SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર નથી. તે એથી પણ આગળ વધે છે અને સ્વસ્થ જણાતા માણસના સ્વાથ્યને પણ ઈર્ષ્યા ઉપજાવે એવું અનેરૂં સૌંદર્ય લઈને એક માણસ ઊભો છે. સૌંદર્યનાં ક્ષેત્રમાં તેણે સૌને પાછળ રાખી દીધા હોય છે! તે વળી કયાંક કઈ એવી તે કુશાગ્ર દૂરદશ અને તીણ પ્રજ્ઞાશકિતને લઈ જમે છે કે, શ્રીમંતને પિતાની શ્રીમંતાઈ પણ તેની પ્રજ્ઞા–પ્રતિભા સામે ફીકી ભાસે છે! બુદ્ધિની દષ્ટિએ તે આમ ચડિયાત થઈને ફરે છે પણ બુદ્ધિના ક્ષેત્રમાં સર્વોપરિતા સ્થાપ્યા પછી પણ કેટલાક એવા પણ હોય છે જેમને ખાવામાં પણ સાંસાં હોય છે, જ્યારે તેના બીજા સાથીઓએ ભવ્ય પ્રાસાદની હારમાળા ઊભી કરી લીધી હોય છે. જગતને કયુ ગેળ છે. તેમાં કઈ સીધી રેખા નથી કે, જેથી માણસ દોડીને આગળ પહોંચી જાય. પ્રકૃતિએ વેરેલી શકિતઓ માટે કઈ એકને ઈજા નથી. મહત્વાકાંક્ષા વિશેના આટલા વિવેચન પછી પણ તમને એક પ્રશ્ન તે રહેવાનું જ છે કે, મહત્ત્વાકાંક્ષા શું વસ્તુ છે? મહત્ત્વાકાંક્ષાને અર્થ છે આપણે આપણા અહંકારને બીજાના અહંકારની પ્રતિગિતામાં ઊભે રાખીએ ! હું કેઈથી પાછળ ન રહી જાઉં, મારે નંબર હંમેશાં સૌથી આગળ રહે, ટચલી આંગળીને વેઢે મારું નામ ગણાય, જગતમાં મારું નામ સૌની જીભ ઉપર રમતું રહે-માણસના મનમાં રમતી આ મહદ્ આકાંક્ષાઓ તે મહત્વાકાંક્ષા છે. આપણે આપણા માટે આકાંક્ષાઓ સેવીએ તે તે સમજી શકાય પરંતુ એનાથી આગળ વધીને આપણે આપણાં બાળકોના કમળ, સરળ અને નિર્દોષ માનસમાં પણ આ જ આકાંક્ષાઓનાં વિષ રેડતાં હોઈએ છીએ. પ્રાતઃ ઊઠતાં વેંત જ તેમના સાત્વિક માનસમાં આવા વિષને આપણી દૃષ્ટિએ સ્વાદ લાગતે એકાદ પ્યાલે રેડી દેવામાં આપણે કચાશ રાખતા નથી ! તેમની સાથેના સહાધ્યાયીઓ આગળ ન આવી જાય, તે માટે પ્રતિક્ષણ સાવધાન રહેવાની આપણે તેમને ચેતવણી આપતાં હોઈએ છીએ કે, જે તું બીજા કરતાં પાછળ રહી જશે તે તારા વિકાસ માટે પછી કઈ અવકાશ રહેશે નહિ. ગમે તે ક્ષેત્રમાં પણ તારે તારી રીતે પ્રથમ આવવાના પ્રયત્ન કરી લેવાના છે. પ્રકૃતિથી વિરુદ્ધ આ સર્વોચ્ચતાને મેળવવાની ધૂનમાં આપણે જે છીએ તેને પણ ભૂલી જતા હોઈએ છીએ. એટલું જ નહિ, આપણને પ્રાપ્ત સુખ સાધનેને એગ્ય ઉપગ પણ કરી શકતા નથી. બીજાની તુલનામાં પિતાને મૂકવાને વિચાર જ બાલિશ છે. પરંતુ સંસ્કૃતિના નામે મનુષ્યના સ્વભાવની આ એક વિકૃતિ છે કે તે હંમેશાં બીજાની તુલનામાં પિતાની જાતને વિચાર કરતા હોય છે. જે તે કઈ કયુમાં ઊભો હશે અને તેમાં તેને આગળ નંબર હશે તે તેની પ્રસન્નતાને પાર રહેશે નહિ. તેને થશે કે, હું બીજાથી આગળ છું અને બીજા મારા કરતાં પાછળ છે. બીજાથી પિતાને નંબર આગળ છે એ જ તેની પ્રફુલ્લતાનું મૂળ છે. બીજાને પાછળ રાખવાનું દુઃખ જન્માવી શક્યા એ જ એના સુખનું રહસ્ય છે. જીવન બહુમુખી છે. દરેક દિશામાં દરેક માણસને પ્રથમ હરોળમાં પ્રથમ રહેવું છે. પ્રથમ રહેવાની આ ધૂનમાં માણસનું માનસ વિક્ષિપ્ત નથી બની જતું આ જ એક ચમત્કાર છે. આ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy