________________
0
શાસન પ્રભાવનાની અમી વર્ષાને ધધ વહાવી રહ્યાં છે. પૂ. ગુરુદેવેના ઉપરોકત સિદ્ધાંત અને હેતુઓ નવી પદ્ધતિથી છણાવટ કરી, ધર્મનું નકકર વાસ્તવિક સ્વરૂપ સમાજને સમજાવી જૈન શાસનની અપૂર્વ શાન ફેલાવી, ગેંડલ સંપ્રદાયનું ગૌરવ વધારી રહ્યા છે. પૂ. શ્રી જય-માણેક પ્રાણ ગુરૂદેને આથી વિશેષ અને યોગ્ય શ્રદ્ધાંજલી કઈ હોઈ શકે ? -
પૂ. પ્રાણલાલજી મહારાજશ્રીના ઉપદેશથી અનેક જૈનશાળાઓ સજીવન થઈ હતી અને અનેક નવી શરૂ થઈ હતી. તેમના ઉપદેશથી રાજકોટ, જામનગર, ગંડલ અને રાણપુર એમ ચાર શહેરમાં ગોંડલ ગચ્છાધિપતિ પૂ. શ્રી ડુંગરસિંહજી પુસ્તકાલય” નામથી મેટા પુસ્તકાલોની સ્થાપના થઈ હતી. અત્યારે વડિયામાં સુંદર પ્રગતિ પામનાર “તપસ્વીજી માણેકચંદ્રજી જૈન વિદ્યાલયમાં પ્રાણ પૂરનાર તેઓશ્રી હતા. આમ જૈન શાસનની અપૂર્વ શાન વધારતાં “સૌરાષ્ટ્ર કેસરી” પૂ. શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબે તેમની સંયમયાત્રાનું ૩૭મું ચાતુર્માસ પિતાની દીક્ષાભૂમિ બગસરામાં કર્યું. આ અંતિમ ચાતુર્માસની સમાપ્તિ પછી, સંવત ૨૦૧૩ના માગશર વદ તેરશના સવારે સાડા સાત વાગ્યે તેઓશ્રી કાળધર્મ પામ્યા. જૈન શાસનના એક યુગ પુરુષને શેભે તે રીતે સંયમ યાત્રાના ૩૭ વર્ષ પસાર કરી જે ભૂમિ સંયમ ગ્રહણ કર્યો હતે. તે ભૂમિ પર જ છેલ્લે વિશ્રામ પામ્યા. જાણે જગતને ત્યાગ અને વૈરાગ્યને સંદેશ આપવા નીકળેલ આત્મા પુન : ચિર શાંતિમાં સમાઈ ગયે. આ ઓજસ્વી મહાન આત્માને આપણું કેટી કેટી વંદન.
0
-૭