SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિત્વના ઈન્કારની સજા : પપપ જે મનથી હારી જાય છે તે જીવનક્ષેત્રમાં પણ હારી જાય છે. જેનાં મનમાં ઉત્સાહ, ર્તિ અને બળ હોય તે જ પોતાની અંદરમાં જીતે છે અને અંદરમાં જીતેલાને અવશ્ય બહાર પણ જય થાય છે. માટે મનને હીન, દીન અને રાંક ન બનાવવું જોઈએ. જીવન યુદ્ધમાં ઝંપલાવનાર પિતાના અસ્તિત્વને સ્વયં જ ઈન્કાર ભણી દે તે તેની સજા ભોગવવા પણ તેણે તૈયાર રહેવું જોઈએ. અસ્તિત્વને સ્વીકાર એ જ પ્રભુતાને સ્વીકાર છે. આ વાતને અહીં અટકાવી આપણે આગમના ઈતિહાસને ડું તપાસી લઈએ. બારમી શતાબ્દી સુધી આગ પર સંસ્કૃત અને પ્રાકૃત ટીકાઓનું પરિણામ વધતું જ રહેવા પામ્યું. ભાષાની જટિલતા અને વિષયેની ગંભીરતાને કારણે દાર્શનિક વિષેની ચર્ચા, દાર્શનિક વિકાસક્રમ મુજબ, ગહન અને ગહનતર થતી ગઈ. સમય જતાં એ જરૂરી જણાયું કે આગમેની શબ્દ સંસ્પશી સંક્ષિપ્તતમ ટીકાઓ પણ હેવી જોઈએ. કારણ, સમયની ગતિએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓને વ્યવહારની ભાષામાંથી માત્ર સાહિત્યિક ભાષા બનાવી દીધી હતી ત્યારે તત્કાલીન અપભ્રંશ-પ્રાચીન ગુજરાતી ભાષામાં બાલાવબંધની રચના થઈ. આવી બાલાવબોધ રચનાઓ કરનાર ઘણુ થયા; પરંતુ તેમાં ૧૮મી શતાબ્દીમાં થયેલા લોકાગચ્છના શ્રી ધર્મસિંહ મુનિનું નામ વિશેષ રૂપથી ઉલ્લેખનીય છે. એમની દષ્ટિ પ્રાચીન ટીકાઓના પ્રચલિત અર્થોને છોડીને કયાંક ક્યાંક સ્વસંપ્રદાયસમ્મત અર્થ કરવાની પણ રહી છે. હવે ઉત્તરાધ્યયન સૂત્રના આપણું મૂળભૂત સ્વાધ્યાય તરફ વળીએ. શ્રી કેશીકુમાર શ્રમણ પિતાના પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં જ વિશેષ સ્પષ્ટતા માંગવા કહે છે नावा य इह का वुत्ता ? केसी गोयममब्बवी । केसिमेव बुवंत तु गोयमा इणमब्बवी ॥ તે કઈ નૌકા છે? શ્રી કેશીકુમારે આ જાતને પુનઃ પ્રશ્ન પૂછતાં શ્રી ગૌતમસ્વામીએ જવાબ આપેઃ सरीरमाहु. नाव त्ति जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो बुत्तो जंतरन्ति महेसिणो । શરીર તે નૌકા છે. તેને નાવિક જીવ છે અને સંસાર સમુદ્ર છે કે જેને મહર્ષિ તરી જાય છે. શરીરરૂપ નૌકાના માધ્યમથી સંસારરૂપ સમુદ્ર તરાય છે. શરીર જે શક્તિ સભર અને ઉત્સાહ બળથી યુક્ત હશે તે જીવરૂપ નાવિકને સંસાર સમુદ્ર પાર કરવો સહેલો થઈ પડશે. શરીરે પરમાત્માની ઉપલબ્ધિ માટેનું સર્વોત્તમ સાધન છે. આ સાધનના બળે સાથ સાધી શકાય છે. આ સાધનાનો ઉપયોગ કરવાની કળાથી વિકળ વ્યકિત જીવન હારી જાય છે અને આ સાધનને સાધનરૂપ સમજી, સમુદ્ર પાર કરવામાં તેને ઉપકારક માની જે સંસાર સમુદ્રને પેલે પાર પહોંચ્યા પછી તેને છોડી દે છે, તે સંસાર સાગર તરી જાય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy