SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્વાકાંક્ષાનું મધુ : ૪૪૧ આખી પ્રક્રિયા માણસને પાગલ બનાવનારી છે. કારણ આપણે કયાંય પણ ઊભા હોઈશું તે આપણને પીડા અને પરેશાની જ થવાની છે. કેમકે કઈને કઈ તે આપણી આગળ ઊભેલા આપણે જોઈશું જ. આવી મહત્વાકાંક્ષા અને તૃષ્ણનાં વિષથી સર્વથા વિમુકત શ્રી કેશીકુમાર શ્રમણ અને ગતમ સ્વામીના સંવાદમાં પણ આવી જ વિષ વેલડીના સંબંધનો શ્રી કેશીકુમાર શ્રમણ તરફથી પ્રશ્ન ઊઠાવવામાં આવ્યું છે. સંસારમાં અનેક જીવે પાશબદ્ધ છે એ જ પ્રશ્નમાળાના અનુસંધાનમાં પ્રશ્ન પૂછતાં પહેલાં, પાશબદ્ધતાના પ્રશ્નનું સમાધાન થઈ જવા બદલ શ્રી કેશકુમાર પિતાની કૃતજ્ઞતાના નેહ અને સદ્ભાવભર્યા ભાવે અભિવ્યક્ત કરતા કહે છે साहु गोयम ! पन्ना ते छिन्नो मे संसमा इमो । अन्नावि संसओ मज्झ त मे कहसु गोयमा! ॥ ४४ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમોએ મારી શંકા દૂર કરી છે. મારી હજી એક શંકા છે, તે વિશે તમે મને કહો. શ્રી કેશીકુમાર શ્રમણ મહત્વાકાંક્ષાના નિરર્થક ભારને વહન કરતા નથી. તેમનાં હૃદયમાં સરળતા અને પવિત્રતાને અક્ષય ભંડાર ભરેલું છે. ગૌતમસ્વામીના શબ્દોમાં સમાધાન લાધતાં, એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર, તેમને સાધુવાદ આપવાનું ભૂલતા નથી. આત્યંતિક પ્રેમ અને નિરાભિમાનતાની આ પરમ કેટિ છે. શ્રી ગૌતમ સ્વામી પણ સાધુતાનાં શિખરને સ્પલા છે. તે ગ્યતાને મર્યાદા બનાવનારા સામાન્ય કેટિના આત્મા નથી. તેઓ યોગ્યતાને સ્વભાવ માની સહજ રીતે ચાલનારા પરમ આત્મા છે. એક માણસ ગણિતશાસ્ત્રમાં કુશળ હોય, તે તે કુશળતા તેને સ્વભાવ છે અને એક માણસ સંગીતમાં નિપુણ હોય, તે તે પણ તેને સ્વભાવ છે. ગણિતમાં કેઈ નબળું હોય, તે તે પણ તેને સ્વભાવ છે. કારણ કેઈ વિષયમાં કુશળતા મળવી એ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે અને તે જ વિષયમાં બીજે કઈ અકુશળ હોય, તે તે તેને દુર્ગણ નથી થઈ જતો. તેને પણ તે વિષયની અકુશળતા પ્રકૃતિદત્ત હોય છે. કુશળતાવાળાને જેમ પ્રકૃતિથી કુશળતા ઉપલબ્ધ હોય છે તેમ અકુશળતાવાળાને પણ પ્રકૃતિથી જ અકુશળતા ઉપલબ્ધ હોય છે. આ રીતે સ્વભાવને અનુલક્ષી ગૌતમસ્વામી પણ પોતાના સમસ્વભાવમાં સ્થિર છે. શ્રી કેશીકુમાર શ્રમણ હવે આ પ્રશ્નને સમાધાન બીજે પ્રશ્ન કરે છે. ' अन्ताहियय-संभूया लया चिट्ठइ गायमा ।। फलेइ विसभक्खीणि साउ उद्धरिया कह ! ४५ હે ગૌતમ ! હદયમાં એક લતા ઉત્પન્ન થએલ છે. તેને વિષ જેવાં ફળ લાગે છે. તેને તમે કેવી રીતે ઉખાડી છે?
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy