SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યદયને આધાર : ૫૩૯ શકે એમ નહોતું. “આ લેકને અવશિષ્ટ અર્ધો ભાગ જે પૂર્ણ કરી શકશે તે જ મારે પૂર્વ ભવને ભાઈ હશે. આવી ખાતરી સાથે તેમણે શ્લેકને અર્ધો ભાગ જાહેર જનતાની જાણ માટે મૂકો. મા રાનૌ કૃ દૃરી માતંગમ તથા”—આ પ્રમાણે અર્ધી બ્લેક હતો. આ શ્લેકને બાકી રહેલે અધે ભાગ જોડી આપનાર માટે તેમણે જાહેરાત કરી હતી કે જે કઈ આ લેકના ઉત્તરાર્ધની પૂર્તિ કરી આપશે તેને હું મારું અધું રાજ્ય આપીશ. પણ પૂર્તિ કોણ કરે ? આ વાતનું રહસ્ય બીજું કોણ જાણતું હોય? આખા રાજ્યમાં આ વાત ફેલાઈ ગઈ. અર્ધા રાજ્યનું પ્રલેભન સૌને આકર્ષતું હતું. પરંતુ તેના ઉત્તરાર્ધની પૂર્તિ કેઈથી પણ થઈ શકે તેમ નહોતી. આ બાજુ બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વ ભવના ભાઈ ચિત્તને જન્મ પુમિતાલ નગરમાં એક સુખી અને સમૃદ્ધ કુટુંબમાં થયું હતું. પરંતુ તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન થતાં તેઓ મુનિ બની ગયા. એકવાર મુનિ અવસ્થામાં વિહાર કરતાં કરતા તેઓ કાંપિલ્ય નગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં તેમને કાને અચાનક પેલે અર્થો લેક, કઈ રંટ ચલાવનાર જોરશોરથી બોલતે સંભળાય. ચિત્તમુનિએ તે સાંભળ્યો અને તેમણે તરત જ તેની પૂર્તિ કરી દીધી “નૌgfટલા કાતિઃ અ ન્યાખ્યાં વિતા :”—રંટ ચલાવનાર આ સાંભળી તરત ચક્રવર્તી બ્રહ્મદત્ત પાસે પહોંચે. તેણે રાજાને બધી વાત કરી. રાજાને તરત જ આ શ્લેકની પૂર્તિને ભેદ સમજાઈ ગયે. રાજા પિતે સામે ચાલીને ચિત્તમુનિ પાસે આવ્યા. બન્નેએ ભૂતકાળનાં મીઠાં સંસ્મરણો યાદ કર્યા અને પેટ ભરી વાત કરી. અંતે ચક્રવતી બ્રહ્મદત્તે પિતાના મનની જે ઈચ્છા હતી, તે મુજબ ચિત્તમુનિને સાંસારિક સુખ ભોગવવા માટે પ્રેમભર્યા હદયે આમંત્રણ પણ આપ્યું. ચિત્તમુનિ તે સાધક આત્મા હતા. ભેગે પભોગની સાધન-સામગ્રીના ઉકરડામાં ખેંચી જાય એવી નબળી મને વૃત્તિના તેઓ નહેતા. ઊલટાનું તેમણે બ્રહ્મદત્ત ચક્રવર્તીને આ સાધન-સામગ્રીને ત્યાગ કરી ભેગ–આસક્તિથી વિરકત થઈ જવા સમજાવવા પ્રયત્ન કર્યો. ચિત્તમુનિએ કહ્યું: ‘પૂર્વ જન્મોની સાધના અને શુભ કર્મોના નિમિત્તને લઈ આપણે અહીં સુધી આવ્યા છીએ. આપણે આપણી જીવન યાત્રાને ખરી દિશામાં જ વાળવા પ્રયત્ન કરવો જોઈએ. મોહની વિટંબણામાં ફસાએલા આત્માની દુર્દશા તમારાથી કયાં અજાણી છે? મેહનાં કડવાં અને તિરસ્કારમૂલક ફળને તમને ક્યાં અનુભવ નથી? છતાં તે પરમ સત્યથી વિમુખ થઈ બેટી દિશાની યાત્રા પ્રારંભવી તે આપણે માટે હિતકર નથી. જેઓ આપણને એમ કહે છે કે હું તમારે છું તે પાપ કર્મોનાં ફળે ભગવતી વખતે કે મૃત્યુ વખતે, કિંચિત્ માત્ર પણ સાથ આપતા નથી. માટે સાંસારિક મેહક પ્રલોભનમાં ફસાઈ આપણે ધર્મને માર્ગ ન છોડી દેવા જોઈએ.” ચિત્તમુનિના શબ્દો તે રાજા સમજી શક્યા, પરંતુ તે પુણ્યની ઉત્કટતા જ તેમને માટે બંધનરૂપ થઈ પડી. પાપ જેમ આશ્રવ છે તેમ પુણ્ય પણ અંતે તે આશ્રવ જ છે. આવા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy