SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર કરવાની અમંગલ ભાવનાઓ, આત્મ-મૂલક મંગલ ભાવનાઓને હડસેલી આગળ આવીને ઊભી રહી જાય છે, અને તે ક્રિયાઓમાંથી મળતે આંતરિક આનંદ, સંગીત અને નૃત્ય, સાંસારિક વૈભવ અને વાસનાઓની સંતૃષ્ટિ અને સંપુષ્ટિમાં પર્યાવસિત્ થઈ જાય છે. એટલે આપણી સ્થિતિ પણ તે સમડી કરતાં જરાએ ચઢિયાતી નથી. આપણી દશા તે વિના વિલુ વયામામ વાનરમ્ જેવી છે. એટલે કે બનાવવા ગયા ગણપતિની મૂર્તિ અને બની ગઈ વાંદરાની ! આપણે લક્ષ્ય અને આદર્શ તરફ કદી દષ્ટિ કરી નથી. ભગવત ભક્તિ, ઉપાસના, ધ્યાન, પ્રાર્થના, દર્શન અને પૂજનને અંતરાત્મામાં જે આદર્શ સ્થાન મળવું જોઈતું હતું, અદશ્યની શોધમાં છલાંગ મારવાનું છે જેમાં સંગ્રહિત કરવું જોઈતું હતું, પરમાત્મ ભાવ સાથે જે તાદામ્ય સાધવું જોઈતું હતું, કેગ સાધવામાં જે મરજીવાની કળાને આત્મસાત્ કરવી જોઈતી હતી, તેને બદલે આપણે આપણી દષ્ટિ સદા વિષયને, વાસનાઓને પિષનારી, અધૂમુખી જ રાખી. પોતાના જ અક્ષય-ભંડારમાં ડૂબકી મારવાની અને અનંત ગુણ મેક્સિકોને મેળવવાની પારમાર્થિક દષ્ટિ ભુલાઈ ગઈ, અને તેનું સ્થાન ભૌતિક સંપત્તિ, સાંસારિક વાસનાઓએ ઝૂંટવી લીધું. પરિણામે, હિન વાસ્તુ શાસ્ત્ર મને સા પ્રતિ જેવી આપણી સ્થિતિ બની ગઈ. અથૉત્ જવું હતું સમાધિની અભિષ્ણિત કામનાથી હિમાલયની શાંત અને ઊડી ગુફાઓમાં, પરંતુ પહોંચી ગયા વાવાઝોડાના ભયંકર પ્રકોપથી ઉલિત બનેલ ખળભળાટ અનુભવતા કોલાહલમય સમુદ્રને કાંઠે ! * શારીરિક શુદ્ધતા માટે માણસ પ્રતિદિન સ્નાન કરે છે. કીમતી સાબુઓને ઉપયોગ કરે છે. કપડાંને રજને સંસ્પર્શ ન થઈ જાય તે માટે ભારે કાળજી રાખે છે. સ્નાન ન કરેલી વ્યક્તિ રખે અડી જાય અને હું અભડાઈ જાઉં તે માટે સચિંત રહે છે. પરંતુ ચિત્તના સ્તનની વાતને તે કદી વિચાર પણ કરતા નથી. પરમાત્માના દરબારમાં શારીરિક શુદ્ધિને કશે જ અવકાશ નથી. પરમાત્મા મંદિરમાં પ્રવેશ તે મનની નિર્મળતા અને નિર્વિકલ્પતાથી જ મળે છે. વાસ્તવિક સત્યને જોવા તરફ તે આંખ આડા કાન કરે છે. પરંતુ તે ભૂલી જાય છે કે, ચિત્તની શુદ્ધતા વિના ધ્યાનના મંગલ મંદિરમાં કદી પણ પ્રવેશ થઈ શકતો નથી. ધ્યાન વગર આત્મ–ભાવની સંપ્રાપ્તિ પણ શકય નથી. ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી ધ્યાન કે ધારણામાં પ્રવેશ અશકય છે. સામાન્ય જીવોને માટે આ આત્યંતિક લાભની વાત છે. ચિત્તની શુધિથી ધારણા, મગલ ભાવના બળવાન થશે અને તેથી ધ્યાનને માર્ગ સુલભ થઈ છે. ધારણ એ ધ્યાનને મૂળ પાયે છે. ચિત્ત શુદિધ વગર ધારણ અશકય છે. આમ છતાં, ચિત્તશુધ્ધ થયા વિના જ ધ્યાન સાધવા પ્રયત્ન થશે, તો તે ધ્યાન શાંતિ અને સમાધિ આપવાને બદલે અશાંતિ અને વિનાશને જ નેતરનારું બનશે. પુરાણોમાં કથા છે કે, રાવણે શિવજીની ભકિતા-પિતાના મસ્તકથી કમળ પૂજા કરી અને શંકરને પ્રસન્ન કર્યા. કથા આગળ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy