SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર ઇશારાઓના અપલાપ કર્યો છે. તે ઇશારાઓ તરફ ભારે મેદરકારી બતાવી છે. યજ્ઞ કરનારાઓ અગ્નિના તા પ્રમળતાથી ઉપયોગ કરે છે, ઘીની આહુતિ આપે છે, જવ, તલ, ઘઉં તેમાં હામે છે. પરંતુ તે યજ્ઞના આ જે પ્રતીકેા છે તેના સંકેતા શું છે, તેનાથી તેઓ તદ્ન અજ્ઞાત અને અનભિજ્ઞ હોય છે. માઇલેના ખાડવામાં આવેલા પાણાઓને જ મંજિલ માની જેમ કાઈ મૂર્ખ માણસ અટકી જાય છે તેમ યજ્ઞ કરનારા અને તેના પ્રતીકોના પરમ આધ્યાત્મિક રહસ્યને ન સમજનારા અજ્ઞાન માણસે પણ અગ્નિ પ્રગટાવે છે, ઘીની આહુતિ અર્પે છે, તલ ઘઉં આદિ હોમે છે, પરંતુ એમાં જ તેઓ પેાતાનાં કર્તવ્યની ઇતિશ્રી માને છે અને કૃતકૃત્યતા અનુભવે છે! આ રીતે કરનારા ભલે પોતાના મનથી સ ંતોષ માનતા હોય, પરંતુ વિચારશીલ વ્યક્તિ આ વસ્તુને જુદી જ રીતે વિચારે છે. તેમની દૃષ્ટિએ આથી તે યજ્ઞના તે પ્રતીક અગ્નિ, જે આંતરિક ઉત્ક્રાન્તિમાં ગત્યાત્મ અની શકવાની ક્ષમતા ધરાવતા હતા, તે ગત્યવરોધક થઈ જાય છે. આવા માણસે માટે આ પ્રતીક માઈલના ખેાડવામાં આવેલા પાણાને મંજિલ માની અટકી જનાર મૂખ માણસ જેવા સિદ્ધ થાય છે. જો આ પ્રતીકેાને ગંભીરતાથી સમજવા પ્રયત્ન કરવામાં આવે તે આ પ્રતીકે તેની ઉત્ક્રાંતિમાં સહાયક બની શકે છે. માણસના અનુભવમાં અગ્નિ એક ગભીર પ્રતીક ખની શકે છે; કેમકે અગ્નિમાં કાંઈક વિશેષતાઓ છે. અગ્નિની પ્રથમ વિશિષ્ટતા એ છે કે, ગમે તેટલા અને ગમે તેવા અવરોધો ઊભા થાય, છતાં અગ્નિની જવાલા હુંમેશાં ઊધ્વગામી હોય છે. અગ્નિ સ્વભાવથી જ ઉપર તરફ ગતિ કરનાર છે. માણસની ચેતના પણ જ્યારે આધ્યાત્મિક દિશા તરફ ગતિ કરવાના પ્રરભ કરે છે, ત્યારે તે ઊર્ધ્વગામી થતી જાય છે. એટલે અનુભવીઆને પ્રથમથી જ ખ્યાલ આવી ગયા કે, ‘ઘત્તિત્તવ પાથચ' જેમ ઘીથી સીંચાએલા અગ્નિ ઊર્ધ્વ દિશા તરફ ગતિ કરે છે તેમ ધાર્મિ ક ચેતના પણ ઉપર ઊઠતી જાય છે. અગ્નિની બીજી વિશેષતા એ છે કે, અગ્નિમાં જે કઈ અશુદ્ધ હાય તે મળી જાય છે. અગ્નિમાં જો સેનાને તપાસવામાં આવે તે સોનામાં રહેલા મેલ, સેનામાં રહેલી અશુદ્ધિ ખળી જાય છે અને સેતુ' સેા ટચનુ ખની ચમકવા લાગે છે. તે જ રીતે ધમય અગ્નિની પુનિત જવાલાએમાં પણ વિચારો, વિકલ્પો અને વાસનાએ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને ચેતના પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં ઝળહળી ઊઠે છે. ધર્મોંમય ચેતનાની જ્યેાતિ અને અગ્નિની જ્યેાતિમાં આ જાતનું સાદૃશ્ય હોવાથી તે અગ્નિ જવાલાએ ધર્મીનુ પ્રતીક બની ગઇ. અગ્નિની ત્રીજી વિશેષતા એ છે કે, અગ્નિની જવાલાએ ઘેાડે સુધી ઉપર ઊઠે છે અને ત્યાર પછી તે એકદમ અદૃશ્ય થઈ જાય છે. જરા ઉપર ઊઠે, થોડે સુધી દ્રષ્ટિગોચર થાય અને તરત જ અનંતમાં વિલય પામી જાય. માણુસની ચેતના પણ જ્યારે વિકાસશીલ બને છે ત્યારે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy