SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ : મેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર ગયાં હતાં તે તે મેળવી શકાય એમ નહોતાં. પરંતુ એનાથી એક લાભ એ થયો કે, આજસુધી જે પુસ્તક-પરિગ્રહને અસંયમનું કારણ માનવામાં આવ્યું હતું તે માન્યતામાં પરિવર્તન આવ્યું. પુસ્તક પરિગ્રહ હવે સંયમનું કારણ મનાવા લાગ્યા. જે ખેઈ નાખ્યું હતું તે તો ખવાઈ જ ગયું હતું, પરંતુ હવે જ્યારે તે સંયમનું કારણ મનાવા લાગ્યું ત્યારે આગામિક સંપત્તિ જે અવશિષ્ટ રહી જવા પામી હતી, તે અવશ્ય સુરક્ષિત રહી શકી. શ્રતની રક્ષા માટે આચારના કઠોર નિયમની બલિ અનિવાર્ય બની. શ્રતની રક્ષા માટે ઘણી શિથિલતા અને ઘણા અપવાદની સુષ્ટિ થઈ. દૈનિક ક્રિયા-કલાપમાં શ્રુતસ્વાધ્યાયને મહત્ત્વનું સ્થાન મળ્યું. આટલું બધું કરવા છતાં પણ મૂળમાં જ જે એક ક્ષતિ સદાથી ચાલી આવતી હતી તેનું નિવારણ તે થઈ શકયું જ નહિ. તે ક્ષતિ એ હતી કે, ગુરુ પિતાના શ્રમણ શિષ્યને જ જ્ઞાન આપી શકતું હતું. આ નિયમને તે અપવાદ થયે જ નહિ. પરિણામ એ આવ્યું કે, શિષ્ય જે મંદ મતિ અને અભ્યાસની અભિરુચિવાળ ન હોય તે, અધ્યેતા શ્રમણના અભાવમાં ગુરુની સાથે જ જ્ઞાન ચાલ્યું જાય તેમાં શું આશ્ચર્ય ? જેનશ્રમણની કઠોર તપશ્ચર્યા અને અત્યંત કઠિન આચારને કારણે અન્ય બૌદ્ધ આદિ શ્રમણ સંઘની જેમ જૈન શ્રમણ સંઘનું સંખ્યાબળ પણ શરૂઆતથી જ ઓછું રહ્યું. આવી સ્થિતિમાં શાસ્ત્રો કંઠસ્થ રાખવાની તે વાત જ શી ? વલભીમાં લિપિબદ્ધ થએલા સકલ ગ્રંથની પણ સુરક્ષા ન થઈ શકી હોય તે તેમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. પિતે કેમ કુમાર્ગમાં ફસાતા નથી-એ જે શ્રી કેશીકુમાર શ્રમણને પ્રશ્ન હતું તેનાં કારણે બતાવતાં શ્રી ગૌતમસ્વામી કહે છે जे य मग्गेण गच्छन्ति जे य उम्मग्गपटिठया । ते सव्वे वि इया मज्झतो न नस्सामह मुणी!॥ સન્માર્ગે અને ઉન્માર્ગે ચાલનારા બધાને હું ઓળખું છું, તેથી હે મુનિ ! હું ભટકતે નથી. ગૌતમસ્વામી કહે છે કે, મેં એ બધાં માર્ગો યથાવત્ જોઈ લીધા છે. હું પણ ભગવાનના સાન્નિધ્યમાં આવતાં પહેલાં આવા જ માર્ગમાં ભટકતે હતે. આ માર્ગોમાંથી હું પસાર થઈ ચૂક્યો છું. એનાં નગ્ન સ્વરૂપ મેં યથાર્થ રીતે જાણી લીધા છે. જ્યાં સુધી માણસમાં વસ્તુના તલસ્પર્શી જ્ઞાનને અભાવ હોય છે ત્યાં સુધી તે પાખંડમાં અટવાઈ રહે છે. હું પોતે પણ એક વખત ભગવાનને ઈન્દ્રજાળિયે માન હતું. મારી વિદ્વત્તાના અભિમાનમાં મદેન્મત્તા હતે. ભગવાન પાસે પણ વિજય મેળવવાના લેભથી હું આવ્યું હતું. ભગવાનની શાંત અને નિર્વિકાર મુદ્રા તેમજ મારા માનસિક પ્રશ્નના ઉચિત સમાધાને મળી આવતાં મેં આ સમ્ય માર્ગ સ્વીકાર્યો છે, એટલે સંપૂર્ણ નિરીક્ષણ-પરીક્ષણ પછી સ્વીકારેલા માર્ગથી ભટકવાનું કોઈ ભયસ્થાન રહેવા પામ્યું નથી.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy