SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજને સંક્ષિપ્ત પરિચય ન કેઈના પર રાગ કે ન કેઇના પર દ્વેષ...કેવળ બહુજન હિતાય બહુજન સુખાયની મંગલકારી ભાવનાને ભાવતા, પિતાની અનોખી જીવનસૌરભથી ધરતીના હૈયાને મહેકાવતા સંતે પિતાના જીવન કર્તવ્યને સન્મુખ રાખી વિચરતા રહે છે અને સમષ્ટિના કલ્યાણના ઉચ્ચ ધ્યેયથી, ન કેઈના છતાં સૌના બની, પ્રેમ કરુણાના અભિસિંચન કરતા, પોતાની આંતઅનુભૂતિઓમાંથી પિતાને સહજ પ્રાપ્ત જ્ઞાનને વિતરીત કરતા રહે છે. માનવજીવન પર તેના મહાન ઉપકારે છે. આવા જ પરમ ઉપકારી, જેન હિતકારી મહા સંત છે બા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજ. ગોંડલ ગચ્છની પરંપરાના તિર્ધર એવા બા.બ્ર. પૂ. ગિરીશચંદ્રજી મહારાજનો જન્મ વિ. સં. ૧૯૮૪ના ચૈત્ર વદ-૮ ને રવિવારની રાત્રિના તૃતિય પ્રહરની પરિસમાપ્તિમાં ને બ્રાહ્મમુર્હતના અનુસંધાનમાં, સૌરાષ્ટ્રના ગોમટા નામના એક નાનકડા ગામડામાં, અતિ સાત્વિક, પવિત્ર અને ધર્મપરાયણ માતા ઝમકૂબાઈની કુખે, પિતા મણીલાલ કાનજી શેઠને ત્યાં થયો હતો. શ્રી ધે. સ્થાનકવાસી જૈનસંઘની યુવાન પેઢીના આ આશાસ્પદ સંતનું બાળપણનું નામ ભૂપત હતું. “પુત્રના લક્ષણ પારણામાં' તેમ ભાવિના આ મહાન સાધુને પ્રત્યેક સંસ્કાર બચપણથી જ તેના ભાવિના અંતર્નિહિત નિર્માણને પ્રગટ કરતું હતું. જાણે તેમને જન્મ જ સાધુતાને ભાવવા, જૈનધર્મને ઝંડો લહેરાવવા, જૈન શાસનની શાન બઢાવવા માટે જ થયો હતો. બચપણથી જ ધર્મની લાગેલી લગનીએ તેમને શાળાના અભ્યાસમાં રસ ન પડવા દીધો અને પાંચ અંગ્રેજી સુધી અભ્યાસ માંડ માંડ પૂર્ણ કરી તેમણે હંમેશને માટે શાળાકીય અભ્યાસને તિલાંજલિ આપી દીધી.. લઘુવયમાંથી જે ભાવ પ્રગટ તે સાધુસંતેના સતત સમાગમે વધુ પ્રબળ બન્યો. તેમાંયે સૌરાષ્ટ્ર કેસરી' બા.બ્ર. પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજની પ્રેરણાદાયી વાણી અને વૈરાગ્યપૂર્ણ જીવનના પ્રભાવથી તે વધુ પરિપુષ્ટ બન્યું અને પંડિત રત્ન બા. બ્ર. પૂ. જયંતિલાલ મહારાજની દીક્ષાથી તે એથીયે વધુ ઉદ્દીપ્ત બને અને આખરે ગોંડલગરછની પરંપરામાં તેમને એક તેજસ્વી સાધુ તરીકે પ્રતિસ્થાપિત કરવામાં તે પૂર્ણ પરિસહાયક બન્યું. વિ. સં. ૨૦૦૯ના માગસર સુદ-૧૦ ના રોજ કલકત્તામાં પૂ. શ્રી જગજીવન મહારાજની પુનિત સંનિધિમાં, પંડિત રત્ન પૂ. શ્રી જયંતિલાલજી મહારાજના શ્રીમુખથી દીક્ષાને પાઠ ભણી, સ્થાનકવાસી સમાજના સાધુ તરીકે બહાર આવી તેઓ બંગાળ, બિહાર, ઓરિસા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર એમ ભારતના અનેક પ્રદેશમાં વિચર્યા છે. ૨૪ વર્ષની ભરયુવાન વયમાં સંયમ ધર્મને સ્વીકારીને બા. બ્ર. પૂ. શ્રી ગિરીશચંદ્રજી મહારાજે આત્મકલ્યાણ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy