SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દશ નને મહિમા : ૪૭૧ થઈ જવાને કારણે નરકનાં દુઃખ અને કષ્ટ પણ તેમને પ્રભાવિત કરી શક્યા નહિ. નરકની યાતનાઓ વચ્ચે પણ તેઓ શાંત અને સમરસમાં સંલગ્ન રહ્યા ! શા કહે છે કે મિથ્યાષ્ટિ દેવતાઓ સુખ-સંપત્તિના અનેરાં સાધને વચ્ચે પણ સમભાવને અભાવે ઈર્ષ્યા, સ્પર્ધા અને પ્રતિગિતાથી પીડાતા હોય છે. એક બીજાની સંપત્તિ અને દેવાંગનાઓનાં અપહરણ કરવામાં તેઓ રચ્યાપચ્યા રહે છે. તેથી તેઓ હંમેશાં માનસિક ઉદ્વેગથી દુઃખી થયા કરે છે. ત્યારે આત્મદર્શનને ઉપલબ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા પરમધામિક દે વડે અસહ્ય યાતનાઓમાંથી ગુજરતા હોવા છતાં આત્મમૂલક દષ્ટિનાં કારણે સમભાવમાં રમતાં દેવે કરતાં પણ આંતરિક રીતે વધારે સુખી અને સમૃદ્ધ હોય છે જયાં સુધી આત્મા આકુળતા-વ્યાકુળતાને શિકાર બની રહે છે, વિકલ્પ, વિચાર, વિકારો કે વાસનાઓમાં રચ્યાપચ્ચે રહે છે ત્યાં સુધી આત્મદર્શનની અમર જ્યોતિ તેને પ્રગટ થવા પામતી નથી. એક વખત જે આ દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ જાય તે અંતર્મુહર્ત માત્રમાં જીવ વિકાસના પરમ શિખરને નિઃશક સ્પર્શી શકે છે. વિભાવના વૈભવની અસરથી પ્રભાવિત થએલા આપણા નબળા આત્માઓ અસંખ્ય વિકારોથી પ્રતિક્ષણ પીડાતા હોય છે. ક્રોધ, માન, માયા, લેભ એ વિકારે તો આપણું ખ્યાલમાં છે. પરંતુ એ સિવાયના બીજા પણ એવા અસંખ્ય વિકારે છે જેનાં નામ આપણે જાણતા પણ નથી. જે ક્રોધાદિ કષાયને આત્માના વિકારરૂપે આપણે ઓળખીએ છીએ તે ક્રોધનાં પણ શાસ્ત્રોમાં વર્ણવેલા-અનંતાનુબંધી કે, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની ક્રોધ અને સંજવલન ક્રોધરૂપ ચાર પ્રકારેને જ આપણે જાણીએ છીએ. આ તે ક્રોધના બહુ સ્થૂલ ભેદે છે, પરંતુ આ ક્રોધમાંથી પણ એક એક ક્રોધના અસંખ્યાત અને અનંત ભેદપ્રભેદો થાય છે. તે બધાંની અભિવ્યક્તિ ભાષાકીય રૂપમાં કરવી અશકય છે. આ વિકારે અનેક પ્રકારના છે. આત્મા તેમાંથી સતત પસાર થતું રહે છે. વિભાવોનું આ બાહ્ય જગત ગમે તેટલું વિશાળ અને ભયજનક જણાય, પરંતુ અનુભવીઓની દષ્ટિમાં વિકારોની આ સૃષ્ટિને ભય સ્વપ્નમાં લાગતા ભય જે જ ગણવામાં આવેલ છે. જેમ કેઈ સૂતેલે માણસ એક ભયંકર સ્વપ્ન જુએ અને સ્વપ્ન દશામાં જોયેલા તે ભયને કારણે તે પરસેવે રેબઝેબ પણ થઈ જાય, છતાં તેને તે ભય ત્યાં સુધી જ ટકી રહે છે જ્યાં સુધી તે નિદ્રામાં હોય છે. જેવો તે જાગૃત થાય છે કે સ્વપ્નના ભયમાંથી તે એકદમ મુકત થઈ જાય છે. આજ રીતે વિકારે અને વિકલ્પને ભય પણ ત્યાં સુધી જ છે જ્યાં સુધી આંતરિક જાગૃતિ નથી. આત્મા વિભાવમાં ઊંઘતો હોય ત્યાં સુધી જ તે ભય હોય છે. જેવી આંતરિક જાગૃતિ જન્મે છે કે તરત જ વિકારોની આ ભયજનક સૃષ્ટિ ચલચિત્રની સૃષ્ટિની માફક ક્ષણમાં જ વિલીન થઈ જાય છે. જ્યાં સુધી આ પરમ ચૈતન્ય દેવ વિભાવમાંથી સ્વભાવમાં, પરમાંથી સ્વમાં નથી આવતું ત્યાં સુધી જ દ્વૈતમૂલક વૃત્તિને સંભવ રહે છે. ત્યાં સુધી જ વિચારે, વિક૯પ અને વાસનાઓને ભય સતાવતે હોય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy