SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદની કરામત : ૫૯૭ થયે એવી જૈનદર્શનની માન્યતા નથી. કારણ આ રીતે સ્વીકારવા જતાં અનેક જાતના વિસંવાદ ઊભા થવા સંભવ છે. જ્યારે જીવ અનાદિકાળથી મૂર્તિક કર્મોથી સંશ્લિષ્ટ જ છે ત્યારે જે નવાં કર્મો બંધાય છે. તે કર્મો જીવનાં અવસ્થિત મૂર્ત કર્મો સાથે જ બંધાય છે. કારણ મૂતને મૂર્તિની સાથે સંજોગ અને બંધ થવામાં કોઈ આપત્તિ નથી. આથી આત્મામાં સ્થિત જુના કર્મો સાથે જ નવાં કર્મોને બંધ થાય છે. આ રીતે પરંપરાથી કથંચિત્ મૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મને બંધ થાય છે એમ માનવામાં જૈનદર્શન સહમત છે. અન્ય દાર્શનિક ક્રિયા અને તે ક્રિયામાંથી જન્મેલા સંસ્કારને કર્મ કહે છે. પરંતુ જેનદર્શન જીવ સાથે સંશ્લિષ્ટ મૂર્તિક દ્રવ્ય અને તેનાં નિમિત્તથી થનારા રાગદ્વેષરૂપ ભાવોને કર્મ કહે છે. સત્તાઃ બંધ પછી કર્મ તરત પિતાનું ફળ આપતું નથી, પરંતુ તેની સ્થિતિ મુજબના શામાં નિર્દિષ્ટ અબાધા કાળ વ્યતીત થઈ ગયા પછી, કર્મ ફળોન્મુખ થાય છે. જેમ દારૂ પીનાર માણસને દારૂ પીવાની સાથે જ નશાની અસર નથી થતી, તેમ કર્મ પણ બાંધ્યા પછી છેડા વખત સુધી અસ્તિત્વ એટલે કે સત્તારૂપમાં રહે છે. આ કાળને જૈનદર્શનમાં અબાધાકાળ કહે છે. તે કર્મની સ્થિતિ ઉપર આધારિત છે. એક કેટ કેટી સાગરની સ્થિતિમાં ૧૦૦ વર્ષને અબાધાકાળ હોય છે. અર્થાત્ કઈ કર્મની સ્થિતિ એક કેટ કેટી સાગર બાંધી હોય તે તે કર્મ ૧૦૦ વર્ષ પછી પિતાનું ફળ આપવું પ્રારંભ કરે છે. ઉદ્દવર્તન : સ્થિતિ અને અનુભાગની વૃદ્ધિ કરવી તે ઉદ્દવર્તન છે. અ૫વતન : સ્થિતિ અને અનુભાગનું ઘટવું તે અપવર્તન છે. કેઈ અશુભ કાર્ય કર્યું પછી કઈ જીવ સારાં કાર્યો કરે છે તે પૂર્વે બાંધેલા અશુભ કર્મની સ્થિતિ અને અનુભાગ શકિત ઘટે છે. જેમકે, રાજા શ્રેણિકને કઈ મુનિના ગળામાં મરેલે સાપ નાખવાથી સાતમી નરકના દળિયા ભેગા થયા હતા. પરંતુ પિતાનાં કાર્યને પશ્ચાત્તાપ થવાથી ભગવાનના સાન્નિધ્યમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થતાં તેના પ્રભાવથી સાતમી નરકના દળિયા ઘટીને પ્રથમ નરકના રહી ગયા. આ અપવર્તનનું કાર્ય છે. આવી જ રીતે અશુભ કર્મની જઘન્ય સ્થિતિ બાંધી કઈ તે જ ખરાબ કાર્યો ફરી કરવા લાગે, અને તેનાં પરિણામે પહેલાં કરતાં પણ વધારે કલુષિત થઈ જાય તે બાંધેલા કર્મોની સ્થિતિ અને ફળદાન શકિત ખરાબ ભાવની અસર પામી વધી શકે છે. આ ઉદ્દવર્તનનું કાર્ય છે. આ રીતે ઉદ્દવર્તાના અને અપવર્તાનાનાં કારણે કઈ કર્મ સત્વર ફળ આપે છે અને કેઈ વિલંબથી આપે છે. કેઈ તીવ્ર ફળ આપે છે અને કેઈ મંદ ફળ આપે છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy