SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ : ભેદ્યા પાષાણુ, ખેાલ્યાં દ્વાર આત્મજ્ઞાનના અભાવમાં આ જીવ દેવને દેવ સમજતા રહ્યો, અગુરુને ગુરુ સમજત રહ્યો અને અધમને ધમ માનતો રહ્યો. નિગેાદથી લઇ અત્યાર સુધીની વિકસિત અવસ્થા પ્રાપ્ત થતાં અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ પસાર થઈ ગયા છતાં આત્માને પોતાનાં સ્વરૂપને મેળવવાની ભૂખ જ ન જાગી. આ જીવે નિગેાદમાં અનતકાળ પસાર કર્યાં. એક શ્વાસેાવાસમાં સાડા અઢાર વખત જન્મ અને મરણુ કર્યા. મનુષ્ય એક સાધારણ શ્વાસ લઈ શકે તેટલા કાળ સુધી પણ જીવનના નામે જીવવાનું ન મળ્યું. આવી વિષમ સ્થિતિએમાં પણ તે માહનિદ્રાને આધીન સદા પરવશ જ રહ્યો. જ્યારે આપણે આપણી નિશ્ચયદ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને વિચાર કરીએ છીએ તે સમજાય છે કે વિશ્વના બધા આત્માએ સ્વભાવથી પરમ વિશુદ્ધ છે. ક્ષેાલ, ક્રાય, મેહ, લાભ, શાક વગેરે વિકારો આત્માના મૂળમાં નથી. આ વિશુદ્ધ નય આપણામાં ઘર કરી બેઠેલા દીનતા અને હીનતાના ભાવાને આંચકો આપવાનું એક મહત્ત્વનું કાર્ય કરે છે. તે ઔષષિક રીતે આવેલા ધાર્દિ વિકારોને આત્માના ધમ તરીકે સ્વીકારતા નથી. આત્મા તે આ બધાથી પર અને બધાથી ઉપર શુદ્ધ, બુદ્ધ, નિર ંજન નિરાકાર, નિર્વિકાર અને સચ્ચિદાનંદ રૂપ પરમ આત્મા છે. એ જ તેનું પારમાર્થિક સ્વરૂપ છે. આત્માનું માહાત્મક ત્રિભાવ પરિણામ પછી ચાહે તે રાગનું હાય, લેાભનું હાય કે ક્રધનુ... હાય; પરંતુ જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે તેમાં તાદાત્મ્ય સ્થાપી જીવ બંધનથી મૃદ્ધ થઈ જાય છે. દાખલા તરીકે એક માણસ આખા મહીનાના પગાર લઈ ઘેર આવ્યા. આ દિવસ તેની રજાને દિવસ હતો એટલે તેનાં મનમાં ખૂબ આનંદ હતા. ઘરમાં આવતાં તેણે ફળિયામાં પેાતાનાં નાનકડા બાળકને રમતા જોયા. તેણે પોતાના પગારમાં આવેલી દસ રૂપીઆની એક નેાટ કાઢીને પ્યારના આવેશમાં પેાતાના નાના બાળકના હાથમાં આપી દીધી. સ્વાભાવિક છે કે માણસના મનમાં દસ રૂપીઆની નેટની ભારે કીમત હોય. બાળક તે આ વિકારોથી પર હાય છે એટલે બાળકને નેટની કીમત કયાંથી સમજાય ? આ બાળકની તે સમજવા જેવી ઉમર પણ નહેાતી. એટલે રમતા રમતા જ્યારે તે બાળક ચૂલા પાસે ગયા ત્યારે બાળક સુલભ કુતૂહલથી પ્રેરાઈને તેણે તે દસ રૂપીની નોટને આગમાં ફેંકી દીધી. નેટ ખળી ગઈ. આમ નેાટના મળી જવાથી બાળકના મન પર તેા તેની કોઈ અસર પણ ન થઇ, ઊલટાનું નેટના સળગવાથી અગ્નિમાં જે ચમકારો થયા તેનાથી તે નાચવા લાગ્યું. પરંતુ આ જોઈ પલંગ પર બેઠેલા તેના પિતા હતાશ અને સ્તબ્ધ બની ગયા. તેનાં હૃદયમાં ક્રધનુ ભયંકર વાવાઝેડુ' જમ્મુ, તે પેાતાના આવેશને રોકી શકયા નહિ. પિતા નવેક ભૂલી ગયા. એ મિનિટ પહેલાં જ જે બાળકને તેણે બહાલી ઊપાડયા હતા, આંખાના તારાની માફક પ્યાર કર્યાં હતા, તે બધુ ક્રોધના અતિરેકમાં વિસરાઇ ગયું. જે બાળકને થાડી વાર પહેલાં જ તેણે પ્યાર કર્યાં હતા તે જ બાળકને ધના આવેશમાં તેણે એક તમાચેા મારી દીધા. સંભવ છે કે, તે પિતાના માનસમાં દસ રૂપિયાની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy