________________
બુદ્ધિનું મૂલ્ય શું ? : ૩૨૫ ચોર્યાસીના ચક્કરમાં ફરવાની આ અસ્વાભાવિક રીતે તેને પચી ગઈ હોય છે. સમજણ, પ્રાણ સ્પર્શી સમજણ વગર, ગમે તે નિગ્રહ પણ શા કામને ?
જેમ અયથાર્થ તરફ અનિચ્છાએ પણ ઘસડાઈ જવું પડે, તેમ સમીચીન માર્ગમાં જવાની ભાવના છતાં અટકી જવું પડે, તેને અર્થ આપણી પ્રાણસ્પર્શ સમજણને અભાવ છે. આપણી સમજણ પરિધિની મર્યાદાને વટાવી, કેન્દ્ર સુધી પહોંચતી નથી. આપણે સમજણ ઉપલકિયા રહે છે. તે હૃદયને સ્પર્શતી નથી.
સમજણ પણ બે પ્રકારની હોય છે. એક સમજ કે જે સમજ જેવી પ્રતીત થાય છે, પરંતુ સંપૂર્ણ વ્યકિતત્વ પર તેને સંસ્પર્શ પ્રભાવ પાડી શકતા નથી. આપણી પાસે સમજવા માટેનું એક પ્રધાન સાધન છે અને તે બુદ્ધિ, બુદ્ધિવડે આપણે કેઈપણ વસ્તુને તર્કયુકતપણે સમજી શકીએ છીએ. જે તર્કસંગત વિચાર પ્રસ્તુત કરવામાં આવે અને તે બુદ્ધિને વ્યાજબી લાગે, તે બુદ્ધિ તેને તરત સ્વીકાર કરી લે છે. પરંતુ બુદ્ધિથી સમજમાં આવેલી વસ્તુથી જીવનના રૂપાન્તરણની શક્યતા નહિવત્ છે. બુદ્ધિ આપણું વ્યકિતત્વને એક નાનકડો ભાગ છે. વ્યકિતત્વ બુદ્ધિ કરતાં વધારે વિસ્તૃત અને વ્યાપક છે. બુદ્ધિમાં કઈ વાત ઊતરી જાય એને એ અર્થ થતું નથી કે તે વાત આખા વ્યક્તિત્વ અને પ્રાણને સ્પર્શી ગઈ છે.
જેને આપણે બુદ્ધિ કહીએ છીએ તેના કરતાં નવગણી તાકાતવાળું અચેતન મન અંદર બેઠેલું હોય છે. જેમ બરફની એક મોટી શિલાને પાણીમાં નાખે તે તેને ઉપરને ભાગ ઉપર તરતો હોય છે પરંતુ તેને બહુ મોટે ભાગે તે પાણીમાં બુડેલો હોય છે તેમ આપણા આખા વ્યક્તિત્વમાં એક ભાગ ઉપર દેખાતી બુદ્ધિ કરતાં અંદર બેઠેલું મન અનેકગણી તાકાતવાળું છે તે આપણે ભૂલી જઈએ છીએ. એટલે જ્યારે કેઈપણ છોડવા લાયક વસ્તુ વિષે કહેવામાં આવે છે ત્યારે આપણું વ્યકિતત્વને એક ભાગ કે જેને આપણે બુદ્ધિ કહીએ છીએ તે સમજી જાય છે. તેથી આપણે એમ માની લઈએ છીએ કે હું સમજી ગયે છું. પરંતુ આખા વ્યકિતત્વને મેટો ભાગ જે અંદર ડૂબેલે છે તેને તે આ સંબંધની કશી જ માહિતી હોતી નથી. પરિણામ એ આવે છે કે, ક્રોધ ખરાબ છે એમ માની કે ન કરવાને જે ઉપરની બુદ્ધિ નિર્ણય કરે છે તેની માહિતી અંદરનાં વ્યકિતત્વને હતી નથી, એટલે ક્રોધના પ્રસંગે ઊભા થતાં અચેતન મન કે જેને કેધ ખરાબ છે. તેની સૂચના પહોંચી નથી, તે આંદલિત થઈ જાય છે. અંદરનું મન ધક્કા મારે છે અને ઉપરના ભાગમાં રહેલી બુદ્ધિની સમજણ નિપ્રભાવી બની જાય છે. જે ભાગને ક્રોધ ખરાબ છે એ વાતની સમજણ થઈ છે ત્યાંથી તે ક્રોધ જન્મ નથી; અને જ્યાંથી ક્રોધ જન્મે છે ત્યાં સમજણને સ્પર્શ થયે નથી. પરિણામે આપણે જેવા હતા તેવા જ અનેક પ્રતિજ્ઞાઓ પછી પણ રહીએ છીએ. આપણામાં કશું જ રૂપાંતરણ થતું નથી.