ય સ્થાન છે એવા વેદ પણ છતિઓના નામથી જ પ્રસિદ્ધિને પામ્યા તેની પાછળ પણ આધ્યાત્મિક કારણે હતાં.