SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન શુદ્ધિને આધાર : ૩૪૯ કરે છે. તેમના શ્વાસોશ્વાસમાં એક જ રટણ ચાલ્યા કરે છે કે, એક જ ગુણધર્મ અને સ્વભાવવાળે જે પરમહંસ છે તે બધામાં છુપાએલ છે. સારગ્રાહી દષ્ટિ કેળવવાને અભ્યાસ છેક શિશુ અવસ્થાથી જ જે કરવામાં આવે તે આધ્યાત્મિક વિકાસની ભૂમિકા સહજ અને સ્વયંભૂ બની જાય. આ દૃષ્ટિ સ્વીકારવા, કેળવવા અને પચાવવા જેવી છે. આપણું મૂળમાં જ એ ભૂલ રહી જાય છે કે આપણે આધ્યાત્મિક અને વ્યાવહારિક જીવનમાં એકરૂપતા સ્વીકારતા નથી. અધ્યાત્મ અને વ્યવહાર જાણે બે સ્વતંત્ર અને એક બીજાના મૂલતઃ વિરેાધી આયા હોય એમ આપણે સમજતા, ઓળખતા અને પચાવતા હોઈએ છીએ. દેહ અને આત્માના પાર્થયને ઓળખવાની કળા જાણે વાનપ્રસ્થ કે સંન્યસ્તને વિષય હોય અને ગૃહસ્થી જીવન સાથે તેને સ્નાનસૂતકને પણ સંબંધ ન હોય એ રીતે સ્વીકારેલી દષ્ટિ અને એ જ જાતના સતત અભ્યાસથી કેળવાએલી અને પરિપકવ થએલી ટે, અધ્યાત્મ અને વ્યવહારમાં સામંજસ્ય સ્થાપવામાં અસફળ નીવડે તે તેમાં શું આશ્ચર્ય છે? ખરી રીતે તે કેળવણીના વ્યાપક ક્ષેત્રમાં પણ દેહ અને આત્માના પાર્થકને સાધવાની કલા સમાઈ જાય છે. પરંતુ વિષય પરત્વે આપણે હંમેશાં ઉદાસીન અને ઉપેક્ષા વૃત્તિવાળા જ રહ્યા છીએ. આનું પરિણામ શું આવ્યું તેને કેઈએ ગંભીરતાપૂર્વક વિચાર કર્યો નથી એટલે તે આપણી મૂળભૂત આર્ય સંસ્કૃતિને અધ્યાત્મમૂલક પાયો જ હલબલી ઊઠે છે. કેળવણી અને શિક્ષણનાં નામે કુશિક્ષણ અને કુસંસ્કારેનાં બી રેખાયાં છે. આત્મતત્વ આપણી સ્મૃતિમાંશી સરી પડ્યું છે. આપણું સર્વસ્વ દેહની આસપાસ જોડાઈ ગયું છે અને આપણું ચિંતન-મનનની દિશા દેહમૂલક થઈ ગઈ છે. આપણે મન દેહ જ સર્વસ્વ છે એટલે તેને લાડ લડાવવામાં આપણે કશી જ ખામી રાખતા નથી. આજે સ્કૂલ અને કેલેજમાં અભ્યાસ કરતાં યુવક અને યુવતિઓની રહેણી કરણી, તેમની વેષભૂષા અને આચાર વિચાર દેહની પેલે પાર આત્માની દિશામાં ગતિ કરતાં ભાગ્યે જ દેખાય છે. કેળવણી પ્રકાશ પાથરવાને બદલે જીવનને અંધારાની દિશામાં ધકકે મારી રહી છે તેને ખ્યાલ કેઈને આવતું નથી એ શું ઓછા દુઃખની વાત છે? આત્માને આત્માનું સ્થાન અને દેહને દેહનું સ્થાન, એમ યોગ્ય મૂલ્યાંકન કરીને, કેળવણી બંનેને યાચિત સ્થાન આપ્યાં હતા તે આજે જે દેહપૂજા થઈ રહી છે, શરીર અને શરીરના શણગાર પાછળ જે કીમતી શકિતઓ અને સંપત્તિઓ વેડફાઈ રહી છે, તે ન વેડફાત. દેહ દેવળમાં બિરાજેલા આત્મ-દેવ, ચિંતન્ય–પરમાત્મા ભૂલાઈ જવા પામ્યા છે, તેની સ્મૃતિ સુદ્ધાં રહેવા પામી નથી. પછી તેની પૂજા, કે તેને મેળવવાની સાધનાની વાત, કે આત્મમૂલક સારગ્રાહી દષ્ટિ કેળવવાની વાત તે રહી જ કયાં ? બાળપણથી જ દેહદેવની પૂજાને પ્રારંભ થાય છે. માતાપિતા અને સ્કૂલ કોલેજે માત્ર દેહની કાળજીના પ્રયત્નમાં કર્તવ્યની ઈતિશ્રી માને છે. બાળકને ઠેસ વાગે અને તે પડી જાય તે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy