SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનામાં આગમને ઉપકાર : ૫૦૩ હતું. અન્યથા બ્રાહ્મણ સમાજમાં તેનું પ્રતિષ્ઠાભર્યું સ્થાન રહેવા પામતું નહિ. ત્યારે એથી ઊલટું જૈન શ્રમણને જૈનશ્રતને અધિકાર તે મળી જ, પરંતુ તે અધિકારને ઉપભેગા કરવા તે અસમર્થ રહેતે. બ્રાહ્મણે માટે વેદનું અધ્યયન જ સર્વસ્વ હતું, ત્યારે જૈન શ્રમણો માટે આચાર- સદાચાર જ કીમતી વસ્તુ હતી. તેથી કંઈ મંદમતિ શિષ્ય જે સંપૂર્ણ શ્રતને પાઠ ન કરી શકે તો પણ તેના મોક્ષમાં કઈ અવરોધ ઊભું થતું નહિ. શ્રત અધ્યયન અથવા આગમ સંરક્ષણ એ જૈન શ્રમણ માટે એટલી બધી કીમતી વાત નહોતી જેટલી બ્રાહ્મણે માટે વેદાધ્યયન હતું. સદાચારના બળથી જ જૈન શ્રમણોને સામાન્ય જીવન વ્યવહારે ચાલી શકતા હતા. જેનાગને દૈનિક ક્રિયાઓમાં કઈ વિશેષ ઉપગ નહે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના સામાન્ય જ્ઞાનથી જ્યાં મોક્ષમાર્ગ સુલભ સંભવી શકે ત્યાં ભાગ્યે જ કોઈ સંપૂર્ણ શ્રતધર થવા પ્રયત્ન કરે! વૈદિક બચાઓને મોટા ભાગને ઉપગ વૈદિક ક્રિયાકાંડમાં વિવિધ પ્રકારે થાય છે. ત્યારે અમુક જ જૈન સૂત્રને ઉપગ જૈન શ્રમણના પિતાના દૈનિક જીવન માટે હોય છે. જે જ્ઞાન-વિજ્ઞાન તરફ અપ્રતિમ પ્રેમ, ભકિત, નિષ્ઠા અને રસ હોય તે જ જેનાગમ-સમુદ્રમાં અવગાહન કરવા અને તેમાં નિમગ્ન થવાની ભાવના જાગૃત થાય; પરંતુ જેનાગને અધિકાંશ ભાગ જાણ્યા વગર પણ જૈનશ્રમણને શ્રમણ જીવનને રસ, શ્રમણ જીવનને આદર, શ્રાવકને સદ્દભાવ મળી જતાં હોય છે એટલે બ્રાહ્મણના વેદાભ્યાસની માફક, શાને સતત અભ્યાસ કરે તેમને માટે અનિવાર્ય રહ્યું નહિ. અભ્યાસના અભાવમાં કૃતિઓને શ્રુતિ પરંપરાથી મેળવી ટકાવી રાખવાની વાત ઉપરના કારણોથી મુશ્કેલ અવશ્ય હતી. આમ છતાં યાદ રાખવાના ભારને વધાર્યા વગર પણ શાસ્ત્રોને લિપિબદ્ધ બનાવી આગને જૈન શ્રમણે બચાવી શક્યા હોત, પરંતુ તેમ કરવામાં તે વખતની પરંપરાને એક મુશ્કેલી નડતી હતી અને તે એ કે જેથg બેવંતગેડુ ના મારુ કૃતિઓને લિપિબદ્ધ બનાવવામાં જે અસંયમ, અપરિગ્રહ વ્રતને ભંગ થતું હતું તે તેમને માટે અસહ્ય હતું. જ્યારે આગમને સુરક્ષિત રાખવાના કેઈ ઉપાયે તેમની પાસે ન રહ્યા ત્યારે જ તેમણે આ અપરિગ્રડવ્રતના ભંગ અથવા અસંયમના કલ્પિત ભયને શિથિલ કર્યો. પરંતુ ત્યાં સુધીમાં તે આગમોને મોટો ભાગ વિસ્મૃત થઈ ગયે હતો. જે પુસ્તકનું ગ્રહણ એક વખત વ્રતભંગ સમું અને અસંયમનું કારણ ગણાતું હતું તે જ સમય જતાં સંયમ અને સંયમ રક્ષણનું કારણ બની ગયું. काल पुण पडुच्च चरणकरट्टा अवाच्छित्ति निमित्तं च गेण्हमाणस्स पोत्थो संजमे। भवइ । દશશે. ચૂ. પૃ. ૨૧ આગમેને સર્વથા વ્યવચ્છેદ ન થાય અને ચરણકરણની શાસ્ત્રીય મર્યાદાઓ એગ્ય રીતે સચવાઈ રહે એ હેતુથી, અસંયમનું કારણ ગણાતે પુસ્તકને પરિગ્રહ, સંયમનું કારણ ગણાવા લાગે. કારણ તેમ ન કરતાં તે મૃત વિનાશને ભય હતું. આ સંયમ–અસંયમની ગૂંચવણ જ્યારે ઊકેલી શકાઈ તે પહેલાં તે આગમોને માટે ભાગ ખવાઈ ગયે હતો. જે આગમો વાઈ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy