SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮. ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર શુન્ય જ હોય છે. દાખલા તરીકે, આપણે ત્યાં નવ તરનું વિધાન છે. આ નવ ત છે–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. મારી સમજણ પ્રમાણે હેય, રેય અને ઉપાદેયની દષ્ટિએ જે આ નવ તનું વિભાજન કરવામાં આવે તે જીવ, અજીવ અને પુણ્ય તત્વ ય છે; પાપ, આશ્રવ અને બંધ તત્વ હેય છે; સંવર નિર્જરા અને મેક્ષ ઉપાદેય છે. આમ છતાં માણસને મળેલા સંસ્કાર પ્રમાણે અથવા પિતાનું વિકસિત થએલી પ્રજ્ઞાને અનુસરીને, કઈપણ જાતના સંકેચ વગર પાપતત્વને દુઃખદાયી સ્વીકારી તેને તે હેય તરીકે માન્ય રાખે છે અને પુણ્ય તવ સુખ અને સમૃદ્ધિનાં વર્ધનમાં સહાયક હેઈ તેને તે હિતકર લાગે છે. પરિણામ એ આવે છે કે પાપને પરિત્યાગ કરવા માટે આપણે જેટલા પ્રયત્નશીલ રહીએ છીએ, તેના કરતાં પણ વધારે આગ્રહી આપણે પુણ્યને પકડી રાખવામાં બની જઈએ છીએ. આપણે એ વખતે નિશ્ચયમૂલક યથાર્થ સ્વરૂપની ઉપેક્ષા કરીએ છીએ અને વિવેકને ખીંટીએ ટીંગાડી દઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે જે પાપ બંધન છે, જે પાપ વિકાસન્મુખ ઉત્કાન્તિમાં અવરોધક છે, તે પુણ્ય પણ આધ્યાત્મિક અભ્યદયમાં બાધક તત્ત્વની ગરજ સારે છે. બંધનની દ્રષ્ટિથી જો આપણે પાપ અને પુણ્યને વિચાર કરીએ તે બન્ને એક જ કક્ષામાં આવી જાય છે. હાં, જીવનમાં અનુકૂળ સાધનસામગ્રી અર્પવામાં પુણ્ય અવશ્ય સહાયક બને છે. પરંતુ અનુકૂળ સાધન સામગ્રી વિકાસોન્મુખ આત્માને માટે હંમેશાં અનુલેમ અને ઉપકારક જ છે એ એકાંત નિયમ નથી. બ્રહ્મદત્ત ચક્રવતની વાત તો તમે સાંભળી જ હશે. તેઓ ચક્રવતી પદવીના ધણી હતા. પુણ્યને મેરુ પર્વત કહી શકાય એવા પુણ્યપુંજના ઉદયનું આ ફળ હતું. પુણ્યશીલ વ્યક્તિઓમાં તીર્થકર પછી ચક્રવતીઓ જ આવે છે. તીર્થંકરની માતા અને ચક્રવર્તીની માતા સરખાં જ સ્વપ્ન જુએ છે. માત્ર બનેનાં સ્વપ્નાઓમાં ફેર એટલે જ હોય છે કે, ચક્રવતની માતાના સ્વપ્ન ઝાંખાં હોય છે અને તીર્થંકરની માતાનાં સ્વપ્ન તેજસ્વી હોય છે, સ્પષ્ટ હોય છે. તીર્થકરત્વ એ જે પુણ્યની પરમસીમા ગણાતી હોય તે ચક્રવતત્વ તેના પછીનું અનુક્રમે આવતું સ્થાન છે. બ્રહ્મદત્ત ચક્રવતી પિતાના રાજ્યવૈભવમાં આસક્ત થઈ આનંદથી જીવન ગાળી રહ્યા હતા. એક વખત જ્યારે તેઓ એક નાટક જોતા હતા, ત્યારે એ નાટક જોતાં જોતાં તેમને એકાએક જાતિસ્મરણ જ્ઞાન થઈ આવ્યું, અને પાછલા ઘણા જન્મમાં સગા ભાઈ તરીકે સાથે જ જન્મેલા, સાથે જ રહેલા, પિતાના પૂર્વ ભવના ભાઈ ચિત્તમુનિનું સ્મરણ તેમને થઈ આવ્યું. તેઓ શેક વિહલ બની ગયા. “આ ધરતીના પટ પરથી ગમે ત્યાંથી પણ ચિત્તમુનિને શોધી કાઢી, તેમને પણ આ રાજ્ય સમૃદ્ધિના અનુપમ સુખના ભાગીદાર બનાવું—એવી સહજ ભાવના તેમનાં હૃદયમાં જન્મી. તે ભાવનાને મૂર્તરૂપ આપવા તેમણે એક ગ્લૅકને અર્ધો ભાગ તૈયાર કર્યો. તે અર્ધા બ્લેકમાં પાછલા ભવની, પિતે સાથે રહ્યા હતા તે સંબંધેની, ટૂંકી બીજાક્ષર સમી નેંધ હતી. આ અર્ધા લેકમાં લખેલી વાતનું તાત્પર્ય પિતાના પૂર્વભવના ભાઈ ચિત્તમુનિ સિવાય બીજું કઈ સમજી
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy