________________
૩૯૨ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર
ભાવનિક્ષેપ : વર્તમાન પર્યાય મુજબ શબ્દના પ્રયોગ કરવા તે ભાવનિક્ષેપ છે. જેમકે, રાજ્ય કરનારને રાજા કહેવા. એના પણુ એ ભેદે છે. (૧) આગમ ભાવનિક્ષેપ અને (૨) ના આગમ ભાવનિક્ષેપ.
આગમ ભાવનિક્ષેપ : કોઈ વસ્તુના જાણુનારને, તે વસ્તુમાં ઉપયેગ રાખતી વખતે તે વસ્તુના જ નામથી ઓળખાવવા, તે આગમ ભાવનિક્ષેપ છે. દ્રવ્યનિક્ષેપનુ સ્વરૂપ કહેતાં આગમ અને ના આગમ વિષેની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. આગમ દ્રવ્યનિક્ષેપ અને આગમ ભાવનિક્ષેપમાં ફેર એટલેા જ છે કે, આગમ દ્રવ્યનિક્ષેપમાં પણ જ્ઞાતા તેા હૈાય પરંતુ વત માનમાં ઉપયાગ ન હોય પરંતુ આગમ ભાવનિક્ષેપમાં વમાનમાં પણ ઉપયોગ હાય છે. કહ્યું પણ છે કેसाम्प्रत वस्तु पर्याया भावा द्वेधा स पूर्ववत् । प्राभृतज्ञायी पुमांस्तत्रोपयुक्तधीः |
आगमः
:
ના આગમભાવ નિક્ષેપ ને આનમઃપુનાંવા વસ્તુ તત્પર્યાયામમ્ । અર્થાત્ વમાન પર્યાયવાળી વસ્તુને તે શબ્દથી કહેવુ' તે ના આગમભાવ નિક્ષેપ છે. જેમકે, રાજ્ય કરનારને રાજા કહેવા.
કદાચ તમે પૂછો કે નામનિક્ષેપ અને ભાવનિક્ષેપમાં શે તફાવત છે? જેમ કોઇ માણસનુ' નામ હાથી રાખી દેવામાં આવે તે તે જેમ નામનિક્ષેપ છે, તેમ કોઈ સૂંઢવાળા પ્રાણીનું નામ હાથી રાખી દેવામાં તે તે નામનિક્ષેપ કેમ નથી ? જેમ નામનિક્ષેપમાં લેાકાની ઇચ્છા જ કારણુ છે તેવી જ રીતે ભાવનિક્ષેપમાં પણ લાકોની ઈચ્છાનુ જ પ્રાધાન્ય છે. લાકોની ઇચ્છા થઈ એટલે સૂંઢવાળા પ્રાણીને હાથી કહેવા લાગ્યા. લેાકેાની ઈચ્છા હાત, તા તેને હાથીને બદલે, ઘેાડા નામની સ'જ્ઞા પણ આપી દેત !
તમે પૂછશે કે, જ્યારે શબ્દના અર્થ લોકોની ઇચ્છા ઉપર આધારિત છે ત્યારે ભાવનિક્ષેપથી નામનિક્ષેપમાં શું તફાવત રહી જાય છે?
તેના જવાબ પણ સરળ છે. કારણ, જ્યારે નામનિક્ષેપના સબંધ વ્યકિતવાચક સ ́જ્ઞાઓથી છે ત્યારે ભાવનિક્ષેપના સંબધ જાતિવાચક અને ભાવવાચક સંજ્ઞાએથી છે. વ્યક્તિવાચક સંજ્ઞાએથી આપણે કોઇ સમાન ધર્મવાળી વસ્તુઓનુ જ્ઞાન કરતા નથી ત્યારે જાતિવાચક સજ્ઞાઓના અથ સમાન–સદૃશ ધર્મો પર નિર્ભર છે. સૂંઢ, મેટા કાન, સ્થૂલ શરીર આદિ અનેક સાધારણ ચિહ્નવાળું પ્રાણી હાથી શબ્દના અથ છે. પરંતુ લક્ષ્મી રમા, ઉમા આર્દિ શબ્દોથી જે અંનું જ્ઞાન થાય છે તે અસાધારણ (એક જ વ્યકિતમાં રહેનારા) ચિહ્નાથી ઓળખી શકાય છે. નામ (સંજ્ઞા) રાખવાથી જ નામનિક્ષેપ નથી થઇ જતા. કારણ, નામ તે ચારે નિક્ષેપોથી રાખી શકાય છે. આ વાતની સ્પષ્ટતા ગઇકાલના પ્રવચનમાં કરી ગયા છીએ.