SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ : ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વારા વિષયની સૂફમતમ માહિતી પણ અનિવાર્ય છે. એટલે પ્રવચનના પ્રારંભમાં આવા વિષયને સ્પર્શવા આવશ્યક છે. વળી કથા વાર્તાના માધ્યમથી તમારા મનના મનોરંજન સાથે સિદ્ધાંતની પ્રરૂપણ તે તમે ઘણું ઉત્તમ પુરુષના શ્રીમુખેથી સાંભળશે પરંતુ જેનદર્શનના હાર્દ સમા ઉપર્યુકત વિષયોને સમજવાની તમારી તૈયારી હેવી મુશ્કેલ છે. આ વિષયને સરળતાથી સમજાવવાનું કાર્ય પણ આપણે માનીએ તેટલું સહેલું નથી; અટપટું છે. એટલે આવા વિષયને સ્પર્શવા મને અગત્યના લાગ્યા છે. તેમાં તમને એ છે રસ પડે એટલે આ વિષયે ઓછા મહત્ત્વના કે જતા કરવા જેવા બની જતા નથી. સલક, અચેલક સંબંધેની બે પરંપરા વચ્ચેની વિષમતા અને તેનું વ્યવહારમૂલક અને નિશ્ચયમૂલક પાર્થકય શ્રી ગૌતમ સ્વામીએ બહુ થોડા પરંતુ સારગર્ભિત શબ્દમાં જ્યારે જણાવ્યું ત્યારે કેશીકુમાર શ્રમણ મંત્રમુગ્ધ બની ગયા. તેમનામાં સ્વભાવતઃ સરળતા અને પવિત્રતા તે હતી જ, તેમાં પારદશ પ્રજ્ઞા ધરાવતા શ્રી ગૌતમ સ્વામીના સમાગમથી અને તેમની પ્રાણોને સ્પર્શનારી પ્રશ્નના જવાબ આપવાની મીઠી શૈલીથી, તેઓ આનંદવિભોર બની ગયા. તેઓ એકાએક બોલી ઊઠયાઃ साहु गोयम ! पन्ना ते छिन्ना मे संसओ इमो । अन्ना वि संसओ मज्झतं मे कहसु गोयमा ! ॥ ३४ હે ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમેએ મારે સંદેહ દૂર કર્યો છે. મારી હજી બીજી પણ શંકા છે. હે ગૌતમ, તે વિષે મને કહો ! આ અધ્યયનમાં કેશી ગૌતમને સંવાદ ખૂબ મહત્વપૂર્ણ છે. તે અનેક યુગેના તર્ક-વિતર્કોનું સમાધાન કરે છે. નિષ્પક્ષ અને સમત્વલક્ષી સંવાદેથી જ શ્રુત તેમજ શીલને ઉત્કર્ષ થાય છે. મહાન અને અટપટા ત વિષેની આ શંકાઓ જય-પરાજય નિરપેક્ષ સંવાદથી સુસ્પષ્ટ બને છે. એટલે આ અધ્યયનની પરિસમાપ્તિમાં અને નિષ્કર્ષ આ રીતે વર્ણવેલ છે. सुय-सील समुक्करिसा महत्थऽत्थ विणिच्छओ । આ સમત્વલક્ષી સંવાદમાં શીલને ઉત્કર્ષ અને મહાન તન અર્થોને વિનિશ્ચય થ છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy