________________
આત્માની અમર સાધના : ૫૧૫
પિતાના જાનને હોડમાં મૂકવા તૈયાર થએલાને, એકાંત નિર્જન ગુફાને આશ્રય લઈ તેમાં જઈને, સાધના કરવામાં કઈ મુશકેલી લાગે ? તેણે સિદ્ધ ગીનાં વચનો માથે ચઢાવ્યાં અને મંત્રને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ઉપાસના માટે કૈલાસ પર્વતની ગુફામાં જઈને તે બેસી ગયે. ઈન્દ્રને પ્રસન્ન કરી લઉમીદેવીના સાક્ષાત્કારની સેનેરી આશા સેવતે તે ધનની ધૂનમાં ને ધૂનમાં એકાંતમાં જઈ મંત્રની સાધનામાં સંલગ્ન થઈ ગયે. આમ કરતાં વર્ષો વીતી ગયા છતાં તે પિતાની સાધનામાંથી ડગે નહિ. જેના તરફ માણસને આકર્ષણ થઈ જાય છે તેમાં તેને સૌંદર્ય દેખાય છે. વસ્તુની સુંદરતાને કારણે માણસને આકર્ષણ નથી થતું પરંતુ આકર્ષણને કારણે માણસને વસ્તુમાં સોંદર્ય દષ્ટિગોચર થાય છે. અન્યથા એક જ વસ્તુ જે એકને સુંદર લાગે છે તે બીજાને અસુંદર કેમ લાગે છે? આ બ્રાહ્મણને ધનની જે વર્ષોની ધૂન હતી તે આમ સિદ્ધ ગીને સમાગમ થતાં પરિપૂર્ણ થવાની હતી. તે સફળ થવાને બ્રાહ્મણનાં મનમાં પૂરેપૂરો વિશ્વાસ હતે. એટલે મંત્રપાસનાથી ઇન્દ્રને પ્રસન્ન કરવાની વાતમાં પોતાને ગમે તેટલો સમય લાગે, ગમે તેવી આકરી કસોટીઓ આવે તે પણ તે થાકે તેમ નહોતું. તે તે એકચિત્તે સાધનામાં સંલગ્ન હતું. આ રીતે બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ તેની સાધનાથી પ્રસન્ન થએલા ઇન્દ્ર એકાએક પ્રગટ થયા. તેમણે કહ્યું: “ભદ્ર ! તારે શું જોઈએ છે? કયા કારણે તે આવી કઠણ અને સુદીર્ઘ તપશ્ચર્યા આચરી છે? બોલ, તારી શું મેળવવાની ઈચછા છે?’
બ્રાહ્મણ આ લાંબી અને આકરી તપશ્ચર્યાથી નિર્બળ અને શક્તિવિહીન બની ગયે હતે. તે સ્વસ્થતા બેઈ બેઠો હતો. તેણે ઇન્દ્રની સામે ઊભા થવાને અને પિતાની ઈચ્છા પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમાં જોઈતી સફળતા ન મળી એટલે ઇન્દ્ર જ તેની પાસે આવી શાંત સ્વરે બોલ્યાઃ “ભાઈ ! જરાપણ સંકોચ ન રાખે અને તમારે જે જોઈએ તે કહે.'
આપણે જોયું તેમ ઘણા દિવસની ભૂખ અને તૃષાના અસહ્ય કષ્ટોને લઈ તે પિતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતે. ભૂખ અને તરસને લઈ તેનાં માનસમાં જેટલી ઘોળાયા કરતી હતી. એટલે બધી શકિત એકત્રિત કરી હડહડાટ કરીને તે બેઃ “ભગવન્! મને રેટી મળી જાય એટલે બસ, મારે બીજું કાંઈપણ ન જોઈએ.” - ઈન્દ્રના આશ્ચર્ય પાર ન રહ્યો. તેઓ હસવા લાગ્યા. તેમણે કહ્યું: “આટલી નાની વાત માટે તેં મને ઠેઠ સ્વર્ગમાંથી અહીં બોલા? એક રોટલીના ટૂકડા ખાતર તેં મારી આવી આકરી સાધના કરી? તું કેમ ભૂલી જાય છે કે તારામાં મને પણ સ્વર્ગમાંથી ઊતારવાની શક્તિા છે, તે શું તારી રેટીને પ્રશ્ન ઉકેલવા જેટલી તારામાં શક્તિ નથી?’
આપણે સૌ બ્રાહ્મણની બુદ્ધિ પર હસીશું. આપણને સૌને આશ્ચર્ય પણ થશે, પરંતુ જગતના મોટા ભાગના માનવીઓ કે જેમની માનસિક શકિતને યોગ્ય દિશામાં વિકાસ નથી થયે, તેમના માનસમાં તે બ્રાહ્મણની માફક પૈસાનું ઈન્દ્રધનુષી રંગીન ચિત્ર જ રહે છે. સંસારના મોટા