SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર શકેરામાં પરિવર્તિત થશે. એટલે એમ લાગે છે કે, કાર્યની ઉત્પત્તિ ઉપાદાન સાપેક્ષ હોવા છતાં તે નિમિત્તને અનુસરીને થાય છે. એટલું જ નહિ, જે કઈ વિશિષ્ટ ઘટની નિષ્પત્તિ અભીસિત હોય તો તે માટે વિશિષ્ટ કુંભારના શરણની પણ અપેક્ષા હોય છે. જે વિશિષ્ટ માટી માત્રથી ઘટની નિષ્પત્તિ થઈ જતી હોય તે કુશળ કુંભાર કારીગરને શોધવાની જરૂર જ ન રહે. એટલે જગતમાં એગ્ય ઉપાદાન સામગ્રી સાથે યોગ્ય અને નિષ્ણાત કારીગરને પણ વિચાર કરે પડે છે. આવે સુગ્ય સુમેળ થવાને કારણે કાર્ય પણ વિશિષ્ટ બને છે. આથી સિદ્ધ થાય છે કે કાર્યની ઉત્પત્તિ ઉપાદાન સાપેક્ષ હોવા છતાં નિમિત્તને અનુસરીને થાય છે. નિષ્કર્ષ એ છે કે, ક્યા સમયે કયા દ્રવ્યની કઈ પર્યાય થવી તે માત્ર ઉપાદાન પર આધારિત નથી, તેને આધાર તે નિમિત્તાધીન છે. નિમિત્તની સાર્થકતા પણ આમાં જ છે, અન્યથા નિમિત્તના સ્વીકારને કઈ અર્થ જ નથી. નિમિત્તવાદી તરફથી ઊઠાવવામાં આવેલી આ શંકા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અને ઉપાદાન-ઉપાદેય સંબંધના તાત્વિક રહસ્યને ન સમજી શકવાના કારણે છે. ઉપાદાનના સ્વરૂપનું વિધાન કરતાં ઉપયુંકત શંકાનું નિરસન સહજ થઈ જાય છે. કારણ તેનાં સ્વરૂપને ઉલ્લેખ કરતાં અગાઉ કહ્યું છે કે, અનંતર પૂર્વ સમયના ઉપાદાનને અનુસરી અનંતર ઉત્તરક્ષણમાં તેવાં જ કાયને ઉત્પાદ થશે. નિમિત્ત તેને અન્યથા ન પરિણમી શકે. છતાં નિમિત્ત દષ્ટિએ સમાધાન કરવા માટે બધી જાતનાં નિમિત્તે વિચાર કરવું પડશે. જગતમાં ગણતાં નિમિત્તેનું વગીકરણ આ ત્રણ પ્રકારમાં યથાસંભવ થઈ શકે છે (૧) એવાં નિમિત્તે જે સ્વયં નિષ્ક્રિય છે. જેમકે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્ય. (૨) એવાં નિમિત્ત જે સક્રિય રહેવા છતાં પણ ઈચ્છા, પ્રયત્ન અને કારણસાકલ્યના જ્ઞાનથી રહિત હોય છે. જેમકે મેઘ, વીજળી, વાયુ કર્મ, ને કર્મ (૩) એવાં પણ નિમિત્ત છે જે ઈચ્છા, પ્રયત્ન અને કારક સાકલ્યના જ્ઞાનથી યુક્ત હોય છે. જેમકે-મનુષ્ય આદિ. આ ત્રણ પ્રકારનાં નિમિત્તે કઈ રીતે કાર્યોત્પત્તિમાં નિમિત્ત થાય છે તેને ક્રમશઃ તદનુસાર, ખાણ રષ્ક્રિય પદાર્થો છે તે બધા પ્રકારનાં કાર્યોમાં નિમિત્ત નથી થતાં પરંતુ તેમનામાં છતાં ઘટને બનાવમાં નિમિત્ત થવાની પોતાના ગુણાનુસાર યોગ્યતા હોય છે, તે જ કાર્યોમાં તે Sળ પર છે. જેમકે, ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ ગુણ છે. એટલે તે ગતિ પરિણત છે ધારણ કરતી જશે તેમાં નિમિત્ત થાય છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વ ગુણ છે એટલે સ્થિત છાની અવસ્થાના અને પુદ્ગલેની સ્થિતિમાં નિમિત્ત થાય છે. કાળ દ્રવ્યમાં વર્તાનાગુણ છે પણ પરિવર્તન આવતું કે જીવાદિ દ્રવ્યના ઉત્પાદ-વ્યયમાં નિમિત્ત થાય છે અને આકાશ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy