SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર અભિમાનના આવેશમાં તે શું ખેલી રહ્યા છે તેનુ પણ તેમને ભાન રહ્યું નહિ. શત્રુના વિનાશની પણ પહેલાં, પોતાના જ મુખેથી પોતાના જ નાશની ઘેાણા, પેાતાના જ માટે નામેાશી ભરી થઈ પડશે એવી તે ક્ષણે તેમને કલ્પના પણ ન આવી. પેાતાનાં અસ્તિત્વના ઈન્કાર એ જ તેમની માટી ભૂલ હતી. અને તે ભૂલની સજા તેમને ભાગવવાની હતી. રાજા પદ્મોત્તર સાથે યુદ્ધ શરૂ થયું. રાજા પદ્મોરની સેના અડગ વિશ્વાસ સાથે આગળ વધવા લાગી. પાંડવા જાણે પોતાના અસ્તિત્વના ઈન્કારની પ્રકૃતિદ્વ સજા ભોગવતા હોય તેમ હારવા લાગ્યા. શત્રુઓના પ્રહારથી તેઓ ક્ષત-વિક્ષત થઈ ગયા. તેમનુ ખળ, વી, ઉત્સાહ ક્ષીણ થઈ ગયાં. તે યુદ્ધમાં પદ્મોત્તરની સામે ટકી શકયા નહિ. ન ભીમની ગદા કામમાં આવી કે ન અર્જુનનું ગાંડીવ ધનુષ ! નકુલ-સહદેવની તલવાર પણ પડી રહી. આજસુધી કયારેય નહેતી જોઇ એવી નામેાશીભરી પરિસ્થિતિમાં તેએ મૂકાઇ ગયા. ન આ જોઈ શ્રીકૃષ્ણે સિંહનાદ કર્યાં. તેમણે પોતાના પાંચજન્ય શ`ખ વગાડયા અને ધનુષને ટંકાર કર્યાં. શ્રીકૃષ્ણના સિ ́હનાદ, શ ́ખના વિશેષ અવાજ અને ધનુષના ૮ કારવથી આખુંચે વાતવરણ બદલાઈ ગયું. પદ્મોત્તર રાજાનું સૈન્ય ગભરાઇ ગયુ. તેની વિશાળ સેનામાં નાસભાગ શરૂ થઈ. જે સૈનિકે સમુદ્રનાં પ્રચંડ મેાજાની માફક આગળ વધી રહ્યા હતા તે બધા આમતેમ ભાગવા લાગ્યા. રાજા પદ્મોરાર પણ હતાશ અને નિરાશ થઇ ગયા. જેના સિ'ડુનાદ અને ટંકારમાં આટલી શિત છે તે સ્વયં કેટલા બળવાન હશે તેને વિચાર કરતાં તે ભયભીત બની ગયા. તે વિચારવા લાગ્યાઃ પાંચ પાંડવા સાથેના યુદ્ધમાં હું મારા પગ જમાવી શકયા હતા પરંતુ શ્રીકૃષ્ણ સાથે લડવાની તા મારી હામ નથી. બસ, એક વખત માણસનુ' સંકલ્પબળ નમળું પડે છે કે તે માનસિક રીતે હતાશ અને નિરાશ થઇ જાય છે. પદ્મોત્તર રાજાની પણ આવી જ સ્થિતિ થઈ. તેણે દ્રૌપદીને સન્માનપૂર્વક પાછી સોંપી, ક્ષમાયાચના કરી અને ખાત્રી આપી કે, ભવિષ્યમાં તે કદી આવુ. અનુચિત આચરણ નહિ કરે. જ દ્રૌપદી પાછી મળતાં પાંચે પાંડવા ઘણા ખુશી થયા. પરંતુ આ યુદ્ધમાં તેમના જે નામેાશીભર્યાં પરાજ્ય થયા હતા તેનાથી તેમને ભારે સ"કાચ પણ થતા હતા. આ આખીયે વાતના ઉપસંહાર કરતાં શ્રીકૃષ્ણે કહ્યુ` કે: ‘માણસના અંતરાત્મામાંથી આકસ્મિક જેવા નાદ સરી પડે છે તેવું જ તેનું પિરણામ અંતે આવીને ઊભું રહે છે. યુદ્ધ શરૂ થયા પહેલાં જ તમે આ યુદ્ધમાં કાં અમે નહિ, કાં પદ્મોત્તર નહિ' એવી જે ઘાષણા કરી હતી એ જ તમારી માનસિક દુળતાને પ્રતિફલિત કરનારી વાત હતી. યુદ્ધ પૂર્વે જ તમે તમારા હૃદયમાં તમારા વિનાશ અને પરાજયના સંકલ્પ કરી લીધેા હતેા, મનુષ્યના જય પરાજ્ય બહાર તા પછીથી થાય છે, પરંતુ પોતાની અંદરમાં તે પહેલાં જ થઇ જાય છે. પાતાનાં આત્મબળના અવિશ્વાસ એ જ મનુષ્ય જીવનના સૌથી મોટા અને નામેાશીભર્યાં પરાજય છે. “મન હારે હાર હૈ મન ગીતે નીત’’
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy