SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪: ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર પશુ મળી રહેવાની છે અને સોનાના મેરુ પર્વત ઉપર જવાથી પણ એટલી જ સંપત્તિ મળવાની છે જેટલી પ્રારબ્ધ નિર્મિત છે. આ પરમ અને ચરમ સુનિશ્ચિત સત્ય છે તેથી જરા ધીરજ રાખ ! ધનવાને પાસે ગરીબડો થઈ ધન માટે કાકલુદી કર નહિ ! તારા પ્રારબ્ધથી વધારે તને કેઈ આપી શકવાનું નથી અને પ્રારબ્ધમાં નહિ હોય તે પણ કેઈ આપી શકવાનું નથી. માટે દીનતા દાખવી યાચના કરીને આત્મગૌરવને તારા હાથે જ તું હણ નહિ. જે અને ધ્યાનથી વિચાર, કે ઘડાને કૂવામાં નાખવામાં આવે કે સમુદ્રમાં બૂડાડવામાં આવે, તે પણ બન્ને ઠેકાણેથી તે સમાન જ જળને ગ્રહણ કરે છે. કૃ સમુદ્ર કરતાં માને છે એટલે તે ઘડાને ખાલી રાખતા નથી અને સમુદ્ર મહા વિશાળ છે એટલે ઘડાને તેની મર્યાદાથી તે વધારે ભરી દેતું નથી. સિદ્ધગી પુરુષ પણ બ્રાહ્મણની દયનીય દરિદ્રતા જોઈ દ્રવિત થઈ ગયા. તેનું હૃદય કરુણા ભાવથી ભીંજાઈ ગયું. દયાર્દ્ર હૃદયે તેઓ બોલ્યા “મારાં દર્શન સફળ થાય કે નિષ્ફળ જાય તે તે પરમાત્મા જાણે, પરંતુ તારી શી ઈચ્છા છે તે મને જણાવ.” બ્રાહ્મણને તે એક જ અસાધ્ય એ ધનને રોગ હતે. સિદ્ધ પુરુષના દર્શનથી તેને તેની પ્રાપ્તિનો રામબાણ ઈલાજ મળી જશે એ તેને વિચાર જાગ્યું. પિતાની વર્ષોની સાધના, આરાધના અને ઉપાસના આજે સફળતામાં પરિણમશે એ વિચારે એને આનંદ સોળે કળાએ ખીલી ઊઠે હતે ! આનંદના અતિરેકમાં તે બોલી ઊઠઃ પ્ર ! વર્ષોથી દરિદ્રતામાં સબડી રહ્યો છું. ઉદ્ધારને કોઈ ઉપાય દેખાતે નહેતે; ત્યાં આજે આપ જેવા ગીપુરુષના દર્શન થયાં અને મારી મનભાવના સિદ્ધ થવાની સેનેરી ઘડી આવી છે તેમ મને લાગે છે. આટલી જંદગી ધન માટે જ ફાંફાં માર્યા છે. ધન સિવાય શેનીયે ઝંખના કરી નથી. ધનના અભાવમાં જે દુઃખ ભેગવવાં પડે છે તેને મને ઊંડે પરિચય થયું છે. ધનના અભાવે સમાજમાં હું બહ હડધૂત થયે છું. માટે મારે ધન સિવાય બીજા શેની જરૂર નથી. મને ધનની પ્રાપ્તિ થાય તેવું કરી આપે ! ધન પ્રાપ્તિ માટે કોઈ મંત્ર મને આપો !” સિદ્ધ યોગીને પણ લાગ્યું કે આ બ્રાહ્મણ ખરેખર દરિદ્ર છે. તેમના હૃદયમાં આ બ્રાહ્મણ તરફ અનુકંપે જન્મી. એને ઉદ્ધાર થાય તે જ તે જીવનમાં સુખનાં દર્શન કરી શકે એમ વિચારી તેમણે તે ગરીબ બ્રાહ્મણને એક મંત્ર આપે અને કહ્યું: “આ દેવેના અધિપતિ અને ધન કુબેરના સ્વામી ઈન્દ્રને મંત્ર છે એની તું આરાધના કરજે ! આ મંત્રની આરાધનાથી ઈન્દ્ર ખુશ થશે તે તારી મનોકામના પૂર્ણ કરશે. તું માગીશ તે મળશે. આ મંત્રની આરાધના કદી નિષ્ફળ જશે નહિ. પરંતુ એની આરાધના માટે નિર્જન અને એકાંત સ્થાન જોઇશે. ઉત્કટ તપશ્ચર્યા વગર સાધનાની સિદ્ધિ થતી નથી, માટે એકાંત નિર્જન ગુફાને આશ્રય લઈ તું આ મંત્રની સાધનાને મંગલ શ્રી ગણેશ કર !” બ્રાહ્મણની ખુશીને પાર ન રહ્યો. ગમે તેવી મુશ્કેલીઓના પહાડોને પાર ન કરવા તેને માટે અઘરા નહતા જેટલી ધનની ઉપલબ્ધિ તેને માટે મુશ્કેલ હતી. ધનની સંપ્રાપ્તિ માટે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy