SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ નિક્ષેપ મંત્ર : ૩૯૩ તમે આગળ પ્રશ્ન કરશે કે, જો આમ હોય તે દ્રવ્યનિક્ષેપની જેમ ભાવનિક્ષેપના પણ જ્ઞાયક શરીર આદિ અનેક ભેદે કેમ કરવામાં નથી આવ્યા? આને ઉત્તર એ છે કે, ભાવનિક્ષેપને સંબંધ માત્ર વર્તમાન પર્યાય સાથે છે એટલે ભૂત કે ભવિષ્ય સાથે તેને કેઈ જાતને સંબંધ સંભવી શકે નહિ. દ્રવ્યનિક્ષેપને સંબંધ દ્રવ્ય અર્થાત્ અન્વયથી છે. ત્યાં કાર્ય, કારણ, સહચર આદિની અભિન્નતા વિવક્ષિત છે. પરંતુ ભાવનિક્ષેપને સંબંધ ભાવ એટલે પર્યાય એટલે વ્યતિરેકથી છે. ત્યાં કાર્ય, કારણ અને સહચર આદિની અભિન્નતા સાથે કોઈ સંબંધ નથી કે જેથી શરીર આદિ ભાવનિક્ષેપના ભેદમાં અહિત થઈ શકે. આ જાતના શંકા-સમાધાનેથી નિક્ષેપના વિષયની ભારે સ્પષ્ટતા થઈ જવા પામી છે. આ વાત તે નય અને નિક્ષેપનું અંતર બતાવતાં ગઈ કાલના પ્રવચનમાં જ કહેવાઈ ગઈ છે, કે નિક્ષેપ એ નયને વિષય છે. અત્રે આ સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે કે કયે નિક્ષેપ કયા નયને વિષય છે? ચાર નિક્ષેપમાંથી નામ, સ્થાપના અને દ્રવ્યનિક્ષેપને દ્રવ્યાર્થિક નય જ સ્વીકારે છે. ભાવનિક્ષેપને પર્યાયાર્થિક નય માન્ય કરે છે. દ્રવ્યાર્થિકનયના બે ભેદે છે. સંગ્રહ અને વ્યવહાર. કારણ સામાન્યગ્રાહી નૈગમનયને સંગ્રહમાં અને વિશેષગ્રાહી નૈગમનયને વ્યવહારનયમાં સમાવેશ થાય છે. જુસૂત્ર આદિ ચાર ભેદે પર્યાયાર્થિક નયના છે. આચાર્ય સિદ્ધસેન દિવાકરના આ મતને અનુસરી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકમાં કહ્યું છે કે नामाइतिय दव्वट्ठियस्स भावो अ पन्जवणयस्स । संगहववहारा पढ़मगस्स सेसा उ इयरस्स ॥ અર્થાત્ નામાદિ ત્રણ નિક્ષેપ દ્રવ્યાર્થિક નયને, અને ભાવનિક્ષેપ પર્યાયાર્થિક નયને માન્ય છે. સંગ્રહ અને વ્યવહારનય દ્રવ્યાર્થિકને ભેદ છે અને અનુસૂત્રાદિ શેષ નો પર્યાયાર્થિકના ભેદે છે. પરંતુ જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે નમસ્કારના નિક્ષેપનું વિવેચન કરતાં પોતાનું મંતવ્ય આ રીતે દર્શાવેલ છે भाव चिय सद्दणया सेसा इच्छन्ति सम्वनिक्खेबे । અર્થાત્ શબ્દ, સમભિરૂઢ અને એવભૂતનય ભાવનિક્ષેપને જ સ્વીકારે છે અને બાકીના ન બધા નિક્ષેપોને સ્વીકાર કરે છે. ત્રાજુસૂત્રનય દ્રવ્યનિક્ષેપને સ્વીકારે છે એ વાત શાસ્ત્રીય પણ છે. અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે___ उज्जुसुअस्स अगे अणुवउत्ते आगममओ अंग दवावस्सयौं पुहत्त नेच्छइ ति ॥ જુસૂત્રનયના અભિપ્રાયથી એક અનુપયુક્ત (ઉપયોગશૂન્ય) પુરુષ આગમથી એક દ્રવ્યાવશ્યક છે. આ નય પૃથફત્વ (અનેકત્વ)ને માનતો નથી. સારાંશ આ છે કે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy