SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર હંસ મરવા તૈયાર થઈ જશે પરંતુ જીવવાના આકર્ષણથી ભાઈને મેતી સિવાય બીજી કોઈ પણ વસ્તુને સ્પર્શ નહિ કરે. હંસને આ સંકલ્પ શુભ, સુંદર અને સત્ય માટે છે. હંસની આ પરમ ક્ષમતા એજ સંન્યાસીનું આચરણ છે. “સર્વભૂતાન દંત તિ પ્રતિપાવન સર્વ જીવ, સત્વ, ભૂત અને પ્રાણીઓમાં રહેનારો એક આત્મા જ હંસ છે, એમ સંન્યાસીઓ પ્રતિપાદન કરે છે. સંન્યાસીઓ પોતાના જીવનથી, શબ્દોથી, વાણીથી અને આચરણથી એક જ વાતનું પ્રતિપાદન કરે છે કે, જે સહુના અંદર વસેલું છે તે એ જ પરમ હંસ છે. બધામાં સરખે જ આત્મા વસેલે છે. સહના અંદર એક જ સરખી ચેતનાની ધારા પ્રવાહિત થઈ રહી છે. જે તેને જાણી શકે છે, ઓળખી શકે છે, પકડી શકે છે તેમાં પણ તે જ ચેતનાની ધારા વહી રહી છે અને જે જાણતા નથી, ઓળખતા નથી, પકડી શકતા નથી તેમાં પણ તે જ ચૈતન્ય વિલસી રહ્યું છે. જે આંખ બંધ કરીને ઊભા છે તેમનામાં એ જ પરમાત્મા છે જે પરમાત્મા આંખ ઉઘાડીને બેઠેલાના હૃદયમાં છે! ફરક અંદરના પરમાત્માને નથી, ફરક તે અંદરના પરમાત્માથી આપણે કેટલા પરિચિત થયા કે કેટલા અપરિચિત રહ્યા તેને છે. પરમ જ્ઞાની અને પરમ અજ્ઞાનીમાં જે અંતર છે તે સ્વભાવનું નથી, સમજણ અથવા બંધનું છે. કોઈ વ્યકિતના ઘરમાં હીરા અને મોતી દાટેલાં પડયાં હોય, પરંપરાથી આ વાતને તે સાંભળતે પણ આવ્યું હોય પરંતુ તે ખજાનાને મેળવી શકે ન હોય, તે તેવા ખજાનાથી તેને શો લાભ થવાને? જ્યારે બીજી બાજુ એક બીજી વ્યકિત છે કે જેની પાસે હીરા મોતી સાક્ષાત પડ્યાં છે અને તેને લાભ તે ઊઠાવી શકે તેમ છે. આ બંનેમાં જયાં સુધી સંપત્તિને સંબંધ છે ત્યાં સુધી કશે જ ભેદ નથી. કેમ કે બંને પાસે સંપત્તિ તે છે જ. છતાં પેલે નિર્ધન જ રહે છે કારણ તેને પોતાની પાસેની સંપત્તિની કશી જ ભાળ નથી. જ્યારે બીજે ધનવાન રહેશે કારણે તેને પોતાની સંપત્તિની માહિતી છે. સંપત્તિ બંને પાસે સમાન છે પરંતુ જ્યારે પહેલાને પિતાની પાસેની સંપત્તિની કિંમતની કશી જ ખબર નથી તે તેવી સંપત્તિ હોવાને લાભ પણ શું? જેમાં પડેલી સંપત્તિની કિંમત કેટલી છે તેની જે ખબર નથી કે તે તિજોરીનું મૂલ્ય પણ શું? સંન્યાસીઓ, સપુરુષે એક જ વાત અહર્નિશ સમજાવતા રહે છે કે, જે બીજામાં છે તે જ તમારામાં પણ છે. મહાવીર અને બુદ્ધમાં જે હંસ હતું તે જ હંસના તમે પણ ઘણી છે. આની આ વાત વારંવાર તમને યાદ અપાવવાને હેતુ જ એ છે કે કદીક પણ તે તમારા પ્રાણને સ્પર્શી જાય અને તમારામાં છુપાએલા ખજાનાની શોધમાં તમે નીકળી પડે! આજ કારણે ઋષિઓ પણ નિરંતર આપણને સૌમાં બિરાજેલા પરમહંસ પરમાત્માની સ્મૃતિઓ આપ્યા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy