SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર તેમના માતાપિતાથી, તેઓ વળી તેમના માબાપથી, આમ આ કલ્પનામાં ક્યાંય વિશ્રામ નથી. છતાં આ કલ્પના પેટી નથી તેથી તેમાં અનવસ્થા દષને સંભવ નથી. તાત્પર્ય એ છે કે વાસ્તવિક પ્રમાણ સ્વ પર પ્રકાશક, અજ્ઞાનને નષ્ટ કરવામાં સાક્ષાત્ અથવ: અંતિમકારણ, ઉત્પત્તિમાં પરત અને જ્ઞપ્તિમાં કયાંક સ્વત, કયાંક પરતઃ છે. કેશીકુમાર શ્રમણ અને ગૌતમ સ્વામી વચ્ચે જે આધ્યાત્મિક વિચાર વિનિમય ચાલી રહ્યો છે તેમાં ગઈકાલે શ્રી કેશીકુમાર શ્રમણે પ્રશ્ન પૂછે છે તેને જવાબ આપતાં શ્રી ગૌતમ સ્વામી ફરમાવે છે– अगे जिसे जिया पंच पच जिसे जिया दस । दसहा उ जिणित्ताण सवस्त्तू जिणामह ॥ ३६ એકને જીતતાં પાંચને જીત્યા, પાંચને જીત્યા પછી દેશને છતીને મેં બધા શત્રુઓને જીતી લીધા. આખા જગતને કામ, ક્રોધ, લોભ અને મેહ નચાવે છે. આ નરકના મોટા દરવાજા છે. આ દરવાજામાંથી પાર વગરની વણઝારેની અવરજવર ચાલ્યા જ કરે છે. રસ્તે ખાસો પહેળો છે. રસ્તામાં ઘણું સોબતીઓ પણ મળી જાય છે. હા, પણ સત્યને રસ્તે સાંકડે છે. એટલે જ સંસાર સમુદ્રથી દૂર તેને કાંઠે ઊભા રહી, સમુદ્રમાં ઊછળતાં મોજાંઓની મજા માણવામાં અને સમુદ્રની લીલા જોવામાં આનંદ આવે છે. જેઓ આ સમુદ્રમાં ઊંડા જાય છે તેઓ ડુબકી ખાય છે. તેમનાં નાકમાં અને મેંમાં પાણી ભરાય છે, તેઓ ગૂંગળાય છે, તેમને સમુદ્રના આનંદને અનુભવ મળતું નથી. પુરુષ સમુદ્રને તીરે ઊભા રહી આનંદ લૂંટે છે. સમુદ્રથી, સંસારરૂપ સમુદ્રથી નિર્લેપ રહેવાની જે સંતની વૃત્તિ છે, તે જ્યાં સુધી ન કેળવાય અથવા યથાર્થ રીતે ન પચે, ત્યાં સુધી સાચે આનંદ માણી શકાતું નથી. કમળનાં પાંદડાંની માફક અલિપ્ત રહેવામાં જ મજા છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે, સંતે પર્વતના ઊંચા શિખર પર ઊભા રહી ત્યાંથી નીચે સંસાર તરફ જુએ છે ત્યારે સંસાર તેમને ક્ષુદ્ર દેખાય છે. ઊંચે જઈ નીચે જોતાં શીખીશું તે જ આ અફાટ ફેલા શુદ્ર લાગશે. પછી સંસારમાં ચિત્ત ચુંટશે નહિ.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy